પટના : હોટલમાં આગ લાગતા અફરા તફરી, 6 લોકોના મોત

ખબરી ગુજરાત રાષ્ટ્રીય
Spread the love

Patna Hotel Fire : પટનાની હોટલમાં ભીષણ આગ લાગી હોવાના સમાચાર સામી આવી રહ્યાં છે. આ દુર્ઘટનામાં 6 લોકો દાઝી જતા મોત થયાની પોલીસે પુષ્ટિ કરી છે. મૃતકોમાં 3 મહિલા અને 3 પુરુષોનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો – દુનિયામાં સસ્તા પાસપોર્ટની યાદીમાં ભારતીય પાસપોર્ટે મારી બાજી

PIC – Social Media

Patna Hotel Fire : બિહારની રાજધાની પટનામાં રેલવે સ્ટેશન પાસે આવેલી એક હોટલમાં ગુરુવારે અચાનક ભીષણ આગ ભભુકી ઉઠી હતી. આ દુર્ઘટનામાં 6 લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે. પોલીસે 3 મહિલા અને 3 પુરુષોના મોતની પુષ્ટિ કરી છે. જ્યારે આ દુર્ઘટનામાં 20 લોકો ઘાયલ થયા છે. જેની પટનાની પીએમસીએચ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. જેમાંથી 2ની હાલત ગંભીર છે. આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. અઢી કલાક ચાલેલા રેસ્ક્યુ ઓપરેશન બાદ તમામને બાહર કાઢવામાં આવ્યાં છે.

કેવી રીતે લાગી આગ?

પટના જંક્શન નજીક પાલ હોટલના કિચનમાં લાગેલી આગે વિકરાળ રૂપ ધારણ કરી લેતા આખી હોટલમાં ભીષળ આગની જ્વાળો ફેલાઈ ગઈ હતી. પાલ હોટલમાં આજે ગુરુવારે સવારે લોકો નાસ્તો કરવા માટે ભેગા થયા હતા. તે દરમિયાન કિચનમાં લાગી ગઈ હતી. જોત જોતામાં આગ આખી હોટલમાં પ્રસરી ગઈ હતી. આ દરમિયાન ભારે પવન અને ગરમીના કારણે આગ બેકાબુ બની હતી.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

PIC – Social Media

ચાર માળની હોટલ આગની જ્વાળામાં લપેટાઈ

ચાર માળની હોટલ ભડભડ સળગવા લાગી હતી. આગની સુચના મળતા આસપાસની હોટલમાં પણ અફરા તફરી મચી ગઈ હતી. લોકો પોતાની દુકાનો બચાવવા માટે સામાનને સલામત સ્થળે ખસેડવા લાગ્યા હતા. ઘટનાની જાણકારી મળતા પટનાના કોતવાલી પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે પટનાના લોદીપુર ફાયર સ્ટેશનને સુચના આપી. જણાવાઈ રહ્યું છે કે આગ નીચેથી લાગી હોવાથી ઉપરના ફ્લોર પર નાસ્તો કરતા ઘણાં લોકો ફસાઈ ગયા હતા.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

45 લોકોનું હોટલમાંથી રેસ્ક્યુ કરાયું

આગ લાગ્યાની જાણ થતા ઉપર ફસાયેલા લોકોમાં અફરા તફરી મચી ગઈ હતી. જો કે તે દરમિયાન ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતુ. રેસ્ક્યુ દરમિયાન આશરે 45 લોકોને હોટલની બાહર કાઢવામાં આવ્યાં. ઘટનાની જાણકારી મળતા એમ્બ્યુલન્સ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. રેસ્ક્યુ કરાયેલા લોકોને સારવાર માટે પીએમસીએચ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.