Karnataka suicide case : રંજિકાના પિતાએ આરોપ લગાવ્યો છે કે લેણદારો વારંવાર તેના ઘરે આવતા હતા અને પૈસાની માંગણી કરતા હતા. જેનાથી સતત ઘરમાં ઘરમાં કંકાસ રહેતો. ફરિયાદમાં લખ્યુ છે કે રંજિતાને માનસિક રૂપે હેરાન કરવામાં આવતી. જેને લઈ તેણે ભયંકર પગલુ ભરી લીધુ.
આ પણ વાંચો – મહિલાઓને લઈ તાલિબાનનું ફરમાન, આવું કર્યું તો અપાશે ભયંકર મોત
Karnataka suicide case : કર્ણાટકના ચિત્રદુર્ગમાં એક વ્યક્તિ ઓનલાઇન સાટ્ટાબાજીમાં 1.5 કરોડ રૂપિયા હારી ગયો. ત્યાર બાદ તેની પત્નીએ કંટાળીને આત્મહત્યા કરી લીધી. મૃતકના પરિવારે આરોપ લગાવ્યો કે પતિની આદતથી પરેશાન પત્નીએ આ આ પગલુ ભર્યુ હતુ. દંમ્પતિને 2 વર્ષનો પુત્ર છે.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
આ ઘટના ત્યારે સામે આવી જ્યારે 24 વર્ષીય રંજિતાના પિતાએ પોલીસનો સંપર્ક કર્યો અને આરોપ લગાવ્યો કે તેની દિકરી લેણદારોથી પરેશાન હતી. જે અવારનવાર તેના ઘરે ઉઘરાણી માટે આવતા હતા. ફરિયાદકર્તાએ પોલીસને જણાવ્યું કે બંનેએ 2020માં લગ્ન કર્યાં હતા. આશરે એક વર્ષ પછી તેની દીકરી રંજિતાને ખબર પડી કે તેનો પતિ દર્શન ક્રિકેટ સટ્ટાબાજીમાં સામેલ છે.
રંજિતાના પિતાએ આરોપ લગાવ્યો કે લેણદાર અવારનવાર તેના ઘરે પૈસાની ઉઘરાણી કરવા આવતા હતા. જેના લીધે હંમેશા ઘરમાં કકળાટ થતો હતો. ફરિયાદમાં લખ્યું છે કે રંજિતાને માનસિક રૂપે હેરાન કરવામાં આવતી. જેને લઈ તેણે આ ભયાવહ પગલુ ભરી લીધુ. પોલીસ અનુસાર, દર્શન વ્યવસાયે આસિસ્ટન્ટ એન્જિનિયર હતો અને સિંચાઈ વિભાગમાં કામ કરતો હતો.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
જાણકારી અનુસાર, દર્શને 12થી વધુ લોકો પાસેથી 84 લાખ રૂપિયા લીધા હતા. એટલુ જ નહિ ક્રિકેટ સટ્ટાબાજીમાં બધા રૂપિયા હારી ગયો. તપાસ દરમિયાન તેણે સટ્ટાબાજી અંતર્ગત લોકોને બ્લેન્ક ચેક પણ આપ્યા હોવાનો ખુલાસો થયો છે. આ મામલે ફરિયાદ મળ્યા બાદ પોલીસે ભારતીય દંડ સંહિતા (આઈપીસી) કલમ 306 અંતર્ગત ગુનો દાખલ કર્યો છે. સાથે જ પોલીસે આ મામલે 3 લેણદારોની પણ ધરપકડ કરી છે. હાલ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.