Terrorist Hanjala Adnan Murder : પાકિસ્તાનમાં ભારતના વધુ એક દુશ્મનનો કાંટો નીકળી ગયો છે. મોસ્ટ વોન્ટેડ આતંકવાદીની પાકિસ્તાન (Pakistan)માં હત્યા કરવામાં આવી છે. લશ્કર-એ-તોયબાના મોટા આતંકવાદી (Terrorist) અદનાન અહમદ ઉર્ફ હંજલા અદનાનની (Hanjala Adnan)કરાંચીમાં અજાણ્યા હુમલાખોરોએ હત્યા કરી નાખી છે. હંજલા 2016માં પંપોરમાં CRPF કાફલા પર હુમલાનો માસ્ટર માઇન્ડ હતો. આ હુમલામાં 8 જવાન શહીદ થયા હતા. જ્યારે 22 જવાન ઘાયલ થયા હતા.
આ પણ વાંચો : બેંક કર્મચારીઓને બખ્ખાં દર અઠવાડિયે મળશે 2 રજા, જાણો સંપૂર્ણ વિગત
હંજલાએ વર્ષ 2015માં જમ્મુના ઉધમપુરમાં બીએસએફ (BSF) કાફલા પર હુમલો કરાવ્યો હતો. આ હુમલામાં 2 બીએસએફ જવાન શહીદ થયા હતા. જ્યારે 13 જવાન ઘાયલ થયા હતા. આ હુમલાની તપાસ એનઆઈએ દ્વારા કરવામાં આવી હતી અને 6 ઓગસ્ટ 2015માં ચાર્જશીટ દાખલ કરી હતી. આ બંને હુમલામાં હંજલા પાકિસ્તાનમાંથી આતંકવાદીઓને નિર્દેશ આપી રહ્યો હતો.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
હંજલાએ જમ્મુ કાશ્મીરના શ્રીનગર અને પુલવામાં વિસ્તારમાં થયેલા ફિયાદીન હુમલાને અંજામ અપાવવામાં મોટી ભુમિકા ભજવી હતી. અદનાનને લશ્કર કમ્યુનિકેશન એક્સપર્ટ તરીકે જાણીતો હતો. હંજલાના મોતને લશ્કર ચીફ હાફિઝ સઇદ માટે મોટો આંચકો માનવામાં આવી રહ્યો છે.
અદનાન અહમદ ઉર્ફ હંજલા અદનાન લશ્કર ચીફ હાફિઝની ખુબ નજીક હતો. 2-3 ડિસેમ્બરે અજાણ્યા હુમલાખોરોએ 4 ગોળી મારી હત્યાને અંજામ આપ્યો હતો. કડક સુરક્ષા વચ્ચે અદાનની હત્યાને અંજામ અપાયો હોવાનું જાણવા મળ્યું છે. સૂત્રો અનુસાર અદનાન અહમદને તેના સેફ હાઉસ બહાર ગોળી મારવામાં આવી. ફાયરિંગ બાદ તેને ચોરીચુપેથી પાકિસ્તાન સેનાની કરાંચી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. 5 ડિસેમ્બરે તેનું મોત થઈ ગયુ હતુ. હંજલાએ હાલમાં જ પોતાનુ ઓપરેશન બેઝ રાવલપિંડીથી કરાંચીમાં શિફ્ટ કર્યું હતુ.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
પાકિસ્તાનનાં આતંકવાદીને નિશાન બનાવ્યાની આ પહેલી ઘટના નથી. આ પહેલા પણ મુફ્તિ કેસર ફારુક, આલિસ્તાની આતંકી પરમજીત સિંહ પંજવડ, એજાજ અહમદ અહંગર, બશિર અહમદ પીર સહિતના ઘણાં આતંકવાદીઓને હુમલાખોરે ઠાર કર્યાં છે.
મોસ્ટ વોન્ટેડ આતંકી શાહિદ લતિફની હત્યા પણ કરવામાં આવી હતી. અજાણ્યા હુમલાખોરોએ લતિફની સિયાલકોટમાં ગોળી મારી હત્યા કરી નાખી હતી. લતિફ 2016માં પઠાન કોટ એર ફોર્સ સ્ટેશન પર હુમલાનો માસ્ટર માઇન્ડ હતો. તે સ્ટેશન પર હુમલો કરનાર ચાર આતંકવાદીઓને પાકિસ્તાનમાં રહીને નિર્દેશ આપી રહ્યો હતો.