Amit Shah Fake Video : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ફેક વિડિયો મામલે પોલીસ એક્શન મોડમાં છે. આ મામલે આસામ પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી છે. જ્યારે તેલંગાણાના મુખ્યમંત્રીને પણ આ વિડિયો શેઅર કરવો ભારે પડ્યો છે.
આ પણ વાંચો – ગુજરાત ATSનો સપાટો, મધદરિયે વધુ એક ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ
Amit Shah Fake Video : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ફેક વિડિયોને શેઅર કરવાને લઈ સોમવારે (29 એપ્રિલ) એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. આસામના સીએમ હેમંત બિસ્વ સરમાએ ટ્ટીટ કરી આ વિશે જાણકારી આપી છે. સીએમ હેમંતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરી છે કે પોલીસે રીતોમ સિંહ નામના એક વ્યક્તિની ધરપકડ કરી છે. આ શખ્સે અમિત શાહના આરક્ષણ પર બનાવામાં આવેલો એડિટેડ વિડિયો શેઅર કર્યો હતો.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
આ પહેલા દિલ્હી પોલીસે આ મામલે એક એફઆઈઆર નોંધી છે. આ મામલે તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીને પોલીસ દ્વારા નોટિસ મોકલવામાં આવી છે. સાથે જ તેને પોતાનો પક્ષ રાખવા માટે પોતાનો ફોન પણ લઈ આવવા કહ્યું છે.
એડિટેડ વિડિયોમાં શું હતુ?
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહનો એક એડિટેડ વિડિયો સોશિયલ મીડિાયમાં વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વિડિયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે, કે અમિત શાહ એસસી, એસટી અને ઓબીસી અનામતને ખતમ કરવાની વાત કહી રહ્યાં છે. જો કે, પીટીઆઈના ફેક્ટ ચેકમાં આ વિડિયો ફેક સાબિત થયો. આ વિડિયોને એડિટ કરીને વાયરલ કરવામાં આવ્યો છે.
શું બોલ્યા હતા અમિત શાહ?
જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા અમિત શાહ ચૂંટણી સભા સંબોધવા માટે તેલંગાણા ગયા હતા. અહીં તેઓએ કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું હતુ કે બીજેપીની સરકાર બનશે તો ગેરબંધારણીય મુસ્લિમ અનામત નાબૂત થશે. તેઓએ કહ્યું કે તેલંગાણાના એસસી, એસટી અને ઓબીસીનો આ અધિકાર છે. જે તેને મળશે જ.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
કોંગ્રેસના ઘણાં નેતાઓએ શેઅર કર્યો વિડિયો
તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડી સહિત ઘણા કોંગ્રેસ નેતાઓએ આ એડિટેડ વિડિયો શેઅર કર્યો હતો. આ એડિટેડ વિડિયોની બીજેપી અને કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા ફરિયાદ નોંધાવામાં આવી હતી. ત્યાર બાદ પોલીસ એક્શન મોડમાં આવી અને દિલ્હી પોલીસે એફઆઈઆર નોધી હતી. જ્યારે આસામ પોલીસે આ મામલે રીતોમ સિંહ નામના એક શખ્સની ધરપકડ કરી છે.