Dinesh Rathod, Gujarat, Khabri media
Jamnagar: જામનગર નજીક દોઢ લાખની ચોરીમાં પંચ-બી પોલીસે મઘ્યપ્રદેશ સુધી તપાસ લંબાવીને આરોપીને 1.41 લાખની રોકડ સાથે પકડી પાડી વધુ પુછપરછ હાથ ધરી છે. જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુએ જામનગર જીલ્લામાં દાખલ થયેલ ચોરીના ગુના તાત્કાલીક શોધી કાઢી આરોપીને પકડી પાડી ચોરીમાં ગયેલ મુદામાલ રિકવર કરી ફરીયાદીને પરત અપાવવા સુચના કરવામાં આવેલ હતી.
ખબરી મીડિયાના Whatsapp ગ્રુપને ફોલો કરવા માટે tau.id/2iy6f Link પર ક્લિક કરો.
તેમજ ગ્રામ્યના નાયબ પોલીસ અધિક્ષક ડી.પી. વાઘેલા તથા સર્કલ પીઆઇ પી.એલ. વાઘેલાના માર્ગદર્શન મુજબ પંચ-બી ડીવીઝન પોલીીસ સ્ટેશનમાં દાખલ થયેલ કલમ 380, 454, 457નો ગુનો ડિટેકટ કરી ચોરીમાં ગયેલ મુદામાલ રીકવર કરવા અંગે ખાનગી બાતમીદારોથી સોર્સ મેળવી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.
આ દરમિયાન પંચ-બી ડીવીઝનના એએસઆઇ વી.ડી. રાવલીયા તથા પો. કોન્સ. સુમિતભાઇ શિયાર, ભયપાલસિંહ જાડેજા, મેહુલભાઇ વિસાણીએ સીસીટીવી ફુટેઝ નિહાળી તેમજ ખાનગી બાતમીદારોના સોર્સ દ્વારા હકીકત મળેલ કે ચોરી થયેલ રોકડા રુપીયા લઇ વીપીન ઉમાકાંત બડગનીયા રહે. રસોટા ગામ, તા. પટેરા, દાહોદ (એમ.પી.) વાળો પોતાના વતનમાં જતો રહેલ છે.
આ પણ વાંચો: ગોંડલના મસીતાળામાં બે માસુમ બાળકીઓ સાથે કૂવામાં ઝંપલાવતી માતા
જેથી પંચ-બીનો સ્ટાફ મઘ્યપ્રદેશ ખાતે જઇ સ્થાનીક પોલીસની મદદ મેળવી આરોપીને પકડ ચોરી થયેલ રૂ.1,41,300નો મુદામાલ રીકવર કરી આગળની કાર્યવાહી ચલાવી રહયા છે.
દેશ અને દુનિયાની અન્ય ઘટનાઓ વિશેની માહિતી માટે બન્યા રહો અમારી વેબસાઇટ www.khabrimedia.com પર.