Dinesh Rathod, Khabri Gujarat
Pralay Missile, Balasore (Odisha): ભારતે મંગળવારે ઓડિશાના દરિયાકાંઠે અબ્દુલ કલામ દ્વીપ (Abdul Kalam Island) પરથી તેની સપાટીથી સપાટી પર માર મારનાર શોર્ટ રેન્જ બેલિસ્ટિક મિસાઈલ (SRBM) ‘પ્રલય’ (Pralay Missile)નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું.
આ વિશે માહિતી આપતા એક સંરક્ષણ અધિકારીએ મીડિયાને જણાવ્યું હતું કે આ મિસાઇલ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (Defence Research and Development Organisation) દ્વારા વિકસાવવામાં આવી છે.આ મિસાઈલ સવારે લગભગ 9.50 વાગ્યે લોન્ચ કરવામાં આવી હતી. આ સમયગાળા દરમિયાન મિસાઇલે તેના તમામ મિશન ઉદ્દેશ્યો સિદ્ધ કર્યા હતા.
આ પણ વાંચો: STના કર્મચારીઓની દિવાળી સુધરી, મળ્યો 30 ટકા સુધી પગાર વધારો
‘પ્રલય’ મિસાઈલની વિશેષતાઓ:
પ્રલય 350-500 કિમીની રેન્જ સાથેની ટૂંકી રેન્જ, સપાટીથી સપાટી પર પ્રહાર કરતી મિસાઇલ છે.
તેની લોડ ક્ષમતા 500-1,000 કિગ્રા છે.
પ્રલય મિસાઈલ પૃથ્વી સંરક્ષણ વાહન પર આધારિત ઘન ઈંધણ અને યુદ્ધક્ષેત્રની મિસાઈલ છે.
પ્રલયને વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) અને નિયંત્રણ રેખા (LOC) પર તૈનાત કરવા માટે વિકસાવવામાં આવી છે.
પ્રલય મિસાઈલની તુલના ચીનની ‘ડોંગ ફેંગ 12’ અને રશિયાની ‘ઈસ્કંદર’ સાથે કરી શકાય છે, જેનો ઉપયોગ યુક્રેન સાથે ચાલી રહેલા યુદ્ધમાં કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: PM મોદીએ મહિલા હોકી ટીમનો વધાર્યો ઉત્સાહ, ગોલ્ડ મેડલ જીતવા બદલ પાઠવ્યા અભિનંદ