Gandhinagar : રાજ્યના ચારેય ઝોનમાં સુપર સ્પેશ્યાલિસ્ટ સુવિધાઓથી સજ્જ મેડિસિટીનું નિર્માણકાર્ય યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. જેમાં કિડની , કેન્સર, હ્રદય રોગ, માતૃ અને બાળરોગ સહિતની સુપર સ્પેશ્યાલિસ્ટ સેવાઓ ઉપલબ્ધ બનશે.
આ પણ વાંચો – અમદાવાદ-ધોળકા હાઇવે પર ભીષણ અકસ્માત, 5ના મોત
હવે પહેલાની જેમ સૌરાષ્ટ્રવાસીઓને જટિલ રોગોની સારવાર માટે અમદાવાદનો ધક્કો નહિ થાય. કેમ કે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ (Rushikeshbhai patel) એ ગુજરાત વિધાનસભામાં મેડિસિટી સંદર્ભે પૂછાયેલ પ્રશ્નના ઉત્તરમાં જણાવ્યું છે કે, રાજ્યના ચારેય ઝોનમાં સુપરસ્પેશ્યાલિસ્ટ સેવા-સુવિધા અને વિશ્વ સ્તરીય સારવાર ઉપલબ્ધ કરાવતી મેડિસિટી (Medicity)નું નિર્માણકાર્ય યુદ્ધના ધોરણે આરંભવામાં આવ્યું છે. ચારેય જોનમાં અંદાજિત રૂ. 3500 કરોડના ખર્ચે મેડિસિટી નિર્માણ પામી રહી છે
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
આરોગ્ય મંત્રી (Health Minister)એ જણાવ્યું કે અમદાવાદ, વડોદરા, સુરત, જામનગર અને રાજકોટ જિલ્લામાં અંદાજિત કુલ રૂ. 3500 કરોડના ખર્ચે મેડિસિટી નિર્માણ પામી રહી છે. અમદાવાદમાં અંદાજિત રૂ.910 કરોડ, વડોદરામાં રૂ. 561.45 કરોડ, સુરતમાં રૂ. 204.70 કરોડ, જામનગરમાં રૂ. 864.17 કરોડ અને ભાવનગરમાં રૂ. 1003.99 આમ અંદાજિત કુલ રૂ. 3544.45 કરોડના ખર્ચે વર્લ્ડ ક્લાસ ફેસિલીટીથી સજ્જ મેડિસિટી નિર્માણ પામી રહી છે.
જેના અંતર્ગત અમદાવાદ સિવિલ હોસ્પિટલ (Ahmedabad Civil Hospital) ખાતે જન્મ જાત બાળકોના ખોડખાપણને લગતા રોગો, વૃદ્ધ લોકોને લગતા રોગો, મગજ અને જ્ઞાનતંતુના રોગોની સુપર સ્પેશિયાલિસ્ટ સારવાર મળશે. વડોદરા એસ.એસ.જી. હોસ્પિટલ (Vadodara SSG Hospital) ખાતે હૃદય, કિડની, આંખને લગતા રોગની સારવાર તેમજ નવી સિવિલ હોસ્પિટલ, સુરત (Surat New Civil Hospital) ખાતે હૃદય, કિડની, મૂત્રાશયના રોગ, મગજ અને જ્ઞાનતંતુના રોગોની સરવાર અપાશે.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
જી.જી. હોસ્પિટલ, જામનગર (Jamnagar GG Hospital) ખાતે હૃદય રોગ, મૂત્રાશયના રોગો, પ્લાસ્ટીક સર્જરી, પેટના રોગો, સર ટી. હોસ્પિટલ, ભાવનગર (Bhavnagar) ખાતે હૃદય અને લોહીની નસોના રોગો, કિડની, મગજ અને જ્ઞાનતંતુના રોગોને લગતી સુપર સ્પેશિયાલિસ્ટ ઉપલબ્ધ બનશે. માત્ર ગુજરાત જ નહિ પરંતુ પડોશી રાજ્યોના દર્દીઓને પણ મેડિસિટીમાં ઉપલ્બધ સારવાર અને સેવાઓનો લાભ મળી રહ્યો છે.