New WFI Body Suspend : ભારતીય કુશ્તી સંઘના હાઇવોલ્ટેજ ડ્રામાનો આખરે અંત આવ્યો છે. રહી રહીને સરકારની સાન ઠેકાણે આવી હોય તેવું લાગી રહ્યું છે. હાલમાં જ ભારતીય કુશ્તી સંઘની ચૂંટણી થઈ હતી જેમાં બીજેપી સાંસદ બ્રિજભૂષણ સિંહની નજીકના મનાતા સંજય સિંહની જીત થતા મહિલા કુસ્તીબાજ સાક્ષી મલિકે કુશ્તીમાંથી સંન્યાસ લઈ લેતા ખળભળાટ મચી ગયો હતો. જેને લઈ હવે સરકારે નવા કુશ્તી સંઘને રદ્દ કરી નાંખ્યું છે.
આ પણ વાંચો : ગુજરાતમાં કોંગ્રેસ નેતા વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ, જાણો શું છે મામલો?
તાજેતરમાં કુશ્તી સંઘની ચૂંટણીના પરિણામે આવ્યા બાદ મહિલા કુશ્તીબાજી ભાવુંક થઈ કુશ્તીમાંથી સંન્યાસ લઈ લેતા ભારતમાં આ ઘટનાના ભારે પડઘા પડ્યાં હતા. ચૂંટણી પરિણામમાં સાંસદ બ્રિજભૂષણના નજીક મનાતા સંજય સિંહની જીત થઈ હતી જ્યારે પહેલવાન અનિતા શ્યોરાણની હાર થઈ હતી. ત્યાર બાદ મહિલા કુશ્તીબાજ સાક્ષી મલિકે રડતા રડતા કુશ્તીમાંથી સંન્યાસ લઈ લીધો હતો. તેઓએ એક પ્રેસકોન્ફરન્સમાં કહ્યું હતુ કે બ્રિજભૂષણ જેવો જ અન્ય વ્યક્તિ કુશ્તી સંઘનો અધ્યક્ષ બની ગયો છે. ઉપરાંત સંજય સિંહના ચૂંટાયા બાદ બજરંગ પુનિયાએ પણ વડાપ્રધાન આવાસ સામે પોતાનો પદ્મશ્રી રાખી વિરોધ વ્યક્ત કર્યો હતો અને એક ચિઠ્ઠી પણ લખી હતી. કુશ્તીબાજોની માંગને જોતા હવે સરકારે કુશ્તી સંઘને જ રદ્દ કરી દીધું છે.
ખેલ મંત્રાલય દ્વારા કુશ્તી સંઘને રદ્દ કરતા સંજય સિંહ દ્વારા લેવાયેલા તમામ નિર્ણયો પર પણ રોક લગાવી છે. રમત ગમત વિભાગે આગામી આદેશ સુધી કોઇપણ પ્રકારની કામગીરી પર રોક લગાવી છે. WFIને લઈ આપવામાં આવેલા નિર્દેશોમાં કહેવાયું છે કે એવું લાગે છે કે જાણે જુના પદાધિકારી જ તમામ નિર્ણય લઈ રહ્યાં છે.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
જાણો શું હતો સમગ્ર મામલો?
આખા ઘટના ક્રમની શરૂઆત 18 જાન્યુઆરી 2023થી થઈ હતી. જેમાં વિનેશ ફોગાટ, સાક્ષી મલિક અને બજરંગ પૂનિયા સહિત અનેક પહેલવાનો દિલ્હીના જંતર મંતર મેદાન ખાતે પહોંચ્યા હતા.
તેઓએ સાંસદ અને કુસ્તી સંઘના અધ્યક્ષ બ્રિજભૂષણ અનેક ગંભીર આરોપો લગાવ્યાં હતા.
આ વિરોધ પ્રદર્શન ઘણાં અઠાવાડિયા સુધી ચાલ્યુ. ત્યાર બાદ રમત વિભાગ એક્શનમાં આવ્યું હતું.
મંત્રાલય દ્વારા કુશ્તી સંઘને 72 કલાકની અંદર આરોપોને લઈ જવાબ આપવા નોટિસ મોકલી, તેના જવાબમાં સંઘ પહેલાવાના આરોપોનું ખંડન કરતા કહ્યું કે તેની પાસે જાતીય શોષણનો એકપણ કેસ નથી આવ્યો.
ખેલાડીઓએ બ્રિજભૂષણ સિંહ વિરુદ્ધ ફરિયાદ કરી પણ તેની વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી નહિ.
ખેલાડીઓએ સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવતા દિલ્હી પોલીસે આ મામલે બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ બે એફઆઈઆર નોંધી.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
તે દરમિયાન મે મહિનામાં આખરે ખેલાડીઓએ પોતાના મેડલ હાથોમાં લઈ ગંગામાં વહેડાવવા માટે હક કી પૌડી પહોંચ્યા, જો કે કિસાન નેતા રમેશ ટિકેત સાથે વાતચિક કરતા તેઓએ પોતાનો નિર્ણય ટાળ્યો હતો.
ત્યાર બાદ જ્યાં સુધી બ્રિજભૂષણ રાજીનામું ન આપે અને તેની ધરપકડ ન થાય ત્યાં સુધી ધરણાં શરૂ રાખવાની ખેલાડીઓએ જીદ્દ પકડી.
એપ્રિલ મહિનામાં શરૂ થયેલા ધરણાં આશરે એક મહિના સુધી ચાલ્યા તે દરમિયાન ઘણાં વિપક્ષી નેતાઓએ પહેલવાનોની મુલાકાત લીધી.
એક મહિના બાદ 28 મેએ ધરણાં પર રહેલા પહેલવાનોને જંતર મંતર મેદાનમાંથી જબરદસ્તી હટાવી પ્રદર્શનને અંત કરવામાં આવ્યો.
આ પણ વાંચો : ઈલેક્ટ્રિક વાહનોને લઈ નિતિન ગડકરીનું મોટું નિવેદન
ઘણા ખેડૂત સંગઠનો અને ખાપ પંચાયતો કુસ્તીબાજોના સમર્થનમાં બહાર આવ્યા અને વિરોધની જાહેરાત કરી.
બાદમાં 7 જૂને કુસ્તીબાજો રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરને મળ્યા હતા.
છ કલાકની લાંબી વાતચીત બાદ અનુરાગ ઠાકુરે કહ્યું કે બીજેપી સાંસદ અને રેસલિંગ ફેડરેશનના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ ચાલી રહેલી તપાસ 15 જૂન સુધીમાં પૂરી થઈ જશે.
ખેલાડીઓએ માગણી કરી હતી કે આ કેસની તપાસ 15 જૂન સુધીમાં પૂરી કરી ચાર્જશીટ દાખલ કરવી જોઈએ. ઉપરાંત, એવી માંગ પણ કરવામાં આવી હતી કે આઉટગોઇંગ પ્રેસિડેન્ટ બ્રિજભૂષણ શરણ સિંહ અને તેમની સાથે જોડાયેલા લોકોએ ચૂંટાયા પછી સંઘમાં જોડાવું જોઈએ નહીં.
ખેલાડીઓની એક માંગ હતી કે મહિલાને રેસલિંગ ફેડરેશનની પ્રમુખ બનાવવામાં આવે.