Guajarat Weather : ખેડૂતો માટે એક ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યાં છે. હવામાન વિભાગે ગુજરાતના હવામાનને લઈ મોટી આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર ભરશિયાળે રાજ્યમાં ચોમાસા જેવો માહોલ સર્જાઈ શકે છે. હવામાન વિભાગે આગામી 5 દિવસ બાદ કમોસમી વરસાદની આગાહી કરી છે.
આ પણ વાંચો : અયોધ્યામાં રામ મંદિરઃ પ્રાણ પ્રતિષ્ઠા સમયની જાહેરાત, અભિજિત મુહૂર્ત
હાલ રાજ્યમાં ફુલબહારમાં મોસમ ખીલી છે. ખેડુતોએ શિયાળું પાકનું વાવેતર શરૂ કરી દીધુ છે. ત્યારે ગુજરાતના ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગે રાજ્યમાં આગામી પાંચ દિવસ બાદ કમોસમી વરસાદની આગાહી કરી છે. 25 અને 26 તારીખે ગુજરાતમાં કમોસમી વરસાદ વરસશે એવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો : હવે ૨૪ કલાક નહિ પણ એટલા સમય માટે ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી મૂકી શકશો
હવમાન વિભાગ અનુસાર તારીખ 24થી ડિસેમ્બરની શરૂઆત સુધી રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે. આજે આ વાતાવરણ શિયાળુ પાકો માટે સાનુકુળ માનવામાં આવે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર ઉત્તર અને દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં માવઠુ પડે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.