Maruti Car Price Hike : મારુતિ સુઝુકીએ કોમોડિટી કોસ્ટ અને કોસ્ટ પ્રાઇસમાં થયેલા વધારાનું કારણ આપી કારની કિંમત (Car Price Hike) વધારવાની જાહેરાત કરી છે. મારુતિ સુઝુકી (Maruti Suzuki) ઉપરાંત, ઓડીએ પણ તાજેતરમાં જાહેરાત કરી હતી, કે તે જાન્યુઆરીથી તેના વાહનોની કિંમતોમાં વધારો કરશે.
Web Story : 2 લાખથી ઓછી કિંમતમાં મળે છે આ 5 ધાંસુ બાઇક્સ
નવા વર્ષથી ભાવ વધારો થશે લાગુ
દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકીએ મોટો ઝટકો આપ્યો છે. મારુતિ સુઝુકીએ જાહેરાત કરી છે કે તે કારની કિંમતોમાં વધારો કરશે. આ કિંમત વધારો 1 જાન્યુઆરી, 2024થી લાગુ થશે. એક અખબારી યાદીમાં મારુતિ સુઝુકીએ જણાવ્યું હતું કે કોમોડિટીની કિંમતો અને ઈનપુટ ખર્ચમાં વધારાને કારણે કંપનીએ આ નિર્ણય લેવો પડ્યો છે.
ખબરી ગુજરાતની વ્હોટ્સઍપ ચેનલમાં જોડાવા માટે અહીં ટેપ કરો.
તમામ મોડલમાં થશે ભાવ વધારો
કંપનીએ વધુમાં જણાવ્યું હતું કે ખર્ચ ઘટાડવા અને કિંમતોમાં થયેલા વધારાને વળતર આપવાના પ્રયાસો કરવા છતાં કેટલીક કાર ખરીદતી વખતે ગ્રાહકોને ભાવવધારો સહન કરવો પડી શકે છે. એવું માનવામાં આવે છે કે મારુતિના તમામ મોડલ્સની કિંમતોમાં વધારો થઈ શકે છે, જો કે, કાર નિર્માતાએ હજી સુધી તેના મોડલ્સ પર ચોક્કસ વધારાની જાહેરાત કરી નથી.
એપ્રિલ મહિનામાં કર્યો હતો ભાવ વધારો
કિંમતમાં વધારો દરેક મોડલમાં અલગ-અલગ થવાની ધારણા છે. મારુતિ સુઝુકીએ છેલ્લે 1 એપ્રિલ, 2023ના રોજ તેની તમામ કારના ભાવમાં 0.8%નો વધારો કર્યો હતો. મારુતિ સુઝુકી ઉપરાંત અન્ય કેટલાક ઓટોમોબાઈલ ઉત્પાદકોએ પણ ભાવવધારાની જાહેરાત કરી છે, તાજેતરમાં જ જર્મન લક્ઝરી કાર ઉત્પાદક ઓડીએ પણ કિંમતોમાં વધારો કરવાની જાહેરાત કરી હતી.
ઓડી કારની કિંમતમાં પણ થશે વધારો
વધતા ઈનપુટ ખર્ચ અને ઓપરેટિંગ ખર્ચને ટાંકીને, ઓડીએ કહ્યું હતું કે તે જાન્યુઆરી 2024 થી ભારતમાં તેના વાહનોની કિંમતોમાં 2% સુધીનો વધારો કરશે. ઓડી ઈન્ડિયાએ જણાવ્યું હતું કે કિંમતમાં વધારો 1 જાન્યુઆરી, 2024થી લાગુ થશે અને તે તમામ મોડલ રેન્જમાં લાગુ પડશે.
આ પણ વાંચો : શા માટે ગાઝામાં યુદ્ધ બીજા વિશ્વ યુદ્ધ કરતાં વધુ ભયાનક છે
નોંધનીય છે કે સામાન્ય રીતે દર વર્ષે વાહન ઉત્પાદક કંપનીઓ નવા વર્ષની શરૂઆત પહેલા તેમના વાહનોના ભાવ અપડેટ કરે છે. જો કે, આ વધારો ખૂબ જ ઓછો છે અને સામાન્ય રીતે મારુતિ સુઝુકી જેવી બ્રાન્ડની કારની કિંમતમાં રૂ. 20 હજાર સુધીનો વધારો જોવા મળે છે. જો કે મારુતિ સુઝુકી આ વખતે કારની કિંમતમાં કેટલો વધારો કરે છે તે જોવું રહ્યું.