ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો શંખનાદ, રાજ્યમાં 26 કાર્યાલયનું ઉદ્ઘાટન

ખબરી ગુજરાત રાજકારણ
Spread the love

Loksabha Election 2024 : લોકસભા 2024ની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે ભાજપે તડામાર તૈયારી આરંભી દીધી છે. તેના ભાગરૂપે આજે જે.પી. નડ્ડા ગુજરાતની એક દિવસની મુલાકાતે આવ્યાં છે. મુલાકાત દરમિયાન તેઓએ ગાંધીનગર ખાતે લોકસભા કાર્યાલયનું ઉદ્ધાટન કર્યું હતુ.

આ પણ વાંચો : જુનાગઢમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી, ડોગ શોમાં શ્વાનના દિલધડક સ્ટંટ

PIC – Social Media

Loksabha Election 2024 : લોકસભાની ચૂંટણી નજીક આવતા જ ભાજપમાં દોડધામ શરૂ થઈ ગઈ છે. રાજ્યની 26 લોકસભા બેઠકો પર ભાજપે કાર્યાલયને ખુલ્લા મુકી ચુંટણીનો શંખનાદ કરી દીધો છે. આપને જણાવી દઈએ કે ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા (JP Nadda) પણ એક દિવસની ગુજરાત મુલાકાત (Gujarat Visit) આવ્યાં છે. અહીં તેઓએ ગાંધીનગર લોકસભા કાર્યાલયનું ખુલ્લું મુક્યા બાદ બાકીના 25 કાર્યાલયનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતુ. આ પ્રસંગે સીએમ પટેલ (Bhupendra Patel) અને પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ (CR Patil) સહિત મોટા નેતાઓ હાજર રહ્યાં હતા.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

લોકસભા ચૂંટણી 2024 (Loksabha Election 2024) ને લઈ તમામ પાર્ટીઓ એડીચોડીનું જોર લગાવી રહી છે અને રણનીતિ બનાવી રહી છે. જેને લઈ પ્રદેશનાં નેતાઓ દ્વારા બેઠકોનો દોર શરૂ કર્યો છે. આવતીકાલે ગાંધીનગર કમલમ ખાતે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ બેઠકમાં ઉપસ્થિત રહેશે. બેઠકમાં આગામી દિવસોમાં યોજાનારા કાર્યક્રમો અને આયોજનો સંદર્ભે બેઠક બોલાવામાં આવી છે. આ બેઠકમાં તમામ જીલ્લાનાં ધારાસભ્યો, સાંસદો, લોકસભા સીટ ઈન્ચાર્જ, પ્રભારી અને કલસ્ટર ઈન્ચાર્જ પણ હાજર રહેશે. તેમજ જિલ્લા અને મહાનગર પ્રમુખ સહિતના હોદ્દેદારોની ઉપસ્થિતિ રહેશે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

નોંધનીય છે કે માર્ચના બીજા સપ્તાહ સુધીમાં કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા લોકસભા ચૂંટણી 2024ની ચુંટણીની જાહેરાત થાય તેવી શક્યતા છે. ભાજપે ચૂંટણી પ્રચાર અને વ્યવસ્થાની તૈયારીઓ શરૂ કરી દીધી છે અને હવે ચૂંટણી પ્રચાર કાર્યાલયો ખોલવામાં આવી રહ્યા છે. આજે સવારે રાષ્ટ્રીય અધ્યક્ષ સવારે જલસા પાર્ટી પ્લોટ થલતેજ ખાતે ગાંધીનગર લોકસભા મતવિસ્તારના ભાજપ પક્ષના કાર્યાલયને ખુલ્લુ મુકયુ હતુ. આ પ્રસંગે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ પ્રસંગે ઉપસ્થિત રહયા હતા.

આ પણ વાંચો : ફાસ્ટેગને લઈ મોટા સમાચાર, 31 જાન્યુઆરી સુધીમાં કરી લેજો અપડેટ

સીઆર પાટિલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતુ કે, 5 લાખની લીડથી જીતવું છે. ગુજરાતને બીજેપીનો ગઢ ગણાવામાં આવે છે. ત્યારે પીએમ મોદી આ વખતે લોકસભાની 26માંથી 26 બેઠકો જીતી હેટ્રિક બનાવશે. એટલા માટે જ ટાર્ગેટ અઘરા નક્કી કર્યાં છે. તમામની મહેનત રંગ લાવે છે અને ટાર્ગેટ પૂરા કરી શકીએ છીએ.