Gandhinagar : ગુજરાતમાં વધુ એકવાર લઠ્ઠાકાંડનું ભૂત ધુણ્યું હોવાની આશંકા સેવાઈ રહી છે. ગાંધીનગર જિલ્લામાં દારૂ પીધા બાદ 2 લોકોના મોત થયા છે, જ્યારે અન્ય 3 લોકોની હાલત ગંભીર બતાવાઈ રહી છે. ઘટનાની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સાથે પોલીસે ઘટના સ્થળે ધામા નાખ્યાં છે.
આ પણ વાંચો : કાનપુર-પ્રયાગરાજ મેમુ ટ્રેન ટ્રાયલ રનમાં પાટા પરથી ઉતરી, ખોરવાયો દિલ્હી-હાવડા રૂટ
ગુજરાતમાં વધુ એકવાર લઠ્ઠાકાંડની આશંકા સેવાઈ રહી છે. ગાંધીનગરના દેહગામના લિહોડા ગામમાં દેશીદારૂનો કહેર સામે આવ્યો છે. લિહોડા ગામમાં દેશી દારૂને કારણે બે લોકોના મોત થયા છે. જ્યારે અન્ય ત્રણ લોકોને ગંભીર હાલતમાં ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં છે. ઘટનાની જાણ થતા પોલીસે સમગ્ર મામલાની તપાસ શરૂ કરી છે.
મળતી માહિતી પ્રમાણે, ઉત્તરાયણના દિવસે ગાંધીનગરના દેહગામના લિહોડા ગામે દેશી દારૂ પીધા બાદ બે લોકોના મોત થયા છે. આ સાથે અન્ય સાત લોકોને અસર થતા તેમની સારવાર શરૂ કરવામાં આવી છે. સારવાર હેઠળ પૈકીના ત્રણ લોકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યુ છે. રખિયાલ પોલીસ દ્વારા ખાનગી રાહે બુટલેગરોની તપાસ શરૂ કરવામાં આવી રહી છે.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
ઘટનાની ગંભીરતા જોતા રેન્જ આઈજી અને જિલ્લા પોલીસવડાએ સઘન તપાસ હાથ ધરી છે. એસપીના જણાવ્યું કે ઘટના બાદ લીધેલા સેમ્પલમાં મીથેનોલ હાજરી ન હોવાનો ખુલાસો થયો છે. વધુમાં જણાવ્યું હતુ કે મૃત્યુપામનાર બંને લોકો લાંબા સમયથી દારુનું સેવન કરી રહ્યાં હતા. હાલ તો પોલીસે લિહોડા ગામે 108ની ટીમને સ્ટેન્ડબાય રાખી છે.
દારૂના કારણે મૃત્યુ પામનારની ઓળખ કાનજી ઉમેદ સિંહ ઉં. વર્ષ 42 અને વિક્રમસિંહ રંગતસિંહ ઉં. વર્ષ 36 તરીકે કરવામાં આવી છે. આ સિવાય અન્ય આઠ લોકોને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં દારુનું ઉત્પાદન, વેચાણ કે સેવન પર કાયદાકીય રીતે પ્રતિબંધિત છે. જોકે આમ છતાં દરરોજ દારૂની હેરાફેરીના સમાચારો સામે આવતા રહે છે. અનેકવાર લઠ્ઠાકાંડની નાની-મોટી ઘટનાઓ સામે આવતી રહે છે. દેશી દારૂને વધારે નશીલો બનાવવાના ચક્કરમાં તે ઝેરી બની જાય છે.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
દારુને વધુ નશાકારક બનાવા માટે તેમાં ઑક્સિટોસિન ભેળવી દેવામાં આવે છે, જે મૃત્યુનું કારણ બને છે. ઓક્સિટોસિનથી નપુંસકતા અને નર્વસ સિસ્ટમ સાથે જોડાયેલી ઘણા પ્રકારની બીમારીઓ થઈ શકે છે. તેના સેવનથી આંખોમાં બળતરા, ખંજવાળ અને પેટમાં બળતરા થઈ શકે છે. આ સિવાય લાંબેગાળે આંખોની રોશની પણ જઈ શકે છે. દેશી દારૂમાં યુરિયા અને ઓક્સિટોસિન જેવા કેમિકલ પદાર્થ ભેળવવાથી મિથાઇલ આલ્કોહોલ બની જાય છે જે લોકોના મોતનું કારણ બને છે.