Land For Job Scam : લેન્ડ ફોર જોબ સ્કેમ કેસમાં લાલુ પરિવારની મશ્કેલીમાં વધારો થયો છે. ઈડીએ આ મામલે રાબડી દેવી સહિત આરોપીઓને સમન્સ મોકલ્યું છે. ઈડીએ આ મામલે 4751 પેજની ચાર્જશીટ દાખલ કરી છે.
આ પણ વાંચો : સાઉથની ફિલ્મ ‘કંગુવા’માં જોવા મળશે ‘બોબી’, જુઓ ખૂંખાર લૂક
Land For Job Scam : લેન્ડ ફોર જોબ સ્કેમ કેસમાં લાલુ પરિવારની (Lalu Prasad Yadav) મશ્કેલીમાં વધારો થયો છે. લેન્ડ ફોર જોબ સ્કેમમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ની ચાર્જશીટને ધ્યાનમાં લેતા, દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે આરોપી રાબડી દેવી, મીસા ભારતી, હેમા યાદવ, હૃદયાનંદ ચૌધરી અને અન્યને સમન્સ જારી કર્યા છે. મની લોન્ડરિંગના આરોપમાં દાખલ કરવામાં આવેલી EDની ચાર્જશીટ પર આ સમન્સ મોકલવામાં આવ્યું છે.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
રાઉઝ એવન્યુ કોર્ટે તમામ આરોપીઓને 9 ફેબ્રુઆરીએ હાજર થવાનો આદેશ આપ્યો છે. EDએ આ કેસમાં 4751 પેજની ચાર્જશીટ દાખલ કરી છે. લેન્ડ ફોર જોબ કેસમાં EDની આ પ્રથમ ચાર્જશીટ છે. ઈડીએ મની લોન્ડરિંગ કેસમાં કુલ સાત લોકોને આરોપી બનાવ્યા છે. સાત આરોપીઓમાં રાબડી દેવી, મીસા ભારતી, હેમા યાદવ, હૃદયાનંદ ચૌધરી, અમિત કાત્યાલ અને બે કંપનીઓ એકે ઈન્ફોસિસ્ટમ અને એબી એક્સપોર્ટને આરોપી તરીકે રાખવામાં આવ્યા છે.
EDએ કોર્ટમાં શું કહ્યું?
સુનાવણી દરમિયાન EDએ કહ્યું હતું કે આરોપી અમિત કાત્યાલે વર્ષ 2006-07માં એકે ઈન્ફોસિસ્ટમ નામની કંપની બનાવી હતી. કંપની આઈટી સાથે સંબંધિત હતી. EDએ કોર્ટને જણાવ્યું હતું કે કંપનીએ વાસ્તવમાં કોઈ વ્યવસાય કર્યો નથી, પરંતુ તેણે અનેક પ્લોટ ખરીદ્યા છે. આ પૈકીનો એક પ્લોટ નોકરી માટે જમીન કૌભાંડ દ્વારા હસ્તગત કરવામાં આવ્યો હતો.
એક્સપોર્ટનો વ્યવસાય કરવા માટે એબી કંપની બનાવી
આ જ કંપનીને 2014માં રાબડી દેવી અને તેજસ્વી યાદવના નામે 1 લાખ રૂપિયામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. જ્યારે, એબી એક્સપોર્ટ કંપનીની રચના 1996માં એક્સપોર્ટ બિઝનેસ કરવા માટે કરવામાં આવી હતી. વર્ષ 2007માં એબી એક્સપોર્ટ કંપનીએ પાંચ કંપનીઓ પાસેથી 5 કરોડ રૂપિયા મેળવી ન્યૂ ફ્રેન્ડ્સ કોલોનીમાં મિલકત ખરીદી હતી.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
EDએ કોર્ટને જણાવ્યું કે આ કેસમાં સાત પ્લોટ સામેલ છે. તેમાંથી રાબડી દેવી, હેમા યાદવ અને મીસા ભારતીએ પ્લોટ લીધા હતા, બાદમાં આ પ્લોટ વેચવામાં આવ્યા હતા. EDએ કોર્ટને કહ્યું છે કે આ કેસમાં માત્ર અમિત કાત્યાલની ધરપકડ કરવામાં આવી છે.