વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ તા.15મી નવેમ્બર 'જનજાતીય ગૌરવ દિવસ' થી શરૂ થયેલી રથયાત્રા વંચિત લાભાર્થીઓને યોજનાના લાભ આપવાના લક્ષ્યાંક સાથે આ યાત્રા ગામડાઓમાં ઠેર-ઠેર ભ્રમણ કરી રહી છે.

Kutch: માખેલ તથા કુરન ગામે વિકસિત ભારત સંકલ્પયાત્રા કાર્યક્ર્મ ઉજવાયો

ખબરી ગુજરાત ગુજરાત
Spread the love

Kutch News: રાપર તાલુકાના માખેલ ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પયાત્રા કાર્યક્ર્મ (Viksit Bharat Sankalpayatra program) ઉજવાયો હતો. કાર્યક્રમમાં સરકારની જનકલ્યાણકારી યોજનાઓ વિશે ગ્રામજનોને જાણકારી આપવામાં આવી હતી અને લાભાર્થીઓને યોજનાઓનો લાભ આપવામાં આવ્યો હતો.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ તા.15મી નવેમ્બર ‘જનજાતીય ગૌરવ દિવસ’ થી શરૂ થયેલી રથયાત્રા વંચિત લાભાર્થીઓને યોજનાના લાભ આપવાના લક્ષ્યાંક સાથે આ યાત્રા ગામડાઓમાં ઠેર-ઠેર ભ્રમણ કરી રહી છે. “વિકસિત ભારત સંકલ્પ યાત્રા “નો જાગૃતિ સંદેશ અને લાભો ગ્રામીણ સુધી પહોંચાડવા વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.

જે હેઠળ માખેલમાં કાર્યક્રમ દરમિયાન વિવિધ યોજનાના લાભાર્થીઓને સહાય અને કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સિવાય વિકસિત ભારત સંકલ્પની સામૂહિક પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. કાર્યક્રમમાં ગ્રામજનોએ પ્રધાનમંત્રીનો વીડિયો સંદેશ નિહાળ્યો હતો.

ઉપરાંત મેરી કહાની મેરી જુબાની હેઠળ લાભાર્થીઓએ સરકારની યોજનાઓ થકી તેમને મળેલા લાભો અંગે પોતાના અનુભવો વર્ણવી સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે આરોગ્ય નિદાન કેમ્પ યોજયો હતો. તેમજ ખેડૂતોને ખેતીવિષયક જાણકારી આપવામાં આવી હતી. કાર્યક્રમમાં ગામ અગ્રણીઓ,અધિકારીઓ,કર્મચારીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

કચ્છ જિલ્લાના સરહદી કુરન ગામે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા”નું હર્ષભેર સ્વાગત કરાયું

કચ્છ જિલ્લાના છેવાડાના નાગરિક સુધી કેન્દ્ર-રાજ્ય સરકારની ફ્લેગશીપ યોજનાઓનો લાભ મળે તેવા ઉદ્દેશ્યથી કચ્છ જિલ્લાના ગામે ગામ લોકસંદેશો પાઠવતી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ ભ્રમણ કરી રહી છે. જેમાં ભુજ તાલુકાના સરહદી કુરન ગામે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” પહોંચતા ગ્રામજનો દ્વારા યાત્રાનું ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સાથે વિવિધ યોજનાઓની માહિતી નાગરિકોને સ્ટોલ્સ, પ્રદર્શની, રથના માધ્યમથી પુરી પાડવામાં આવી હતી.

કાર્યક્રમમાં મેરી કહાની મેરી જુબાની હેઠળ કૃષિ વિભાગ, આરોગ્ય વિભાગ જેવી યોજનાના લાભાર્થીઓએ સરકારની યોજનાઓ થકી તેમને મળેલા લાભો અંગે પોતાના અનુભવો વર્ણવી સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.

તેમજ રાજ્ય તથા કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના સહિતની અનેકવિધ યોજનાના લાભાર્થીઓને મહાનુભવો હસ્તે લાભો એનાયત કરવામાં આવ્યા હતા. તેમજ ગ્રામજનોનું હેલ્થ સ્ક્રીનીંગ કરાયું હતું.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

આ પ્રસંગે ઉપસ્થિત સૌ નાગરિકોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં સહભાગી થવા તેમજ વિકસિત ભારત-2047ના સ્વપ્નને સાકાર કરવામાં પોતાની ભાગીદારી નોંધાવવા સંકલ્પબધ્ધ થયા હતા. આ પ્રસંગે પદાધિકારીઓ, અધિકારીઓ, કર્મચારીઓ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો: હું પોતે જ શ્રેષ્ઠ ઉદાહરણ છું – વાંચો, કયા સવાલના જવાબમાં પીએમ મોદીએ કહ્યું

દેશ અને દુનિયાની અન્ય ઘટનાઓ વિશેની માહિતી માટે બન્યા રહો અમારી વેબસાઇટ www.khabrimedia.com પર.