Kutch News: પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્માની કચેરી દ્વારા રાજ્યમાં પ્રાકૃતિક ખેતી વધે તથા ખેતી ખર્ચમાં ઘટાડો થાય અને ઉત્પાદનમાં વધારો થાય તથા ખેડૂતોની આવક બમણી થાય તે માટે સરકારની સૂચના મુજબ પ્રાકૃતિક કૃષિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
જે અંતર્ગત પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોને પ્રોત્સાહન મળે તથા વેચાણ વ્યવસ્થા ઉભી થાય અને ગ્રાહકોને ઝેરમુક્ત શાકભાજી, અનાજ, કઠોળ વગેરે નાગરિકોને મળી રહે તેવા ઉમદા હેતુથી શ્રી રામકૃષ્ણ ટ્રસ્ટ-કુકમા અને સાત્વિક સંસ્થા-માધાપરના સહયોગથી પ્રાકૃતિક કૃષિ પેદાશ વેચાણ કેન્દ્રનો પ્રારંભ વિવેકાનંદ પાર્ક શેરી નંબર-01, રિલાયન્સ મોલની બાજુવાળી શેરી, ભુજ હાટની સામે, ભાનુશાળીનગર, ભુજ ખાતે કરવામાં આવ્યો છે.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
તા. 12/12/2024ના રોજ સમય સાંજે 4:00 કલાકથી સાંજે 7:00 કલાક સુધી નાગરિકો અહીંથી પ્રાકૃતિક ખેતીથી ઉગાડેલા શાકભાજી તેમજ અન્ય પેદાશોની ખરીદી કરી શકશે.
આ પણ વાંચો: Article 370: કલમ 370 પર સુપ્રીમ કોર્ટના નિર્ણયથી કોંગ્રેસના આ વરિષ્ઠ નેતાની વધી ખુશી, ગણાવ્યાં અનેક ફાયદા
આ વેચાણ કેન્દ્ર અઠવાડીયામાં એક દિવસ એટલે દર મંગળવારે સાંજે 4:00 કલાકથી સાંજે 7:00 કલાક સુધી ખુલ્લું રહેશે. પ્રાકૃતિક કૃષિ પેદાશ વેચાણ કેન્દ્ર ખાતે કચ્છ જિલ્લાના દેશી ગાય આધારીત પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો કે કોઇપણ પ્રકારના રાસાયણિક ખાતર કે જંતુનાશક દવાઓના વપરાશ વગર ઉગાડેલા શાકભાજી, મસાલા, ફળપાકો, કઠોળ પાકો વિગેરે પેદાશોનું સીધુ વેચાણ કરશે. કચ્છની જનતાને આ પહેલનો લાભ લેવા પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્મા ભુજ કચ્છ દ્વારા જણાવાયું છે.
દેશ અને દુનિયાની અન્ય ઘટનાઓ વિશેની માહિતી માટે બન્યા રહો અમારી વેબસાઇટ www.khabrimedia.com પર.