Dinesh Rathod, Gujarat, Khabri media
Kutch: કચ્છ જીલ્લા કક્ષાએ પીસી પીએનડીટી એડવાઇઝરી કમિટીની બેઠક તા.25.10.2023ના રોજ પીસી પીએનડીટી ચેરપર્સન રેખાબેન દવેના અધ્યક્ષ સ્થાને મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીની ચેમ્બરમાં યોજવામાં આવેલ. આ મીટીંગમાં મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો.આર.આર.ફુલમાલી, ગેઈમ્સ જી.કે.જનરલ હોસ્પીટલનાના ગાયનોકોલોજીસ્ટ ડો.અશરફ મેમણ, નાયબ માહિતી નિયામક માહિતી ભુજના પ્રતિનિધિ ગૌતમ બી. પરમાર, પીસી પીએનડીટી એડવાઈઝરી કમિટિના સભ્ય કાન્તાબેન સોલંકી, તેમજ જીલ્લા આર.સી.એચ.અધિકારી ડો.જે.એ.ખત્રી, ઈ.ચા. જીલ્લા આઈ.ઈ.સી. ઓફીસર વી.ડી.ઠકકર, તાલુકા આરોગ્ય અધિકારી ભુજ, મુન્દ્રા, માંડવી, અંજાર, અબડાસા તેમજ જીલ્લા પંચાયતના અન્ય પીસી પીએનડીટી સ્ટાફ આ મીટીંગમાં હાજર રહેલ હતા.
મીટીંગની શરુઆત એપ્રોપ્રિએટ ઓથોરીટી અને મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીએ આ મીટીંગમાં પધારેલ સૌને આવકાર આપી ગત મીટીંગના મુદાઓની વાંચનની શરુઆત કરી તેમજ આજની મીટીંગમાં નવા રજીસ્ટ્રેશન માટે આવેલ અરજી (1) ફલેમિંગો મલ્ટીશ્પેસ્યાલીટી હોસ્પિટલ ભુજ (2) નખત્રાણા આયુષ હોસ્પિટલ એલ.એલ.પી.
(3) પટેલ હોસ્પિટલ માનકુવા (4) મુન્દ્રા આયુષ હોસ્પિટલ એલ.એલ.પી. ને તાલુકા આરોગ્ય અધિકારીનો સ્પષ્ટ અભિપ્રાય મળતા નવા રજીસ્ટ્રેશન તરીકે માન્યતા આપવામાં આવી તેમજ (5) એકોર્ડ મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલ ભુજની અરજીના અનુસંધાને તાલુકા આરોગ્ય અધિકારીશ્રીના ચેકલીસ્ટ આવ્યાથી રજીસ્ટ્રેશન અંગેની માન્યતા આપવામાં આવશે.
તેમજ રીન્યુઅલ રજીસ્ટ્રેશન તરીકે (1) ખ્યાતિ હોસ્પિટલ અંજાર (2)ક્રિષ્ણા મેટરનીટી હોસ્પિટલ રાપર (3) મહાવીર આરોગ્ય કેન્દ્ર રાપર (4) ગર્વમેન્ટ વેટેરનરી હોસ્પિટલ ભુજ (5) ગર્વમેન્ટ વેટેરનરી હોસ્પિટલ માંડવી (6) ગર્વમેન્ટ વેટેરનરી હોસ્પિટલ નખત્રાણા (7) ગર્વમેન્ટ વેટેરનરી હોસ્પિટલ અંજાર
(8) જનકલ્યાણ મેડીકલ સોસાયટી જનકલ્યાણ કેન્સર રીસર્ચ હોસ્પાઈઝ એન્ડ ડાયાલીસીસ સેન્ટર મસ્કા તા.માંડવી (9) મોરબીયા હોસ્પિટલ ભુજ (10) ભગત હોસ્પિટલ ભુજ (11) ગુરુકુલ હોસ્પિટલ ગાંધીધામ (12) કચ્છ રેડીયોલોજી એન્ડ ઈમેજીંગ સેન્ટર ભુજ આમ કુલ 12 રીન્યુઅલ અરજીઓમાં નવેમ્બર-ડીસેમ્બર-2023 માસમાં રીન્યુઅલ તારીખ પુર્ણ થતા તેઓનું રજીસ્ટ્રેશન તે તારીખે માન્યતા આપવાનું નકકી કરવામાં આવ્યું.
આ પણ વાંચો: ભુજમાં જિલ્લાકક્ષાનો યોજાશે આયુષ મેળો, જાણો ક્યારે
તેમજ આ મીટીંગમાં કાર્યરત સોનોગ્રાફી સેન્ટર 90 દિવસમાં તમામ સોનોગ્રાફી સેન્ટરનું મેડીકલ ઓફીસર ટીમ ધ્વારા ચકાસણી થઈ જાય તે માટેની ચર્ચા કરવામાં આવી. બેટી વધાઓ-બેટી પઢાઓ પ્રોગ્રામ અંગેના વર્કશોપનું આયોજન કરવાનું જણાવવામાં આવેલ. જેમા સાંસદ, ધારાસભ્ય તથા સ્થાનિક સભ્યો તથા PC PNDT ACT અંતર્ગત રજીસ્ટ્રેશન થયેલ ગાયનેકોલોજીસ્ટ રેડીયોલોજીસ્ટને હાજર રહેવા અંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ બેઠકમાં જણાવ્યું હતું.