કચ્છના લખપત (Lakhpat) તાલુકાના પાન્ધ્રો (Pandhro) ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા (Viksit Bharat Sankalp Yatra) કાર્યક્રમ યોજાયો હતો.

Kutch: વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત લખપતના પ્રાન્ધો ખાતે સરકારી યોજનાના લાભ અપાયા

ખબરી ગુજરાત ગુજરાત
Spread the love

Kutch: કચ્છના લખપત (Lakhpat) તાલુકાના પાન્ધ્રો (Pandhro) ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા (Viksit Bharat Sankalp Yatra) કાર્યક્રમ યોજાયો હતો. પાન્ધ્રો ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું આગમન થતા ગ્રામજનોએ સ્વાગત કરીને આવકાર આપ્યો હતો. મહાનુભાવોની હાજરીમાં વડાપ્રધાનના સંદેશને રથ મારફતે સૌ ગ્રામજનોએ નિહાળ્યો હતો. સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો મહત્તમ લાભ પાત્રતા ધરાવતા નાગરિકોને લેવા માટે ઉપસ્થિત મહાનુભાવોએ અનુરોધ કર્યો હતો.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

પાન્ધ્રો ખાતે યોજાયેલા વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમમાં સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. પાત્રતા ધરાવતા લોકોને લાભ મળી રહે તે માટે વિવિધ યોજનાની જાણકારી અને લાભ સ્થળ ઉપર જ નાગરિકોને મળી રહે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી.

સરકારની પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, એનએફએસએ યોજના, પોષણ સહિતની યોજનાના લાભો ગ્રામજનોને આપવામાં આવ્યા હતા. પાન્ધ્રો ગામ ઓડીએફ પ્લસ જાહેર થતા સિદ્ધિને બિરદાવીને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

મેરી કહાની મેરી જુબાની અંતર્ગત લાભાર્થીઓએ પોતાને મળેલા લાભ વિશે અભિપ્રાય આપીને સૌને સરકારની યોજના વિશે માહિતગાર કર્યા હતા.

આ પણ વાંચો: ટ્રક ડ્રાઇવરોને મોટી રાહત, ઓક્ટોબર 2025થી ગાડીમાં આ ફિચર ફરજિયાત

આ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ વિક્રમસિંહ સોઢા, પાન્ધ્રો ગામ સરપંચ, તાલુકા વિકાસ અઘિકારી સંજય ઉપલાણા, IRDP શાખાના મદદનીશ તાલુકા વિકાસ અધિકારી એન એસ પરમાર, મનરેગાના આસિસ્ટન્ટ પ્રોગ્રામ ઓફીસર બાબુલાલ બ્રાહ્મણ, નારાયણ સરોવર PHCના મેડીકલ ઓફીસર નિમીષાબેન મકવાણા, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીના પ્રતિનિધિ ડી.આર.સોલંકી, તલાટી દર્શક પટેલ સહિત પદાધિકારીઓ, અધિકારીઓ અને ગામના આગેવાનો હાજર રહ્યા હતા.

દેશ અને દુનિયાની અન્ય ઘટનાઓ વિશેની માહિતી માટે બન્યા રહો અમારી વેબસાઇટ www.khabrimedia.com પર.