Kochi : કોચ્ચિ (Kochi)ની CUSAT યુનિવર્સિટીમાં ભાગદોડ (Stampede) થવાથી 4 વિદ્યાર્થીઓના મોત થયા છે. મ્યુઝિક શૉ (Music Show) દરમિયાન વરસાદ પડવાથી વિદ્યાર્થીઓમાં નાસભાગ મચી ગઈ હતી. જેમાં 4 વિદ્યાર્થીઓના મોત થયા છે. આ ઘટનામાં 50થી વધુ વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે. જેમાંથી કેટલાકની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો : 26 November nu Rashi Fal: આપનો દિવસ શુભ હો!
મળતી માહિતી અનુસાર, CUSAT યુનિવર્સિટીમાં નિખિતા ગાંધીનો મ્યુઝિક શો હતો. જેને જોવા માટે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉમટી પડ્યાં હતા. ઓપન એડિટોરિયમમાં આયોજિત આ કાર્યક્રમમાં અચાનક વરસાદ થવાથી પાછળ ઉભેલા વિદ્યાર્થીઓ ઓડિટોરિયમ તરફ ભાગવા લાગ્યા હતા. જેના લીધે ધકા મુકીની સ્થિતિ સર્જાય હતી. જોત જોતામાં સ્થિતિ બેકાબુ થઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં તંત્ર દ્વારા હજુ 4 વિદ્યાર્થીના મોત થયા હોવાની પુષ્ટિ કરી છે. જેમાં બે છોકારા અને બે છોકરીનો સમાવેશ થાય છે.
ખબરી ગુજરાતની વ્હોટ્સઍપ ચેનલમાં જોડાવા માટે અહીં ટેપ કરો.
દુર્ઘટનાને લઈ ઘટના સ્થળે પોલીસ પહોંચી હતી અને અન્ય વિદ્યાર્થીઓને બહાર કાઢવામાં આવ્યાં હતા. મળતી માહિતી અનુસાર આ ઈવેન્ટમાં 2000થી વધુ વિદ્યાર્થીઓ પહોંચ્યા હતા. અહીં પ્રવેશ માટે અને બહાર નીકળવા માટે એક જ ગેટ રાખવામાં આવ્યો હતો. જેના લીધે સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ હતી. આ નાસભાગના હિસાબે 15 વિદ્યાર્થીઓ ઘટના સ્થળે જ બેભાન થઈ ગયા હતા. હાલ કોલેજ તરફથી આ ઘટનાને લઈ કંઈ પણ સ્પષ્ટતા આપવામાં નથી.