Assembly Session : વિધાનસભા ગૃહમાં રોજગારને લઈ પૂછવામાં આવેલા પ્રશ્નનો ઉત્તર આપતા રોજગાર મંત્રીએ કહ્યું કે, ગાંધીનગર જિલ્લા રોજગાર કચેરીએ વર્ષ 2023માં 32 ઔદ્યોગિક ભરતી મેળા યોજીને 4187 ઉમેદવારોને અપાઈ રોજગારી આપવામાં આવી છે.
આ પણ વાંચો : જાણો, PMJAY યોજના હેઠળ કેટલી સહાચ ચૂકવાઇ
Assembly Session : ગાંધીનગર જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા વર્ષ 2023 દરમિયાન 32 ઔદ્યોગિક ભરતી મેળાનું યોજવામાં આવ્યા હતા, જેમાં આશરે 187 નોકરીદાતા દ્વારા 4187 જેટલા ઉમેદવારોને રોજગારી (Employment) આપવામાં આવી છે, તેમ શ્રમ અને રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપૂતે (Balwant Singh Rajput) વિધાનસભા ગૃહમાં સભ્ય દ્વારા પૂછાયેલા પ્રશ્નના ઉત્તરમાં જણાવ્યું હતું.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
તેમણે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના ૫૨૨, કલોલ તાલુકાના 1076, ગાંધીનગર તાલુકાના 2327 અને માણસા તાલુકાના 261 ઉમેદવારોને રોજગારી (Employment) આપવામાં આવી છે.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
મંત્રી રાજપૂતે કહ્યું હતું કે, રાજ્યના યુવાનોને સરળતાથી રોજગારી મળી રહે તે માટે દરેક જિલ્લાની રોજગાર કચેરી દ્વારા સ્થાનિક ખાનગી એકમો સાથે સંકલન કરી તેમના એકમોમાં ખાલી જગ્યાની માહિતી મેળવી અલગ અલગ ક્લસ્ટર આધારિત ભરતી મેળાનું આયોજન કરવામાં આવે છે. જેમાં 85 ટકા રોજગારી સ્થાનિક યુવાનોને આપવામાં આવે છે, તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.