Atal Setu : મુંબઈમાં સમુદ્ર પર અટલ સેતુ બ્રિજનું પીએમ મોદીએ લોકાર્પણ કર્યુ છે. આ બ્રિજ શરૂ થતા મુખ્યત્વે બે ફાયદા થયા છે. એક તો નવી મુંબઈ અને મુંબઈ વચ્ચેનું અંતર ઓછું થયું છે. બીજુ મુંબઈ અને પૂણે બે શહેરો વચ્ચેનો માર્ગ પણ સરળ બન્યો છે.
આ પણ વાંચો : રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ શંકરાચાર્યો કેમ નથી રાજી?
Atal Setu : સમુદ્ર પર બનેલા દેશના સૌથી લાંબા પુલનું (largest bridge) ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. મુંબઈથી નવી મુંબઈને જોડતો દરિયા પર બનેલો આ સૌથી મોટો બ્રિજ (largest bridge) છે, જેના દ્વારા હવે કલાકોની મુસાફરી મિનિટોમાં પૂરી કરી શકાશે. આ પૂલનું નામ અટલ બિહારી વાજપેયી સેવારી-ન્હાવા શેવા (Atal Bihari Vajpayee Sewari-Nhawa Sheva) અટલ સેતુ (Atal Setu) રાખવામાં આવ્યું છે. આ પૂલ વિશ્વનો 12મો સૌથી લાંબો પુલ છે.
સડક માર્ગે મુંબઈથી નવી મુંબઈનું અંતર અંદાજે 42 કિલોમીટર છે. આ અંતર કાપવામાં લગભગ બે કલાકનો સમય લાગે છે. હવે આ અંતર અટલ સેતુ બ્રિજથી માત્ર 20 મિનિટ (21.8 કિમી)માં કાપી શકાશે. 6 લેન હાઈવે પર સિગ્નલ કે ટ્રાફિકની ઝંઝટથી લોકોને છુટકારો મળશે.
ઓપન રોડ ટોલિંગ (ORT) સિસ્ટમ ધરાવતો આ ભારતનો પહેલો દરિયાઈ પુલ (Sea Bridge) છે. એટલે કે ટોલમાંથી વાહનો 100 કિમી પ્રતિ કલાકની ઝડપે પસાર થઈ શકશે. ટોલ પર કોઈ વાહનને રોકાવાની જરૂર નથી.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
એફિલ ટાવર કરતાં 17 ગણો મજબૂત
અટલ સેતુ (Atal Setu) બ્રિજની મજબુતીની વાત કરીએ તો. આ બ્રિઝને લઈ એવો દાવો કરવામાં આવે છે કે ભૂકંપ, તોફાન, ચક્રવાત કે જોરદાર પવનની સ્થિતિમાં પણ તે મક્કમપણે ઊભો રહેશે. તેને બનાવવામાં લગભગ 1.78 લાખ મેટ્રિક ટન સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમજ 5.04 લાખ મેટ્રિક ટન સિમેન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આગામી 100 વર્ષ સુધી આ બ્રિઝ ટકી રહેશે.
કહેવામાં આવી રહ્યું છે કે પેરિસના એફિલ ટાવર કરતાં 17 ગણા વધુ સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કોલકાતાના હાવડા બ્રિજથી ચાર ગણું વધુ સ્ટીલ વાપરવામાં આવ્યું છે. એટલુ જ નહીં અમેરિકાના સ્ટેચ્યુ ઓફ લિબર્ટી કરતાં છ ગણાં વધુ કોંક્રીટનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
10 દેશોએ મળી કર્યુ પૂલનું નિર્માણ
અટલ બિહારી વાજપેયી સેવારી-ન્હાવા શેવા અટલ સેતુને 10 દેશોના એકસ્પર્ટ અને 15 હજાર અનુભવી વર્કર્સે મળીને બનાવ્યો છે. રિપોર્ટ્સ અનુસાર, આ પ્રોજક્ટ પર કામ કરતી વખતે 7 મજૂરોના મોત પણ થયા છે. પુલના નિર્માણ દરમિયાન પર્યાવરણનું સંપૂર્ણપણે ધ્યાન રાખવામાં આવ્યું છે. દરિયાઈ જીવોને કોઈપણ પ્રકારનું નુકસાન પહોંચાડવામાં આવ્યું નથી. પુલ પર ખાસ લાઇટોનો ઉપયોગ કરવામાં આવ્યો છે જેનો પ્રકાશ માત્ર પૂલ પર જ પડશે. દરિયાઇ જીવોને તેનાથી કોઈ નુકસાન થશે નહિ.
અટલ સેતુ બનાવવા માટે અત્યાધુનિક અને આધુનિક ટેક્નિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેમાં એક ઇન્ટેલિજેન્ટ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ, વિડિયો ઇન્સિડેન્ટ ડિટેક્શન સિસ્ટમ, સ્પીડ એનફોર્સમેન્ટ સિસ્ટમ, ઇમરજન્સી કોલ બોક્સ અને બીજી પણ ઘણી ટેક્નોલોજીનો સમાવેશ કરવામાં આવ્યો છે. સમુદ્ર સપાટીથી પૂલની ઊંચાઈ 15 મીટર છે. તેને બનાવવા માટે એન્જીનીયરો અને મજુરોએ સમુદ્રમાં આશરે 47 મીટર નીચે ખોદાણ કરવું પડ્યું હતુ.
100 કિમી પ્રતિ કલાકની સ્પીડે દોડશે ગાડીઓ
અટલ સેતુની કુલ લંબાઈ આશરે 22 કિમી છે. આ સિક્સ લેન પૂલ 27 મીટર પહોળાઇ ધરાવે છે. બંને બાજુ 3-3 લેન અને બે ઈમરજન્સી એક્ઝિટ લેન છે. સમુદ્ર પર પૂલની લંબાઈ 17 કિમી અને જમીન પર આશરે 5 કિમીની લંબાઈ છે. સમુદ્ર પર બનાવામાં આવેલા દેશના સૌથી મોટા પૂલને બનાવવા માટે કુલ 17,840 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ થયો છે.
તેના પર મહત્તમ 100 કિમી પ્રતિ કલાકની ઝડપે વાહન ચલાવવાની છૂટ છે. જો કે, દરિયાઈ પુલ પર ભારે વાહનો, બાઇક, ઓટો રિક્ષા અને ટ્રેક્ટરને મંજૂરી નથી. માત્ર કાર, ટેક્સી, હળવા વાહનો, મિની બસો અને ટુ-એક્સલ બસો જ ચલાવી શકાશે.
અટલ સેતુનો ઇતિહાસ
હાલમાં મુંબઈ અને નવી મુંબઈને જોડતા કુલ છ બ્રિજ છે પરંતુ તે ઘણા જૂના અને ભવિષ્યના ટ્રાફિકને સંભાળવા માટે ખૂબ સાંકડા છે. બંને શહેરો વચ્ચેનો ટ્રાફિક સતત વધી રહ્યો છે અને આ પુલો તેમની મર્યાદા કરતા વધુ ભાર સહન કરી રહ્યા છે. તેથી, મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ) એ 2012 માં મહારાષ્ટ્ર સરકારને બે શહેરો વચ્ચેની મુસાફરી સરળ, સલામત અને પરેશાની મુક્ત બનાવવા માટે એક પ્રસ્તાવ મોકલ્યો હતો.
2015 માં, ભારત સરકાર અને માર્ગ પરિવહન હાઇવે મંત્રાલય (MoRTH) એ પ્રોજેક્ટને મંજૂરી આપી હતી. આ પછી 24 ડિસેમ્બર 2016ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રોજેક્ટના નિર્માણ માટે શિલાન્યાસ કર્યો હતો. ત્યારબાદ આ પ્રોજેક્ટ 2021 સુધીમાં પૂર્ણ થવાની ધારણા હતી. પરંતુ તે થઈ શક્યું નહીં. ઘણી વખત પ્રોજેક્ટ પૂર્ણ થવાની તારીખ લંબાવવી પડી હતી.
MMRDAએ નવેમ્બર 2017માં પ્રોજેક્ટ માટે કોન્ટ્રાક્ટ આખરી ઓપ આપ્યો અને એપ્રિલ 2018માં બાંધકામનું કામ શરૂ થયું. તે પછી વર્ષ 2022 સુધીમાં તે 4.5 વર્ષમાં પૂર્ણ થવાની ધારણા હતી. જો કે, કોવિડ -19 રોગચાળાને કારણે, પુલના નિર્માણમાં લગભગ 8 મહિનાનો વિલંબ થયો હતો. ઓગસ્ટ 2023 સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા હતી, ત્યાર બાદ આ પુલ આખરે ડિસેમ્બર 2023માં પૂર્ણ થયો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 12 જાન્યુઆરી 2024ના રોજ પુલનું ઉદ્ઘાટન કર્યું છે.