Junagadh Parikrama : હવામાન વિભાગ (Meteorological Department)ની આગાહી અનુસાર રાજ્યમાં અલગ અલગ વિસ્તારોમાં માવઠું (Mavthu) થયું હોવાના સમાચાર સામે આવી રહ્યાં છે. સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે. કોઈક જગ્યાએ વરસાદી ઝાપટા પણ પડ્યાં છે. ત્યારે જુનાગઢ (Junagadh)માં વહેલી સવારથી ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ (Rain) શરૂ થતા પરિક્રમા (Parikrama) કરવા માટે આવેલા યાત્રિકોની માઠી બેસી છે.
આ પણ વાંચો : સૌરાષ્ટ્ર પંથકમાં વિજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ
ઉલ્લેખનીય છે, કે હવામાન વિભાગે તારીખ 25 થી 27 નવેમ્બર સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. આગાહી સાચી ઠરી હોય તેમ સૌરાષ્ટ્રમાં જુનાગઢ સહિતના જિલ્લાઓમાં વરસાદ વરસ્યો હોવાના અહેવાલ મળ્યા છે. ત્યારે સૌથી ખરાબ સ્થિતિ જુનાગઢમાં સર્જાઈ છે. કેમ કે ગુજરાત સહિત દેશ દુનિયામાંથી યાત્રાળુઓ ગિરનારની લીલી પરિક્રમા કરવા જુનાગઢ પહોંચ્યા છે. આજે પરિક્રમાનો ચોથો દિવસ છે. ત્યારે લાખો યાત્રિકો હજુ પણ ગિરનારના જંગલમાં છે. ગિરનારના જંગલમાં વરસાદ પડવાથી પરિક્રમાર્થીઓને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.
આ પણ વાંચો : Unique Village : ગુજરાતનું મિનિ આફ્રિકા જોયું છે?
પરિક્રમામાં વરસાદની સાથે પવન પણ વિલન બન્યો છે. ભારે પવન અને વરસાદને લઈ જંગલમાં પરિક્રમા પથ પર ચાલવું યાત્રિકો માટે કપરુ બન્યું છે. બીજી બાજુ તીવ્ર પવનને હિસાબે રોપ વે સેવા પણ સ્થગિત કરી દેવામાં આવી છે. સુરક્ષાના ભાગ રૂપે આ નિર્ણય લેવાયો હોવાનું જણાવાય રહ્યું છે.
ખબરી ગુજરાતની વ્હોટ્સઍપ ચેનલમાં જોડાવા માટે અહીં ટેપ કરો.
નોંધનીય છે, કે હવામાન વિભાગની આગાહીના પગલે ગુજરાતમાં સૌરાષ્ટ્ર સહિત અન્ય વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો છે. જને પગલે જુનાગઢ જિલ્લાના અલગ અલગ વિસ્તારમાં સવારથી વરસાદ શરૂ થયો હતો. આમ વરસાદને કારણે પરિક્રમાં રૂટ પર રસ્તાઓ ભીના થતા પરિક્રમાર્થીઓને ચાલવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.