Jamnagar News : જામનગરના ગોવાણા ગામના સીમ વિસ્તારમાં બોરમાં બાળક પડ્યાની ઘટના સામે હતી. વાલોરવાડી વિસ્તારમાં રમતા રમતા ખુલ્લા બોરમાં બાળક પડી ગયું હતુ. ઘટનાને પગલે ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચ્યુ હતુ અને બાળકનું સફળતાપૂર્વક રેક્યુ કર્યું છે.
આ પણ વાંચો : 7 February : જાણો, આજનો ઈતિહાસ
Jamnagar News : મળતી માહિતી અનુસાર ગઈ કાલે સાંજે મંગળવારે જામનગરના ગોવાણા ગામના સીમ વિસ્તારમાં બાળક બોરમાં પડી ગયું હતુ. આ અંગે સ્થાનિકોને જાણ થતા તરતજ ફાયર વિભાગમાં જાણ કરી હતી. જેના પગલે તરત જ ફાયરબ્રિગેડ અને 108ની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું છે. જોકે નવ કલાકની જહેમત બાદ આખરે ફસાયેલા બાળકને બહાર કાઢવામાં તંત્રને સફળતા મળી હતી. બે વર્ષના રાજને મોડી રાત્રે સાડા ત્રણ વાગ્યે સફળ રેસ્ક્યુ કરી બચાવી લેવાયો છે.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
જામનગરના લાલપુર તાલુકાના ગોવાણા ગામે બોરમાં ફસાયેલા બાળકને ભારે મહેનત બાદ બચાવી લેવાયુ છે. બોરવેલમાં પડેલ રાજ જિંદગીનો જંગ જીતી ગયો છે. નવ કલાકની જહેમત બાદ તંત્રની મહેનત રંગ લાવી હતી. બોરવેલમાં ગરકાવ બે વર્ષના બાળકને આજે મધ્યરાત્રીના સાડા ત્રણ વાગ્યે સફળ રેસ્ક્યુ કરીને બચાવાયો છે. તબીબો દ્વારા એમ્બ્યુલન્સમાં બાળકને તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી અને વધુ સારવાર અર્થે જામનગરની જી જી હોસ્પિટલ ખાતે ખસેડાયો છે. અહીં બાળકની તબિયત સ્થિર હોવાનું સામે આવ્યું છે.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
શું છે સુપ્રિમ કોર્ટની ગાઉઈડલાઈન
બોરવેલ અકસ્માતને રોકવા માટે સુપ્રિમ કોર્ટની કેટલીક ગાઈડલાઇન જાહેર કરવામાં આવી છે. જેમાં બોરવેલ બનાવતી વખતે સબંધિત કચેરીમાં નોંધણી કરાવવી જરૂરી છે. બોરકામ દરમિયાન સાઇન બોર્ડ લગાવું. બોરવેલના બનાવ્યા બાદ તેના કેસીંગ પાઇપની આસપાસ સિમેન્ટ/કોંક્રીટનું પ્લેટફોર્મ બનાવવામાં આવે છે. જ્યાં ઊંચાઈ 0.30 મીટર હોવી જોઈએ. પ્લેટફોર્મ જમીનમાં 0.30 મીટર ઊંડું બનાવવાનું રહેશે. કેસીંગ પાઈપના મુખ પર સ્ટીલ પ્લેટને વેલ્ડિંગ કરવી જોઈએ અથવા તેને નટ-બોલ્ટ વડે ફીટ કરવું. જેનાથી આ પ્રકારની દુર્ઘટનાઓ પર નિયંત્રણ કરી શકાય.