જામનગર જિલ્લાના પોલીસબેડામાં ફરજ બજાવતા કુલ પૈકીના 26 પોલીસ કર્મચારીઓની બદલીઓનો જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુએ હુકમ કર્યો છે. જેમાં સિટી-બી

Jamnagar : 26 પોલીસ કર્મચારીઓની બદલીનો હુકમ કરતા જામનગર જિલ્લા પોલીસવડા

ખબરી ગુજરાત ગુજરાત

Dinesh Rathod, Gujarat, Khabri media
Jamnagar: જામનગર જિલ્લાના પોલીસબેડામાં ફરજ બજાવતા કુલ પૈકીના 26 પોલીસ કર્મચારીઓની બદલીઓનો જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુએ હુકમ કર્યો છે. જેમાં સિટી-બી ડિવિઝન, એસઓજી સહિતના પોલીસ મથકોમાં કર્મચારીઓની બદલી થઈ છે.

ખબરી મીડિયાના Whatsapp ગ્રુપને ફોલો કરવા માટે tau.id/2iy6f Link પર ક્લિક કરો.

જામનગરના સિટી-સી ડિવિઝનમાં ફરજ બજાવતા શૈલેષ એમ. કોરાટને રાઈટર હેડ તરીકે ધ્રોલ મુકવામાં આવ્યા છે. ધ્રોલના ચંદ્રેશ સી. પરમારને હેડ કવાર્ટરમાં, એમટી વિભાગમાંથી દેવાભાઈ એન. ગોલતરને ધ્રોલ સીપીઆઈ કચેરી, ઈન્દ્રજીતસિંહ બી. જાડેજાને મેઘપર તેમજ હેડ કવાર્ટરમાંથી કુલદીપસિંહ એન. સોઢાને સાયબર ક્રાઈમમાં મૂકવામાં આવેલ છે.

સાયબર ક્રાઈમના રાહુલ મકવાણાને પોલીસ હેડકવાર્ટર, સિટી-બીમાંથી તૌસિફ તાયાણીને એસઓજીમાં, સિટી-એમાંથી હિતેશ ચાવડાને તેમજ સિટી-બીમાંથી બળભદ્રસિંહ એમ. જાડેજાને પણ એસઓજીમાં નિયુક્તિ અપાઈ છે.

એસઓજીમાંથી રાજેશ મકવાણાને ધ્રોલ, કાલાવડ શહેરમાંથી ધર્મેન્દ્રસિંહ કંચવાને જામજોધપુરમાં રાઈટર હેડ તરીકે, હેડકવાર્ટરમાંથી નરેન્દ્રસિંહ એફ. જાડેજાને ડીજીપી કચેરીમાં, કાલાવડ ગ્રામ્યમાંથી હેતલ એન બેડવાને જામજોધપુર.

ધ્રોલથી શિવભદ્રસિંહ એમ. જાડેજાને સિટી-સી ડિવિઝન, કાલાવડ ગ્રામ્યમાંથી ફિરોઝ ખફીને પંચકોશી-એ ડિવિઝન, હેડ કવાર્ટરમાંથી મીરાબેન એસ. રાઠોડને સિટી-એ ડિવિઝન.

આ પણ વાંચો: CM ભગવંત માને Home Guard જસપાલ સિંહના મૃત્યુ પર વ્યક્ત કર્યો શોક, પરિવારને 1 કરોડ રૂપિયા આપવાની કરી જાહેરાત

કાજલબેન સોનગરાને સિટી-બી ડિવિઝન, સોનલબેન નાંગેશને હેડકવાર્ટરમાં તેમજ રીનાબેન ગોજીયાને પંચકોશી-એ ડિવિઝન, શેઠવડાળાના જીતેન્દ્ર માણાવદરીયાને જામજોધપુર તાલુકા એલઆઈબી ફિલ્ડમાં, જામજોધપુરથી માનસંગ ઝાપડીયાને સિટી-એ ડિવિઝનમાં, પ્રજ્ઞરાજસિંહ જાડેજાને હેડ કવાર્ટરમાં, કાલાવડ ગ્રામ્યમાંથી હિતેશ ભેંસદડીયાને એમટી વિભાગમાં, પૃથ્વીરાજસિંહ કિશોરસિંહને હેડકવાર્ટરમાં, શેઠવડાળાથી બાદલ ચોટલીયાને હેડકવાર્ટરમાં તેમજ ખુશ્બુબેન કણઝારીયાને હેડકવાર્ટરમાંથી એર સિક્યુરિટીમાં મુકાયા છે.

દેશ અને દુનિયાની અન્ય ઘટનાઓ વિશેની માહિતી માટે બન્યા રહો અમારી વેબસાઇટ www.khabrimedia.com પર.