Dinesh Rathod, Gujarat, Khabri media
Jamnagar: જામનગર અને જૂનાગઢના ખેડૂતોને ખંખેરતી 5 મહિલા સહિત 11ની ટોળકીને ઝડપી લેવામાં આવેલ છે. જૂનાગઢ શહેરમાં ખેડૂતો સાથે છેતરપીંડી કરતી ટોળકી બોગસ કોલ સેન્ટર ચલાવે છે, તેવી ચોક્કસ હકીકતના આધારે જામનગર સાયબર ક્રાઈમ સેલની ટુકડીએ દરોડો પાડીને પાંચ મહિલા સહિત 11ની ટોળકીને અટકમાં લઈ પૂછપરછ હાથ ધરી છે.
ખબરી મીડિયાના Whatsapp ગ્રુપને ફોલો કરવા માટે tau.id/2iy6f Link પર ક્લિક કરો.
જામનગર સાયબર ક્રાઈમ સેલ પોલીસ સ્ટેશનમાં એક ખેડૂતે છેતરપીંડી થતી હોવાની ફરિયાદ કરી હતી. જે કરિયાદના આધારે જામનગર સાયબર ક્રાઈમ સેલની ટુકડી હરકતમાં આવી હતી.
અને આ દિશામાં ટેક્નીકલ એનાલીસીસ સોર્સિસથી તપાસ લંબાવી હતી. આ દરમિયાન સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ જૂનાગઢ શહેરમાં ચાલતા બોગસ કોલ સેન્ટર પર ચાલતા સાયબર ક્રાઈમ સેલે દરોડો પાડ્યો હતો.
અને જૂનાગઢની 5 મહિલા સહિત 11ની ટોળકીને ઝડપી લઈ પૂછપરછ હાથ ધરી છે. ખેડૂતોને તાલપત્રી, દવાની એજન્સી આપવાના બહાને છેતરપીંડી કરતા હોવાનું ઘ્યાન પર આવ્યું છે.
આ પણ વાંચો: સફાઈ કામદારો માટેની યોજનાઓની ઓનલાઇન પ્રક્રિયા થઈ શરૂ, જાણો સંપૂર્ણ માહિતી
ખેડૂતોને ફોન કરી અને એ પછી એજન્સીના બહાને ટાર્ગેટ કરતા હતા. પ્રાથમિક તપાસમાં સૌરાષ્ટ્રના સંખ્યાબંધ ખેડૂતોને વિશ્વાસમાં લઈને કરોડોની છેતરપિંડી કરાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે
દેશ અને દુનિયાની અન્ય ઘટનાઓ વિશેની માહિતી માટે બન્યા રહો અમારી વેબસાઇટ www.khabrimedia.com પર.