Dubai Rain : દુબઈ પૂરમાં ફસાયેલા દેશના નાગરિકો માટે ભારતીય દૂતાવાસે બીજી એડવાઈઝરી જાહેર કરી છે. હજુ સુધી દુબઈમાં પરિવહન સેવા સામાન્ય થઈ નથી. એવામાં ભારતીયોને કામ વગર મુસાફરી ન કરવાની સલાહ આપવામાં આવી છે. આ પહેલા દૂતાવાસે ભારતીયોની મદદ માટે હેલ્પલાઈન નંબર પણ જાહેર કર્યો હતો.
આ પણ વાંચો – જુનિયર-સિનિયર ક્લાર્કની પરીક્ષા કાર્યક્રમમાં મોટા ફેરફાર
Dubai Rain : સંયુક્ત આરબ અમીરાત (યુએઈ)માં ફસાયેલા નાગરિકો માટે નવી એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. દુબઈમાં ભારતીય દૂતાવાસે શહેરમાં આ અઠવાડિયે થયેલા ભારે વરસાદ બાદ પરિવહન સેવા સામાન્ય થાય ત્યાં સુધી દુબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી મુસાફરી કરનાર ભારતીય મુસાફરોને કામ વગર મુસાફરી ન કરવા સલાહ આપી છે. ભારતીય દૂતાવાસે પોતાના નાગરિકોને કામ વગર મુસાફરીથી બચાવાની સલાહ આપી છે.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
જણાવી દઈએ કે સંયુક્ત આરબ અમીરાતમાં આ અઠવાડિયે ભારે વરસાદ થયો છે. જેના કારણે દુબઈ અને આસપાસના વિસ્તારોમાં ભારે પૂરની સ્થિતિ સર્જાઈ છે. દૂતાવાસે કહ્યું કે સંયુક્ત આરબ અમીરાતના અધિકારી સ્થિતિ સામાન્ય કરવા માટે 24 કલાક કામ કરી રહ્યાં છે. તે દરમિયાન એરપોર્ટના અધિકારીઓએ સલાહ આપી છે કે ફ્લાઇટની તારીખ અને સમય સંબંધિત ખાત્રી પૂર્વકની સુચના મળ્યા બાદ જ હવાઈ યાત્રા કરી શકો છો.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
પરિવહન સેવા સામાન્ય ન થાય ત્યાં સુધી ઘરમાં રહો
ભારતીય દૂતાવાસે સલાહ આપતા કહ્યું કે આ અઠવાડિયાની શરુઆતમાં સંયુક્ત આરબ અમીરાતમાં પ્રતિકૂળ મોસમની સ્થિતિના કારણે દુબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ફ્લાઇટોની સંખ્યા ઘટાડી દેવામાં આવી છે. દૂતાવાસે સલાહ આપતા કહ્યું કે દુબઈ આતંરારાષ્ટ્રીય એરપોર્ટથી મુસાફરી કરનાર કે ત્યાંથી આવનાર ભારતીય મુસાફરોને પરિવહન સામાન્ય ન થાય ત્યાં સુધી કામ વગર મુસાફરી ન કરવા સલાહ આપવામાં આવે છે. તેમાં કહેવામાં આવ્યું કે, દુબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ભારતીય નાગરિકોની મદદ માટે દુબઈમાં ભારતના કોન્સ્યુલેટ દૂતાવાસે 17 એપ્રિલથી ઇમરજન્સી હેલ્પલાઇન નંબરની શરૂઆત કરી છે.