Jagdish, Khabri Media Gujarat
India Resumes E-Visa Services : ભારત (India) અને કેનેડા (Canada) વચ્ચે તણાવનો અંત આવી રહ્યો હોય તેનું લાગી રહ્યું છે. ભારતે કેનેડિયન નાગરિકો માટે ઈ-વિઝા સર્વિસ (E-Visa Services) ફરી શરૂ કરી દીધી છે. સમાચાર એજન્સી એએનઆઈના સૂત્રોએ આ અંગે જાણકારી આપી છે. છેલ્લા બે મહિનાથી કેનેડિયન નાગરિકો માટે ભારતે ઈ વિઝા સર્વિસ પર પ્રતિબંધ લગાવ્યો હતો. ત્યારે હવે ઈ વિઝા સર્વિસ (E-Visa Services) શરૂ થતા કેનેડિયન નાગરિકો ભારતનો પ્રવાસ કરી શકશે.
આ પણ વાંચો : હવે પાસપોર્ટ માટે નહિ થાય પોલીસ સ્ટેશનના ધક્કા
કેનેડાએ સપ્ટેમ્બરમાં ખાલિસ્તાન આતંકી હરદીપ સિંહ નિજ્જરની હત્યાનો આરોપ ભારતીય એજન્ટ્સ પર લગાવ્યો હતો. તેના લીધે બંને દેશોના સંબંધમાં કડવાશ આવી ગઈ હતી. કેનેડાના વડાપ્રધાન જસ્ટિસ ટ્રુડોએ સંસદમાં કહ્યું હતુ, કે કેનેડિયન નાગરિક નિજ્જરની જૂનમાં બ્રિટિશ કોલંબિયા વિસ્તારમાં હત્યા માટે ભારતીય એજન્ટ્સ જવાબદાર છે. ત્યાર બાદ 21 સપ્ટેમ્બરે ભારતે કેનેડિયન નાગરિકો માટે ઈ વિઝા સર્વિસ પર પ્રતિબંધ લાવી દીધો હતો.
જી20ની વર્ચુઅલ મિટિંગ પહેલા લેવાયો નિર્ણય
ઉલ્લેખનીય, છે કે મંગળવારે જી20 નેતાઓની વર્ચુઅલ મિટિંગ થવાની છે. તેમાં કેનેડાના વડાપ્રધાન ટ્રુડો સહિત જી20 દેશોના નેતાઓ ભાગ લેશે. જી20 વર્ચુઅલ મિટિંગની અધ્યક્ષતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરી રહ્યાં છે. આફ્રિકન યુનિયનના અધ્યક્ષ સહિત તમામ જી20 સભ્યોના નેતાઓ સાથે જ 9 અતિથિ દેશો અને 11 આંતરરાષ્ટ્રીય સંગઠનોના પ્રમુખોને આમંત્રિત કરાયા છે. ચીનના વડાપ્રધાન લી કિયાંગ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સહિત ઘણાં નેતાઓ તેમાં ભાગ લેશે.
આ પણ વાંચો : Vishakhapatnam : સ્કુલ રિક્ષા અને ટ્રક વચ્ચે ભયંકર ટક્કર, જુઓ CCTV
તમામ વિઝા સર્વિસ થઈ શરૂ
સરકારના આ નિર્ણય પછી કેનેડાના નાગરિકો માટે તમામ પ્રકારની વિઝા સર્વિસ શરૂ થઈ ગઈ છે. જેમાં ટુરિસ્ટ વિઝાનો પણ સમાવેશ છે. તે સિવાય એન્ટ્રી વિઝા, બિઝનેસ વિઝા, મેડિકલ વિઝા અને કોન્ફરન્સ વિઝાની પણ શરૂઆત થઈ ગઈ છે. નોંધનીય છે કે, કેનેડામાં ભારતીયોની સંખ્યા ઘણી છે. તેઓએ કેનેડાની નાગરિકતા સ્વીકારી લીધી છે. ત્યારે તેઓએ ભારત આવવા માટે ફરજિયાત વિઝાની જરૂર પડે છે.