ENG vs IND Test : ઇંગ્લેન્ડ સામે ભારત ઘરઆંગણે પાંચ ટેસ્ટ મેચ રમાનાર છે. ટેસ્ટ સિરિઝના પ્રથમ બે મેચ માટે ભારતીય ટીમની ઘોષણા કરવામાં આવી છે. ટીમમાં વિકેટકીપર અને બેટ્સમેન ધ્રુવ જુરેલને પણ સામેલ કવરામાં આવ્યો છે.
આ પણ વાંચો : સાડા સાત વર્ષ પછી બંગાળની ખાડીમાંથી મળ્યું વાયુસેનાનું વિમાન
ENG vs IND Test : ઇંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ સિરિઝની શરૂઆતની બે મેચ માટે ભારતીય ટીમની ઘોષણાં કરવામાં આવી છે. જેની કમાન રોહિત શર્માને સોંપવામાં આવી છે. ટીમમાં વિકેટકિપર અને બેટ્સમેન ધ્રુવ જુરેલનો સ્થાન આપવામાં આવ્યું છે. જ્યારે મોહમ્મદ શમી અને ઈશાન કિશનને ટીમની બહાર મુકાયા છે. શમીને હજુ સુધી વર્લ્ડ કપ દરમિયાન થયેલી ઈજામાંથી રાહત મળી નથી.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
ENG vs IND વચ્ચે આ પાંચ ટેસ્ટ મેચની સિરીઝ 25 જાન્યુઆરીથી શરૂ થશે. ઇંગ્લેન્ડની ટીમ આ વખતે પૂરી તૈયારી સાથે ભારત આવી રહી છે અને યજમાન માટે મોટો પડકાર બની શકે છે. ત્યારે જોવું રહ્યું કે ભારતીય ટીમ ઈંગ્લેન્ડની બેઝબોલ શૈલીનો કઈ રીતે મુકાબલો કરશે.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરિઝની પ્રથમ બે મેચો માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી છે, જેમાં ફાસ્ટ બોલર મોહમ્મદ શમી અને વિકેટકીપર ઈશાન કિશનને સ્થાન મળ્યું નથી. જ્યારે ટીમમાં યુવા ખેલાડી ધ્રુવ જુરેલનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ધ્રુવનો પ્રથમ વખત ભારતીય ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો હતો.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
ઈશાન કિશન અને શમી બાહર
શમી હાલ ઈજાગ્રસ્ત હોવાથી તેને ટીમમાં સ્થાન મળ્યું નથી, ઈજાના કારણે તે દક્ષિણ આફ્રિકા સામે રમાયેલી ટેસ્ટ શ્રેણીમાં પણ ભારત તરફથી રમી શક્યો નહોતો. હવે શમીને ઈંગ્લેન્ડ સામેની હોમ ટેસ્ટ સિરીઝમાં પણ ટીમ ઈન્ડિયાનો ભાગ બનાવવામાં આવ્યો નથી. જ્યારે ઈશાન કિશન અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી. શમી વિશે પણ સત્તાવાર કોઈ સ્પષ્ટતા આપવામાં આવી નથી.
પ્રથમ બે ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, એસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), કેએસ ભરત (વિકેટકીપર), ધ્રુવ જુરેલ (વિકેટકીપર), આર અશ્વિન, આર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર, જસપ્રિત બુમરાહ (વાઈસ-કેપ્ટન), અવેશ ખાન.
આ પણ વાંચો : સોમનાથ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં નહોતા ગયા નહેરુ, જાણો શું હતુ કારણ?
ભારત Vs ઈંગ્લેન્ડ ટેસ્ટ સિરિઝનું શેડ્યૂલ
1લી ટેસ્ટ : 25-29 જાન્યુઆરી, હૈદરાબાદ
બીજી ટેસ્ટ : 2-6 ફેબ્રુઆરી, વિશાખાપટ્ટનમ
ત્રીજી ટેસ્ટ : 15-19 ફેબ્રુઆરી, રાજકોટ
ચોથી ટેસ્ટ : 23-27 ફેબ્રુઆરી, રાંચી
પાંચમી ટેસ્ટ : 7-11 માર્ચ, ધર્મશાલા