એક સાથે રાજયના 108 સ્થળોએ કુલ 50 હજારથી વધુ લોકો સામુહિક સૂર્ય નમસ્કારમાં જોડાયા
ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં ગુજરાતની 2024ના વર્ષની પ્રથમ સિદ્ધિ
મોઢેરાનું સૂર્ય મંદિર સામુહિક સૂર્ય નમસ્કારના વિશ્વ વિક્રમનું પણ સાક્ષી બન્યું
Surya Namaskar World Record : વર્ષના પ્રથમ દિવસે જ ગુજરાતે વિશ્વ આખામાં ડંકો વગાડી ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવ્યું છે. ગુજરાતે સામુહિક સૂર્ય નમસ્કારનો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો છે.
આ પણ વાંચો : Google Mapમાં ધરખમ ફેરફાર, ડ્રાઇવર્સ પર પડશે સીધી અસર
Surya Namaskar World Record : વર્ષના પ્રથમ દિવસે જ ગુજરાતે વિશ્વ આખામાં ડંકો વગાડી ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવ્યું છે. ગુજરાતે સામુહિક સૂર્ય નમસ્કારનો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. સૂર્ય નમસ્કારના આ વર્લ્ડ રેકોર્ડ માટે એક સાથે રાજયના 108 સ્થળોએ કુલ 50 હજારથી વધુ લોકો સામુહિક સૂર્ય નમસ્કારમાં જોડાયા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રમત ગમત રાજયમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં મહેસાણા જિલ્લાના પ્રાચીન સૂર્યમંદિર મોઢેરાના પરિસરમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સામુહિક સૂર્ય નમસ્કારના રાજ્ય કક્ષાના કાર્યક્રમ યોજાયો હતો.
રમત ગમત યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ દ્વારા રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર સ્પર્ધાઓ ગ્રામ્ય, તાલુકા, જિલ્લા અને નગર મહાનગર કક્ષાએ એક માસ સુધી સૂર્ય નમસ્કાર અભિયાન અંતર્ગત યોજવામાં આવી હતી. આ સ્પર્ધાઓના વિજેતા સાધકો દ્વારા મોઢેરા ખાતે સામૂહિક આયોજીત રાજ્યકક્ષાના સામૂહિક સૂર્ય નમસ્કાર કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પુરસ્કાર રાશિ અર્પણ કરીને સન્માન કર્યું હતું.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, આજે નાગરિકોમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ આવી છે બીમારીના ઇલાજ કરતાં બીમારી આવે જ નહિ તેવી આરોગ્યપ્રદ જીવનશૈલી માટે યોગ, સૂર્ય નમસ્કાર જેવી ક્રિયાઓને લોકોએ નિયમતપણે અપનાવી છે. સાથે જ યોગ-પ્રાણાયામ-સૂર્ય નમસ્કારને વધુ વ્યાપક બનાવીને અમૃતકાળમાં અમૃતમય ભવિષ્ય માટે સંકલ્પ લેવા આ તકે સૌને આહવાન કર્યું હતું.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, દેશના ઇતિહાસમાં સામૂહિક સૂર્યનમસ્કારની પ્રથમ ઘટના મોઢેરા સહિત રાજ્યના 108 સ્થળોએ નોંધાઇ છે. આ સામુહિક સૂર્યનમસ્કાર દેશ અને દુનિયાને નવિન દિશા દર્શન આપશે. સમગ્ર રાજ્યમાં છેલ્લા એક માસમાં 15 લાખથી વધુ નાગરિકો સૂર્ય નમસ્કાર અભિયાનમાં જોડાયા છે અને રાજ્યના વિવિધ 51 સ્થળોએ વિશ્વ વિક્રમ નોંધાયો છે.
આ પણ વાંચો : કોણે કરી ટેલિવિઝનની શોધ? જાણો, શું છે ઇતિહાસ
આ પ્રસંગે રાજ્યકક્ષાની સ્પર્ધાના વિજેતા ત્રણ પુરૂષ અને ત્રણ સ્ત્રી સ્પર્ધકોનું સન્માન કરવામાં આવ્યું હતું. પુરૂષ સ્પર્ધકોમાં પ્રથમ ક્રમે સાબરકાંઠાના કલ્પેશભાઇ સવજીભાઇ, બીજા ક્રમે ગીર સોમનાથના અનીલકુમાર બાંભણીયા અને ત્રીજા ક્રમે છોટાઉદેપુરના રાઠવા કરશનભાઇને સન્માનીત કરવામાં આવ્યા હતા. રાજ્યકક્ષાની સ્પર્ધાના સ્ત્રી ઉમેદવારોમાં પ્રથમ ક્રમે બનાસકાંઠાના પટેલ યાના વિનોદકુમાર, બીજા ક્રમે રાજકોટના વખારીયા દષ્ટી ચેતનકુમાર અને ત્રીજા ક્રમે મહેસાણાના પટેલ પૂજા ઘનશ્યામભાઇને સન્માનીત કરવામાં આવ્યા હતા. રાજ્યક્ષાના વિજેતાઓને અનુંક્રમે ૨.૫૦ લાખ, ૧.૭૫ લાખ અને ૧ લાખનુ્ં ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.