મધ્ય પ્રદેશમાં પણ સુરત વાળી, કોંગ્રેસ સાથે થઈ ગયો ખેલ

ખબરી ગુજરાત રાષ્ટ્રીય
Spread the love

Lok Sabha Election 2024 : ગુજરાતની જેમ મધ્ય પ્રદેશમાં પણ કોંગ્રેસને મોટો આંચકો લાગ્યો છે. ઇન્દોરની લોકસભા સીટ પરથી પાર્ટીના ઉમેદવાર અક્ષય કાંતિ બમ એ પોતાની ઉમેદવારી પરત લીધી છે.

આ પણ વાંચો – “યહ દિલ હૈ હિન્દુસ્તાની”, પાકિસ્તાની છોકરીને મળ્યું નવજીવન

PIC – Social Media

Lok Sabha Election 2024 : ગુજરાતની જેમ મધ્ય પ્રદેશમાં પણ કોંગ્રેસને વધુ એક આંચકો લાગ્યો છે. ઇન્દોર લોસકભા સીટ પરથી પાર્ટીના ઉમેદવાર અક્ષય કાંતિ બમ એ પોતાનુ ઉમેદવારી પરત લીધી છે. એટલુ નહિ, કોંગ્રેસ છોડી અક્ષય બમ એ બીજેપી સાથે જોડાણ કર્યું છે. બીજેપીના વરિષ્ઠ નેતા અને મધ્ય પ્રદેશની સરકારમાં કેબિનેટ મંત્રી કૈલાસ વિજયવર્ગીય એ જાણકારી આપી છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

કૈલાશ વિજયવર્ગીય એ અક્ષય બમ સાથે સેલ્ફી શેઅર કરતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યુ, “ઇન્દોરથી કોંગ્રેસના લોકસભા ઉમેદવાર અક્ષય કાંતિ બમનું માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, મુખ્યમંત્રી ડો. મોહન યાદવ અને પ્રદેશ અધ્યક્ષ વીડી શર્માના નેતૃત્વમાં ભાજપમાં સ્વાગત છે.”

જણાવી દઈએ, કે ઇન્દોર લોકસભા સીટ પર ચુંટણી માટે 25 તારીખે ઉમેદવારી ફોર્મ ભરાયા હતા. જ્યારે 29 એપ્રિલ ઉમેદવારી પરત લેવા માટેની અંતિમ તારીખ હતી. તેની પહેલા જ કોંગ્રેસને કંઈ ખબર પડે એ પહેલા જ કૈલાસ વિજયવર્ગીય એ આ ઓપરેશન પાર પાડી દીધુ. ઇન્દોરમાં લોકસભા ચુંટણી માટે મતદાન 13 મે ના રોજ થશે અને મતગણના 4 જૂનના રોજ થનાર છે.

કેટલી છે સંપતિ?

મધ્ય પ્રદેશના ઇન્દોરથી કોંગ્રેસ લોકસભા ચુંટણીના ઉમેદવાર અક્ષય કાંતિ બમે 24 એપ્રિલ જ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. એફિડેવિટમાં બમએ પોતાની કુલ સંપતિ 57 કરોડ રૂપિયા દર્શાવી છે. ખાસ વાત તો એ છે કે કોંગ્રેસના ઉમેદવાર પાસે એક પણ કાર નથી. તે 14 લાખ રૂપિયાની ઘડિયાર પહેરે છે. કોંગ્રેસના ઉમેદવાર અક્ષય કાંતિ બમ પાસે જંગમ સંપતિ 8.50 કરોડ રૂપિયા અને સ્થાવર સંપતિ 46.78 કરોડ રૂપિયા છે. વ્યવસાયે બિઝનેસમેન બમની વાર્ષિક આવક 2.63 કરોડ છે. સાથે જ 41 કિલો ચાંદી અને 275 ગ્રામ સોનું પણ છે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

કેટલો કર્યો છે અભ્યાસ?

અક્ષય કાંતિ બમે ઈન્દોરના ડેલી કોલેજમાં સીબીએસઈ બોર્ડમાંથી અભ્યાસ કર્યો છે. ત્યાર બાદ મુંબઈના સિડેનહેમ કોલેજ ઓફ કોમર્સ એન્ડ ઇકોનોમિક્સથી બીકોમ કર્યું છે. ત્યાર બાદ ઇન્દોરની પીએમબી આર્ટ એન્ડ લો કોલેજથી એલએલબીનો અભ્યાસ પણ કર્યો છે. તેઓએ શ્રી વૈષ્ણવ ઇન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટ ઇન્દોરથી એમબીએ અને પિલાની ની શ્રીધર યુનિવર્સિટીમાંથી મેનજમેન્ટમાં પીએચડી કર્યું છે.