વડોદરામાં બોટ ઉંધી વળતા આટલા બાળકોનું થયું મૌત

આંતરરાષ્ટ્રીય ખબરી ગુજરાત
Spread the love

શહેરના હરણી ખાતે આવેલા મોટનાથ તળાવે પ્રવાસ માટે ન્યૂ સન રાઈઝ સ્કૂલના બાળકો પહોંચ્યા હતા. ત્યારે ક્ષમતા કરતા વધુ બાળકો બોટમાં બેસાડી તળાવનો રાઉન્ડ મારવામાં આવી રહ્યો હતો.આ દરમિયાન અચાનક બોટ પલટી મારી જતા વિદ્યાર્થીઓ તળાવમાં ડૂબ્યા હતા. જોકે, ફાયર વિભાગને જાણ કરતા તાત્કાલિક સ્થળ પર ટીમ દોડી આવી હતી. ફાયર વિભાગ દ્વારા હાલ બાળકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. કેટલાક બાળકોને હોસ્પિટલ પણ ખસેડવામાં આવ્યા હોવાની માહિતી મળી છે. તે ઉપરાંત પાંચ બાળકોના મોત થયા હોવાની આશંકા સેવાઈ રહી છે.

ડેપ્યુટી મેયર ચિરાગ બારોટે મીડિયાને જણાવ્યું હતું કે અહીં બાળકો જ્યાં બોટીંગ કરી રહ્યા હતા તે બોટ ઊંધી પડી હોવાનું જાણવા મળે છે, પરંતુ મને બીજું કંઈ ખબર નથી. વડોદરા કલેક્ટર એ.બી.ગોરે મીડિયાને જણાવ્યું હતું કે, મારી જાણ મુજબ 23 ભુલકા અને 4 શિક્ષકો હતા. જેમાંથી 11ને બચાવી લેવાયા છે. સાત બાળકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને સુરક્ષિત છે.

આ પણ વાંચો : ભારતમાં વિમાન સેવા ખાડે ગઈ, દર વર્ષે આટલી ફ્લાઇટ થાય છે રદ્દ

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો