Temperd Glass : જો તમારી પાસે સ્માર્ટફોન હોય તો તેમાં તમે ટેમ્પર્ડ ગ્લાસ જરૂર લગાવેલો હશે. સ્માર્ટફોન લીધા પછી લોકો પહેલુ કામ આ જ કરે છે. મોટા ભાગના લોકો વિચાર છે કે તે આપણા ફોનને સુરક્ષા આપે છે. પરંતું એવુ નથી, સ્ક્રીન પ્રોટેક્ટર કે સ્ક્રીન ગાર્ડના ઘણાં નુકસાન પણ છે.
આ પણ વાંચો : દીકરીનું ભવિષ્ય કરો સુરક્ષિત, આ સ્કિમમાં મળશે 70 લાખ રૂપિયા
Temperd Glass : સ્માર્ટફોન (Smart phone) ખરીદનાર તમામ લોકો પહેલુ કામ ટેમ્પર્ડ ગ્લાસ (Temperd Glass) લગાડવાનું કરે છે. કેમ કે ટેમ્પર્ડ ગ્લાસથી ફોનની ડિસ્પ્લેને તુટવા કે, સ્ક્રેચથી બચાવી શકાય. ટેમ્પર્ડ ગ્લાસથી સ્માર્ટફોનની સ્ક્રીનને એક એકસ્ટ્રા લેયર મળે છે, જે ડિસ્પ્લેને સુરક્ષિત રાખે છે. મોટાભાગના લોકો એવું વિચારતા હોય છે કે ટેમ્પર્ડ ગ્લાસથી માત્ર ફાયદો જ થાય છે.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
ટેમ્પર્ડ ગ્લાસ કે સ્ક્રીન પ્રોટેક્ટર (Screen protector)ના ઘણાં ફાયદા છે. પરંતુ તેની સામે કેટલાક નુકસાન પણ છે. તેથી જો તમે પણ પોતાના સ્માર્ટફોન પર ટેમ્પર્ડ ગ્લાસ લગાડવાનું વિચારી રહ્યાં હોય તો તમારે આ સમાચાર એકવાર વાંચી લેવા જોઈએ.
સૌપ્રથમ આપને જણાવી દઈએ કે બજાર બે પ્રકારના ટેમ્પર ગ્લાસ મળે છે. જેમાં એક કાંચનો હોય છે અને બીજો પ્લાસ્ટિકનો. જો તમે પ્લાસ્ટિકવાળો ટેમ્પર્ડ ગ્લાસ લો તો તેનો સૌથી મોટો ફાયદો એ છે કે પ્લાસ્ટિકનો હોવાથી આ ગ્લાસનું આયુષ્ય વધી જાય છે. તેની સાથે જ તે કાચની સરખામણીએ મજબૂત પણ હોય છે. તેને તમે સરળતાથી લગાવી શકો છો અને કાઢી પણ શકો છો. જ્યારે કાચવાળા પ્રોટેક્ટરમાં ક્રેચ પણ આવી શકે છે. તે તુટવાનું જોખમ પણ રહે છે.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
ટેમ્પર્ડ ગ્લાસ લગાડવાના નુકસાન
ફોન થાય છે ગરમ
ટેમ્પર્ડ ગ્લાસ ફોનને પ્રોટેક્ટ કરવાની સાથે નુકસાન પણ પહોંચાડે છે. ટેમ્પર્ડ ગ્લાસનું સૌથી મોટુ નુકસાન એ છે કે તેનાથી સ્ક્રીનમાંથી નિકળતી ગરમી બહાર નથી જઈ શકતી. તેનાથી સ્માર્ટફોન ગરમ થવા લાગે છે અને બેટરી પણ ઝડપથી ઉતરે છે.
સેન્સર બ્લોક થાય છે
આપને જણાવી દઈએ કે ટેમ્પર્ડ ગ્લાસ ફોનની ઉપર લાગેલા સેન્સરને બ્લોક કરી દે છે. જેમ કે કેમેરા સેન્સર, પ્રોક્સિમિટી સેન્સર, લાઇટ સેન્સર, તેનાથી ફોનના ઉપયોગમાં પણ સમસ્યા આવે છે.
ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ કામ નથી કરતુ
હાલમાં મોટાભાગના ફ્લેગશિપ સ્માર્ટફોનમાં ઇન ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ ફિચર સાથે આવે છે. એવામાં ઘણી વખત ટેમ્પર્ડ ગ્લાસ લગાવાને કારણે ફિંગરપ્રિન્ટ સેન્સર યોગ્ય રીતે કામ નથી કરતુ. ટેમ્પર્ડ ગ્લાસનું આ સૌથી મોટુ નુકસાન કહી શકાય છે.
આ પણ વાંચો : રામભદ્રાચાર્યએ નિતિશ કુમાર પર કર્યો કટાક્ષ, જાણો શું કહ્યું?
સ્પીકરમાં જમા થાય છે ધૂળ
ટેમ્પર્ડ ગ્લાસના કારણે સ્માર્ટફોનના સ્પીકર અને ફોનના કોર્નર પર ધૂળ અને રજકણ જમાં થાય છે. તેનાથી સ્પીકર પેક થઈ જાય છે ને કોલિંગ દરમિયાન સાંભળવામાં સમસ્યા આવી શકે છે. માત્ર સ્પીકર જ નહિ ફ્રન્ટ કેમેરામાં પર પણ ગંદકી જમા થવા લાગે છે. જેનાથી સેલ્ફી ફોટો સારો નથી આવતો.