Jagdish, Khabri Media Gujarat
World Cup Final In Ahmedabad : ન્યૂઝીલેન્ડ સામે સેમિફાઈનલમાં ભવ્ય જીત બાદ (Indian Team) ભારતીય ટીમ ફાઈનલ માટે અમદાવાદ (Ahmedabad) પહોંચી ગઈ છે. અમદાવામાં ઈન્ડિયન ટીમે હોટલ આઈટીસી નર્મદામાં રોકાણ કર્યું છે. જ્યારે ટીમ ઈન્ડિયા નેટ પ્રેક્ટિસ માટે હોટલ બહાર નીકળી ત્યારે ક્રિકટ ચાહકનો ઈન્ડિયન ટીમના ખેલાડીઓની એક ઝલક મેળવવા ટોળે વળ્યા હતા. ત્યારે જાણવા મળ્યું છે કે જો ભારતીય ટીમ વર્લ્ડ કપ જીતશે તો તેઓ અમદાવાદ શહેરમાં ઓપન બસમાં રોડ શૉ (Road Show) કરશે.
આ પણ વાંચો : 1 વર્ષમાં 11 લાખ લોકોએ લીધી પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્રોની મુલાકાત
ઉલ્લેખનીય છે, કે સાઉથ આફ્રિકા સામે કાંગારૂ ટીમે જીત મેળવ્યા બાદ ફાઈલનમાં પહોંચી છે. ત્યારે ઓસ્ટ્રેલિયા (Australia) અને ઈન્ડિયા (India) વચ્ચે વર્લ્ડ કપની ફાઈનલ (World Cup Final) રમાશે. ભારત અને ઓસ્ટ્રેલિયા 20 વર્ષ બાદ ફરી વર્લ્ડ કપની ફાઈનલમાં ટકરાશે. જો કે ત્યારે ભારતીય ટીમે હારનો સામનો કરવો પડ્યો હતો. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) ખાતે ફરી ઐતિહાસિક મેચનો મહાસંગ્રામ થવા જઈ રહ્યો છે ત્યારે ભારત જ નહિ પણ આખા વિશ્વની મીટ અમદાવાદ પર મંડાયેલી છે.
ખબરી ગુજરાતના વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો
ટીમ ઈન્ડિયા કરશે અદવાદમાં રોડ શો
અમદાવાદમાં વર્લ્ડ કપ ફાઈનલના મહામુકાબલા માટે ટીમ અમદાવાદમાં પહોંચી ગઈ છે. અહીં ટીમ ઈન્ડિયાનું ભારતીય પરંપરા મુજબ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુ. જાણવા મળી રહ્યું છે કે 19 નવેમ્બરના મહાસંગ્રામમાં ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાને માત આપી વિશ્વ કપ જીતશે તો અમદાવાદમાં રોડ શો યોજશે. ભારતીય ટીમ શહેરમાં રોડ શો યોજી ક્રિકેટ ફેન્સનું અભિવાદન જીલશે. કેપ્ટન રોહિત શર્મા પોતાની પલટન સાથે ઓપન બસમાં બેસી સાબરમતી રિવરફ્રન્ટના પશ્ચિમ વિસ્તારમાં રોડ શો યોજે તેવી શક્યતા છે.