Iran Visa Free For Indian Tourists: મલેશિયા, શ્રીલંકા અને વિયેતનામ બાદ ઈરાને ભારત સહિત 33 નવા દેશોના મુલાકાતીઓને વિઝા ફ્રી એન્ટ્રી આપવાનો નિર્ણય કર્યો છે.
Iran Visa Free: ઈરાને પ્રવાસન અને પ્રવાસ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે ભારત સહિત 33 નવા દેશોના મુલાકાતીઓ માટે વિઝાની જરૂરિયાત રદ કરી છે. આવી સ્થિતિમાં હવે ભારતીય નાગરિકોને ઈરાન જવા માટે વિઝાની જરૂર નહીં પડે.
READ: સ્માર્ટ શાળાઓ માટે કેન્દ્ર સરકાર આપશે રૂ.3 લાખ
ઈરાનના સાંસ્કૃતિક વારસો, પર્યટન અને હસ્તકળા મંત્રી એઝાતોલ્લાહ ઝરઘામીએ શુક્રવારે રાજ્યની સમાચાર એજન્સી આઈઆરએનએને જણાવ્યું હતું કે વિશ્વભરના દેશોમાંથી વધુ મુલાકાતીઓને આકર્ષવા અને ઈરાનની મુલાકાત લેતા પ્રવાસીઓની સંખ્યામાં વધારો કરવા માટે આ પગલું લેવામાં આવ્યું છે.