Electric Flying Taxi : ઈલેક્ટ્રીક કાર બાદ હવે ઈલેક્ટ્રિક એરક્રાફ્ટ પર પણ તમામ કંપનીઓની નજર છે. Hyundaiએ પોતાની પહેલી ફ્લાઇંગ ટેક્સિ eVTOLના નવા વેરિયન્ટને લોન્ચ કરી દીધુ છે. કંપની કહ્યું કે, આ ટેક્સિનું પ્રોડક્શન વર્ષ 2028 સુધીમાં શરૂ થઈ જશે. આ રીતે તે નાના એરક્રાફ્ટ હેલિકોપ્ટરનું કામ કરશે.
આ પણ વાંચો : અલગ અલગ રાજ્યોમાં વિવિધ રીતે ઉજવાય છે મકરસંક્રાતિ પર્વ
CES એટલે કે કન્ઝ્યુમર ઈલેક્ટ્રિોનિક શૉમાં તમામ કંપનીઓ પોતાની પ્રોડક્ટ્સ લોન્ચ કરી રહી છે. આ ઈલેક્ટ્રોનિક શૉમાં વાહન નિર્માતા કંપનીઓએ પણ નવી નવી પ્રોડક્ટ્સ પરથી પડદો ઉઠાવ્યો છે. Hyundaiએ પોતાની પહેલી ઇલેક્ટ્રિક ફ્લાઇંગ ટેક્સિનું (Electric Flying Taxi) નવું પ્રોટોટાઇપ લોન્ચ કર્યું છે. આમ તો Hyundaiએ પ્રથમવાર 2020માં જ eVTOLનો પ્રોટોટાઇપ બતાવ્યું હતુ.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
ત્યારે કંપનીએ કહ્યું હતુ, કે આ eVTOL જલ્દી જ Uberના એર ટેક્સિ નેટવર્કનો ભાગ બનશે. જો કે, હવે તેના પર સંપૂર્ણપણે પૂર્ણવિરામ લાગી ગયું છે, કેમ કે ઉબેરે પોતાનું એર ટેક્સિ નેટવર્ક બીજા સ્ટાર્ટઅપને વેંચી દીધુ છે.
વર્ષ 2028 સુધીમાં પ્રોડક્શન માટે તૈયાર
હાલ એર ટેક્સિ ઈન્ડસ્ટ્રી પોતાની જાતને ટકાવી રાખવા મથી રહી છે. હજુ સુધી આ ઇન્ડસ્ટ્રીને કોમર્શિયલ સર્વિસ શરૂ કરવાની મંજુરી મળી નથી. હવે Hyundaiએ eVTOLનું નવું વર્જન લોન્ચ કર્યું છે. આ યુનિટ તૈયાર કરનાર કંપનીનું નામ Supernal છે. કંપનીનું કહેવું છે કે આ પ્રોડક્ટ વર્ષ 2028 સુધીમાં પ્રોડક્શન માટે તૈયાર થઈ જશે.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
આ ઈલેક્ટ્રિક એરક્રાફ્ટમાં શું છે ખાસ?
Supernalનું માનીએ તો S-A2 કોન્સેપ્ટ 120mphની સ્પીડે ઉડી શકે છે. આ ફ્લાઇંગ ટેક્સિને 1500 ફૂટની ઊંચાઈ સુધી ઉડાવી શકાય છે. આ ટેક્સિમાં મોટી બેટરી મળે છે. જેની મદદથી આ ટેક્સિ 25 થી 40 મીલનું અંતર કાપવામાં સક્ષમ છે. આ ફ્લાઇંગ ટેક્સિમાં ચાર લોકો બેસી શકે છે. આ પ્રકારની મુસાફરી માટે સામાન્ય રીતે હેલિકોપ્ટરનો ઉપયોગ થાય છે. કંપનીએ કહ્યું કે આ એરક્રાફ્ટ ખૂબ જ ઓછો અવાજ કરશે.
આ પણ વાંચો : જાણો, ગુજરાત કોંગ્રેસના નેતા જ કેમ કરી રહ્યાં છે પાર્ટીનો વિરોધ?
આ ફ્લાઇંગ ટેક્સિ ઉડે ત્યારે ડિશવોશરમાં જેટલો અવાજ થાય એટલો જ અવાજ થશે. ઇલેક્ટ્રિક વ્હિકલ બાદ હવે ઈલેક્ટ્રિક એર ટેક્સિ (Electric Flying Taxi) પર વધુ જોર આપવામાં આવી રહ્યું છે. તેનો ઉદ્દેશ્ય પ્રદુષણને ઓછો કરવાનો છે. ઇલેક્ટ્રિક એરક્રાફ્ટના ઉપયોગથી અવાજ અને હવાનું પ્રદુષણ ઓછું થશે.
મલ્ટી રોટર અને સંપૂર્ણરીતે ઈલેક્ટ્રિક આ એરક્રાફ્ટને નાના અંતરની યાત્રા માટે તૈયાર કરવામાં આવી રહ્યું છે. શરૂઆતમાં તેને ફ્લાઇંગ કાર નામ આપવામાં આવ્યું હતુ. કંપની આ લેબલની મદદથી લોકોનું ધ્યાન પોતાના પર ખેંચવા માંગતી હતી. જો કે તેનાથી તેને કોઈ લાભ થયો નથી.
આ પ્રકારના એરક્રાફ્ટનો ઉપયોગ હેલિકોપ્ટરની જગ્યાએ કરી શકાય છે. જો કે, તેના માટે હજુ સમય લાગશે. કેમ કે લોકો હજુ ઇલેક્ટ્રિક કાર પર પણ શિફ્ટ થયા નથી. એવામાં ઇલેક્ટ્રિક એરક્રાફ્ટ પર શિફ્ટ થવું થોડું મુશ્કેલ છે.