Jagdish, Khabri Media Gujarat
કેદીઓ પોતાના પરિવાર સાથે દિવાળી ઉજવી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા માનવતાભર્યો અભિગમ દાખવવામાં આવ્યો છે. જેમાં જેલવાસ દરમિયાન કેદીઓની સારી વર્તણૂકને ધ્યાનમાં લઈ 71 જેટલા કેદીઓને જેલ મુક્ત કર્યા છે. હવે આ તમામ કેદીઓ પોતાના પરિવાર સાથે તહેવારો મનાવી શકશે.
આ પણ વાંચો : Health Tips : આ 5 આદતો કેળવો, ક્યારેય ડોક્ટર પાસે નહિ જવું પડે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે જેલના કેદીઓની જેલ મુકિત અંગેની નીતિમાં સુધારો કરીને સંવેદનશીલતા સાથે માનવતાભર્યો અભિગમ દાખવ્યો છે, જેના પરિણામ સ્વરૂપે ખૂબ ટૂંકા સમયગાળામાં 71 જેલ કેદીઓની જેલ મુકિત દિવાળી પહેલા થતાં આ તમામ કેદીઓ પોતાના પરિવાર સાથે દિવાળીના તહેવારો મનાવી શક્યા છે. આ નિર્ણયથી અનેક પરિવારોમાં ખુશીનો માહોલ છવાયો છે.
આ પણ વાંચો : Amreli : બાબરામાં કાળી ચૌદશે બે પશુઓની બલિ ચઢાવનાર રંગેહાથ ઝડપાયા
દિવાળીના તહેવાર પહેલા જેલ મુક્ત કરાયેલા કેદીઓની વિગત આપતા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે, સાબરમતી મધ્યસ્થ જેલમાંથી 40 કેદીઓ, વડોદરા જેલમાંથી 12, રાજકોટ જેલમાંથી 4, લાજપોર જેલમાંથી 8, નડિયાદ જેલમાંથી 1, જૂનાગઢ જેલમાંથી 1, ભરૂચ જેલમાંથી 1, નવસારી જેલમાંથી 1, મોરબી સબ જેલમાંથી 1, ગોધરા સબ જેલમાંથી 2 કેદીઓ મુક્ત કરાયા છે. જેલવાસ દરમિયાન કેદીઓની સારી વર્તણૂક પણ આ નિર્ણય પાછળ મહત્વનું પરિબળ છે.
ખબરી મીડિયાના Whatsapp ચેનલને ફૉલો કરવા માટે tau.id/2iy6f લિંક પર ક્લિક કરો.