કોરોના રસીકરણથી હાર્ટ એટેકની વાત પાયા વિહોણી – આરોગ્ય મંત્રી

ખબરી ગુજરાત ગુજરાત
Spread the love

Heart attack : આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે (Health Minister Rishikeshbhai Patel) કોવીડ રસીકરણની આડઅસરથી યુવાનોના હાર્ટ એટેક (Heart attack)ની વાતને પાયા વિહોણી અને સત્યથી વેગળી ગણાવી છે. તેમણે જણાવ્યું કે રસીકરણની દવાની કોઈ પણ આડઅસર નથી. દેશના નાગરિકોને 250 કરોડથી વધુ રસીકરણ ના ડોઝ આપવામાં આવ્યા છે.

આ પણ વાંચો : જાણો આજના દિવસે શું તમને મળશે નૌકરી કે છોકરી?

અમદાવાદ શહેર અને જિલ્લામાં કોવિડ જે. એન. 1 વેરિયેન્ટ અંતર્ગત પ્રશ્નના ઉત્તરમાં આરોગ્ય મંત્રીએ જણાવ્યું કે, અમદાવાદ શહેર અને જિલ્લામાં કોવિડ જે. એન. 1 વેરિયેન્ટ જણાવ્યું કે 31/1/24ની સ્થિતિએ અમદાવાદ શહેરમાં 80 દર્દીઓને સારવાર આપવામાં આવી હતી. સરકારે સાવચેતીના પગલાં રૂપે લેવાયેલ પગલાં અંગે જણાવ્યું કે દર્દીના ઘરે તેમજ જરૂર પડે સરકારી હોસ્પિટલોમાં પણ સારવાર આપવામાં આવી છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

આરોગ્ય મંત્રીએ જણાવ્યું કે આરોગ્યની ટીમોએ હાઉસ ટુ હાઉસ વિઝિટ કરી છે. તેમના કોન્ટેકમાં આવેલ તમામ શંકાસ્પદ દર્દીના ટેસ્ટીંગ કરવામાં આવ્યા છે અને જરૂર જણાયે રૂબરૂમાં દવાઓ આપવામાં આવેલ છે. રાજ્ય સરકાર દ્વારા સતત “ટેસ્ટ-ટ્રેક-ટ્રીટમેન્ટ-વેક્સીનેશન-કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયર” ની સ્ટ્રેટેજી અપનાવી કામગીરી હાથ ધરવામાં આવી છે. આ રોગને અટકાવવા સંકલિત રોગ સર્વેલન્સ કાર્યક્રમ દ્વારા દર્દીઓને શોધી દવા તેમજ અધતન સારવાર આપવામા આવે છે. રાજ્યમાં કોવિડ-19 ટેસ્ટીંગ માટે 207 લેબોરેટરીને મંજુરી આપવામાં આવીછે. જે પૈકી 111 સરકારી અને 96 ખાનગી લેબોરેટરીને મંજુરી આપવામાં આવી છે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

તમામ આરોગ્ય કેન્દ્રોમાં દવાઓ અને સાધન સામગ્રીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવવાની સાથે જાહેર જનતાને શું કરવું શું ન કરવું તે અંગે પ્રચાર-પ્રસારની કામગીરી કરવામાં આવી છે.