Jagdish, Khabri Media Gujarat
Health Tips : ખાણી-પીણી અને જીવનશૈલીની ખરાબ ટેવોને લઈ વ્યક્તિના શરીરમાં અવનવી બિમારીઓ ઘર કરી રહી છે. તેમજ તેની સારવાર માટે ઘણા રૂપિયા ખર્ચવા પડે છે. કેટલીક બિમારીઓ તો એવી છે, કે તેને સંપૂર્ણ રીતે મટાડી શકાય તેમ નથી માત્ર તેને કન્ટ્રોલ કરી શકાય છે. જેમ કે ડાયાબિટીસ, વજન વધારો, બીપી વગેરે. જો તમે ડોક્ટરોની મોંઘી ફી અને દવાઓથી બચવા માંગો છો તો અહી આપેલી હેલ્થ ટિપ્સને આજથી જ ફૉલો કરવાનું શરૂ કરી દો.
આ પણ વાંચો : નવા નાસ્ત્રેદમસે કરી ડરામણી ભવિષ્યવાણી, જુઓ શું કહ્યું?
સૂર્ય સ્નાન કરો
સવારનો તડકો શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. તેનાથી શરીરને વિપુલ માત્રામાં વિટામીન ડી મળે છે. જે હાડકાઓને મજબૂત બનાવે છે. તે સિવાય સૂર્ય સ્નાન કરવાથી ઘણાં પ્રકારની ત્વચાને લગતી સમસ્યાઓ પણ દૂર થાય છે. સારી ઊંઘ માટે પણ સૂર્ય સ્નાનને જરૂરી માનવામાં આવ્યું છે. કેમ કે શરીરમાં મેલાટોનિન હોર્મોન્સ ઉત્પન થાય છે અને સારી નિંદર માટે તે જરૂરી માનવામાં આવે છે.
દરરોજ વ્યાયામ કરો
દરરોજ 20-30 મિનિટ વ્યાયામ કરવાથી તમારુ શરીર તંદુરસ્ત રહે છે. માત્ર શરીર તંદુરસ્ત જ નથી રહેતું કસરત કરવાથી દિર્ઘાયુ પણ પ્રાપ્ત થાય છે. કસરત કરવાનો અર્થ એવો નથી કે તમે જીમ જઈ કલાકો સુધી પરસેવો પાડો. પરંતું ઘરના સામાન્ય કામકાજથી સરળતાથી પોતાને ફીટ રાખી શકાય છે. યોગ, દોરડા કૂદ, ચાલવું, દોડવું વગેરે જેવી અનેક એક્ટિવિટી માટે પૈસા ખર્ચવાની જરૂર નથી પડતી અને અઢળક ફાયદાઓ થાય છે.
ખબરી મીડિયાના Whatsapp ચેનલને ફૉલો કરવા માટે tau.id/2iy6f લિંક પર ક્લિક કરો.
પોષણક્ષમ આહાર લો
કોલેસ્ટ્રોલ, ડાયબિટીસ, હાર્ટની સમસ્યા જેવી ખતરનાક બિમારીથી બચવા માંગો છો, તો સૌથી પહેલા પોતાના ખોરાકમાંથી તળેલો, મસાલેદાર અને જંક ફૂડને દૂર કરો. ખાંડ અને નમકની માત્રા પણ ઓછી કરી દો. સાદુ ભોજન કરો, જેનાથી શરીર જ નહિ મન પણ સ્વસ્થ રહે છે અને એક સૌથી મહત્વની વસ્તુ જમવાનો સમય નક્કી કરી લો.
ખૂબ જ પાણી પીઓ
શરીરને હાઈડ્રેટ રાખવાની સાથે શરીરને કેટલાય જરૂરી કાર્યો માટે પાણીની ખુબ જરૂર પડે છે. દિવસમાં ઓછામાં ઓછા 6 થી 8 ગ્લાસ પાણી પીવું જરૂરી છે. નવશેકુ પાણી પીવાથી વધુ ફાયદો થાય છે. તેનાથી પાચન તો સારુ થાય છે, સાથે જ વજન પણ કન્ટ્રોલમાં રહે છે.
આ પણ વાંચો : Amreli : બાબરામાં કાળી ચૌદશે બે પશુઓની બલિ ચઢાવનાર રંગેહાથ ઝડપાયા
6 થી 8 કલાક નિંદર કરો
શરીર અને મનને સ્વસ્થ રાખવા પૂરતી ઊંઘ ખૂબ જ જરૂરી છે. સારી નિંદર આપને આખો દિવસ ફ્રેશ અને એનર્જેટિક ફિલ કરાવશે. કોઈ પણ કામ પર તમે ફોકસ કરી શકો છો. યાદશક્તિ સારી થાય છે અને ડાયજેશન પણ સારુ રહે છે. ઊંઘ કરતી વખતે બેડ પર મોબાઈલ, ટીવી વગેરેનો ઉપયોગ ટાળવો જોઈએ.