How to Report Cyber Fraud : ભારત સરકારે સાઇબર અપરાધ પર અંકુશ લગાવા માટે રાષ્ટ્રીય સાઇબર અપરાધ રિપોર્ટિંગ પોર્ટલ લોન્ચ કર્યું છે. સાથે જ દેશવ્યાપી હેલ્પલાઈન નંબર પણ જાહેર કર્યો છે. જેના પર કોલ કરી તમે ફરિયાદ નોંધાવી શકો છો.
આ પણ વાંચો – દેશના નાણા મંત્રી પાસે નથી ચૂંટણી લડવાના રૂપિયા, જાણો કેટલી છે સંપતિ?
How to Report Cyber Fraud : ભારતમાં સાઇબર ફ્રોડની ઘટનાઓ સતત વધી રહી છે. દિન પ્રતિદિન સાઇબર અપરાધી નવી નવી રીતે લોકોને લૂટી રહ્યાં છે. સાઇબર ગુનેગાર ક્યારેક ગિફ્ટ ઓફરના નામે, ક્યારેક ડિલવરીના નામે, તો ક્યારેક KYC અપડેટના નામે લોકોને પોતાનો શિકાર બનાવે છે. સરકારે સાઇબર અપરાધ રોકવા માટે હેલ્પલાઇન નંબર પણ જાહેર કર્યો છે. કોઈ પણ પ્રકારના સાઇબર ગુનાને સામાન્ય નાગરિક ઓનલાઇન રિપોર્ટ કરી શકે છે.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
સાઇબર અપરાધ હેલ્પલાઇન નંબર
કેન્દ્ર સરકારે સાઇબર અપરાધની ફરિયાદ માટે દેશવ્યાપી હેલ્પલાઇન નંબર “1930” જાહેર કર્યો છે. તે સિવાય સાઇબર અપરાધનો કેસ નજીકના પોલીસ સ્ટેશન ખાતે પણ નોંધાવી શકો છો. સરાકરે આ માટે સાઇબર સેલ પણ બનાવી છે. જે સાઇબર અપરાધ સંબંધિત ગુનાઓની તપાસ કરે છે. જો તમારી સાથે પણ કોઈ પ્રકારની છેતરપિંડી થઈ હોય તો તમે સાઇબર અપરાધ ઓનલાઇન રિપોર્ટ કરી શકો છો.
કેન્દ્ર સરકારના રાષ્ટ્રીય સાઇબર અપરાધ રિપોર્ટિંગ પોર્ટલ (https://cybercrime.gov.in/) પર જઈને તમે કોઈ પણ પ્રકારના સાઇબર અપરાધની ફરિયાદ દાખલ કરાવી શકો છો. નેશનલ સાઇબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ પર તમને ફરિયાદ દાખલ કરવા અને ફરિયાદ પર થયેલી કાર્યવાહીને ટ્રેક કરવાની સુવિધા પણ મળે છે.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
આ રીતે કરો ફરિયાદ
જેવુ તમે રાષ્ટ્રીય સાઇબર અપરાધ રિપોર્ટિંગ પોર્ટલ ઓપન કરશો, તમને હોમ પેજ પર ફરિયાદ દાખલ કરાવાનું ઓપ્શન મળશે. તે સિવાય તમે હોમ પેઈઝ પર નીચે પણ ફરિયાદ દાખલ કરી શકો છો.
તમાને આ પોર્ટલ પર ફરિયાદ દાખલ કરવા માટે 3 પ્રકારના વિકલ્પ મળશે.
જો કોઈ મહિલા કે બાળકો સંબંધિત સાઇબર ફ્રોડ છે, તો તેને તમે Women/Children related Crime પર ક્લિક કરી રિપોર્ટ કરી શકશો.
નાણાકીય એટલે કે ફાઇનાન્સિયલ સાઇબર ફ્રોડ માટે તમને Financial Fraudનો વિકલ્પ મળશે.
તે સિવાય અન્ય સાઇબર ફ્રોડ રિપોર્ટ કરવાના પણ વિકલ્પ મળશે.
જેવુ તમે આ ઓપ્શનમાંથી કોઈ એકને પસંદ કરશો તે આપને એક અલગ વિન્ડોમાં લઈ જશે અને ત્યાં તમામ વસ્તુઓ એક્સેપ્ટ કર્યા બાદ લોગ ઇન પેઇઝ આવશે.
આ પણ વાંચો – ભારતની સૌથી અમીર મહિલાએ છોડ્યો કોંગ્રેસનો હાથ
જો તમે ફર્સ્ટ ટાઇમ યુઝર છો તો Sign Up કરો. નહિ તો સાઇન-ઇન કરી ફરિયાદ દાખલ કરો.
તમારી પાસેથી સાઇબર ક્રાઇમ સંબંધિત માહિતી લેવામાં આવશે. સાથે જ જે પણ દસ્તાવેજ માંગે તેને અપલોડ કરી તમે પોતાની સાથે થયેલા સાઇબર ક્રાઇમને રિપોર્ટ કરી શકો છો.