Harani Boat Tragedy : ગુજરાત માટે ગુરુવારનો દિવસે ગોઝારો સાબિત થયો હતો. વડોદરાના હરણી લેકમાં બોટિંગ રાઇડ દરમિયાન બોટ પલટી જતા 15 બાળકો સહિત 17 લોકોના મોત નીપજ્યા છે. દુર્ઘટના માટે જવાબદાર 18 લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો : વડોદરામાં બોટ ઉંધી વળતા આટલા બાળકોનું થયું મૌત
Harani Boat Tragedy : ગુજરાત અને વડોદરા (Vadodara) માટે ગુરુવારનો દિવસ ગોઝારો બન્યો હતો. વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જતાં મોટી કરુણાંતિકા સર્જાય છે. હરણી તળાવમાં બોટ પલટી જતાં 17ના મોત થયા છે. જેમાં 15 બાળકો અને 2 શિક્ષકોનો સમાવેશ થાય છે. દુર્ઘટનાની તપાસ જિલ્લા મેજિસ્ટ્રેટને સોંપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રીએ 10 દિવસમાં તપાસ રિપોર્ટ રજૂ કરવાનો આદેશ આપ્યો છે. સાથે જ આ દુર્ઘટના મામલે જવાબદાર 18 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
આ રીતે સર્જાઈ દુર્ઘટના
વડોદરા હરણી બોટ દુર્ઘટનાને લઈ શિક્ષકોએ કોટીયા કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ લિમિટેડના (KOTIA CONSTRUCTION PROJECT LIMITED) કોન્ટ્રાક્ટર પર ગંભીર આક્ષેપો કર્યા છે. જેમાં તેમણે જણાવ્યું હતુ કે આ બોટની ક્ષમતા માત્ર 10થી 12 બાળકની જ હતી, તેમ છતાં તેમણે 25થી વધુ લોકોને એક જ બોટમાં બેસાડ્યા હતા. જેના કારણે વજન વધ્યું અને આ અકસ્માત સર્જાયો. ઘટનાને પગલે મોડી રાત્રે સાડા અગિયાર વાગ્યા સુધી NDRF દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. ઘટનાની જાણ થતાં તળાવમાં જીવ ખોનાર બાળકોના માતાપિતાના આક્રંદથી સમગ્ર ગુજરાત હચમચી ઉઠ્યું હતું.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
બોટિંગ રાઇડમાં સેફ્ટીની ઐસી તૈસી
વડોદરામાં સર્જાયેલી કરુણાંતિકા પાછળ જવાબદાર કોણ તેવા પ્રશ્નો ઉઠી રહ્યાં છે. ત્યારે આ કરુણાંતિકા પાછળ પ્રાથમિક તપાસમાં કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી સામે આવી છે. હરણી તળાવમાં બોટિંગ રાઇડ્સમાં સેફ્ટિની ઐસી તૈસી કરીને બેદરકારી પૂર્વક લોકોને ઠાંસી ઠાંસીને ભરવામાં આવતા હોવાનો ખુલાસો થયો છે. તેની સાથે જ બોટિંગ દરમિયાન લોકોની સુરક્ષા માટે કોઈપણ પ્રકારના સાધનોની વ્યવસ્થા કરવામાં આવી નહોતી.
વડોદરા હરણી તળાવમાં બોટિંગ રાઇડમાં યોગ્ય સમારકામ પણ ન કરાયાનો ખુલાસો થયો છે. એટલું જ નહીં, બોટિંગ દરમિયાન બોયા, રિંગ, દોરડા જેવા કોઇ પણ સુરક્ષાના સાધનોની વ્યવસ્થા કરાઇ ન હતી. સામાન્ય કહી શકાય તેવા સેફ્ટી સાધનો અને પ્રોટોકોલની પણ દરકાર ન લેવાતાં આખરે માસુઓ દુર્ઘટાનાનો ભોગ બન્યાં છે. ત્યારે આ દુર્ઘટના માટે જવાબદાર લોકોને આકરામાં આકરી સજા થાય તેવી લોક માંગ ઊઠી રહી છે.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
18 લોકો સામે ગુનો દાખલ
વડોદરાના હરણી લેક ઝોનમાં ગુરૂવારે બનેલી ગોઝારી ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષીકાઓના મોત નિપજ્યાં હતા. હરણી લેક ઝોનમાં બોટિંગનો ઇજારો ધરાવનાર મેસર્સ કોટીયા પ્રોજેક્ટના સંચાલકો વિરૂદ્ધ ઇપીકો કલમ 304,308,337,338,114 મુજબ ગુનોં નોંઘવામાં આવ્યો છે.
આ અંગે વડોદરા કોર્પોરેશનમાં કાર્યપાલક ઇજનેર તરીકે ફરજ બજાવતા રાજેશ ચૌહાણે હરણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદમાં જણાવ્યું છે કે હરણી લેકઝોન ખાતે 2017થી કામગીરીનો વર્કઓર્ડર મેસર્સ કોટિયા પ્રોજેક્ટને સોંપવામાં આવ્યો છે. જેમાં જુદી-જુદી રાઇડ્સ, ખાણી-પીણી, બેન્ક્વેટ હોલ અને બોટિંગ જેવી આનંદ પ્રમોદની સુવિધા આપવામાં આવેલ છે. જેની સંપૂર્ણ જવાબદારી મેસર્સ કોટિયા પ્રોજેક્ટની છે.
આ પણ વાંચો : સૂર્ય કિરણ એર શો : ભરૂચના આકાશમાં વાયુસેનાની ગર્જના
મેસર્સ કોટીયા પ્રોજેકટના સંચાલકો
1) બીનીત કોટીયા ઉ. વર્ષ – 32 (રહે. નિલકંઠ બંગ્લોઝ, તક્ષ કોમ્પલેક્ષ વાસના રોડ, વડોદરા)
2) હિતેષ કોટીયા ઉ. વર્ષ – 55 (રહે. નિલકંઠ બંગ્લોઝ, તક્ષ કોમ્પલેક્ષ વાસના રોડ, વડોદરા)
3) ગોપાલદાસ શાહ ઉ. વર્ષ 58 (રહે. પી-3 વૈકુંઠ ફ્લેટ વી.આઇ.પી.રોડ કારેલીબાગ, વડોદરા)
4) વત્સલ શાહ ઉ. વર્ષ 25 (રહે. એન-20 પાર્વતિનગર સોસા. સ્વામીનારાયાણ નગર-4 સામે હરણી રોડ વડોદરા)
5 ) દિપેન શાહ ઉ. વર્। – 24 (રહે. પુનિતનગર જી.ઇ.બી કોલોની, જુના પાદરા રોડ, વડોદરા)
6) ધર્મીલ શાહ ઉ. વર્ષ – 27 (રહે. પુનિતનગર જી.ઇ.બી કોલોની, જુના પાદરા રોડ, વડોદરા)
7) રશ્મિકાંત સી. પ્રજાપતિ ઉ. વર્ષ – 46 (રહે. કર્મવિલા સંતરામ ડેરી રોડ, વડોદરા)
8) જતીનકુમાર હરીલાલ દોશીઉ. વર્ષ – 64 (રહે. અયોધ્યાપુરી સોસા. ભાદરવા ચોકડી, સાવલી)
9) નેહા ડી. દોશી ઉ. વર્ષ – 30 (રહે. અયોધ્યાપુરી સોસા. ભાદરવા ચોકડી સાવલી)
10) તેજલ આશિષકુમાર દોષી ઉ. વર્ષ – 46 (રહે. વ્રજવિહાર સોસા. એરપોર્ટ હરણી રોડ, વડોદરા)
11) ભીમસિંગ કુડિયારામ યાદવ ઉ. વર્ષ – 36 (રહે. વલ્લભ ટાઉનશીપ લખુલેશનગર, આજવારોડ, વડોદરા)
12) વેદપ્રકાશ યાદવઉ. વર્ષ – 50 (રહે. વલ્લભ ટાઉનશીપ, લખુલેશનગર, આજવા રોડ વડોદરા)
13) ધર્મીન ભટાણી ઉ. વર્ષ – 34 (રહે. અંબે સોસા. સનસાઇન હોસ્પિટલ દિવાળીપુરા વડોદરા)
14) નુતનબેન પી. શાહઉ. વર્ષ 48 (રહે. પાર્વતિનગર, સ્વામીનારાયણ નગર-4 હરણી રોડ, વડોદરા)
15) વૈશાખીબેન પી. શાહ ઉ. વર્ષ – 22 (રહે. પાર્વતિનગર, સ્વામીનારાયણ નગર-4, હરણી રોડ, વડોદરા)
16) હરણી લેક ઝોનનો મેનેજર – શાંતિલાલ સોલકી
17) બોટ ઓપરેટર – નયન ગોહિલ
18) બોટ ઓપરેટર – અંકિત