Jagdish, Khabri Media Gujarat
આજે ગુજરાતીઓનું નવું વર્ષ છે. રાજ્યભરમાં લોકો વિક્રમ સંવંત 2080ના નવા વર્ષની હર્ષોઉલ્લાસથી ઉજવણી કરી એક બીજાને આવનારા વર્ષ માટે શુભકામનાઓ આપી રહ્યાં છે. ગુજરાતમાં નવા વર્ષનું અનેરું મહત્વ હોય છે, આ દિવસે લોકો નવા પોશાક પહેરી પોતાના સગા સંબંધી, મિત્રો અને સ્નેહીજનોને નવા વર્ષની શુભકામનાઓ પાઠવે છે. સમાજ અને સ્નેહમિલન અને મેળવાડાઓ થાય છે.
આ પણ વાંચો : છઠપૂજાને લઈને પશ્ચિમ રેલવે દોડાવશે અમદાવાદ-સમસ્તીપુર વચ્ચે વન વે ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન
ત્યારે નવા વર્ષ નિમિતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના રાજકીય હોદ્દેદારોએ ગુજરાતના લોકોને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી છે. સીએમ પટેલે નવા વર્ષના આરંભે અલગ અલગ મંદિરોમાં દર્શન કર્યા હતા. સીએમએ ગાંધીનગરમાં આવેલા પંચદેવ મંદિરમાં દર્શન કર્યા હતા તેમજ નવા વર્ષે લોકોને શુભેચ્છાઓ પાઠવી હતી. ત્યાર બાદ અડાલજમાં આવેલા ત્રિમંદિરમાં મુખ્યમંત્રીએ દર્શન કરી દાદા ભગવાનના આશિર્વાદ લીધા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવા વર્ષની શુભેચ્છા આપતા ટ્ટિટમાં લખ્યું છે, કે “વિશ્વભરમાં નૂતન વર્ષ પર્વ મનાવી રહેલા મારા સૌ પરિવાર જનો ને નૂતન વર્ષાભિનંદન. આ વર્ષ એક વિશેષ વર્ષ બન્યું છે કેમકે આપ સૌ એ વોકલ ફોર લોકલ અભિયાન ને જ્વલંત સફળતા અપાવી. સ્થાનિક પ્રોડક્ટ ની ખરીદી દ્વારા નૂતન વર્ષ નો નવતર ઉજાસ ફેલાવ્યો છે. વિકસિત ભારત ના નિર્માણ માટે આપણે સૌ આવનારા વર્ષો માં પણ આ જ ઉત્સાહ થી વોકલ ફોર લોકલ માટે પ્રતિબદ્ધ થઇએ.”
આ પણ વાંચો : RashiFal 14 November 2023 : જાણો કેવો રહેશે આપનો દિવસ
સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે ટ્વિટ કરી ગુજરાતના લોકોને શુભકામના પાઠવતા લખ્યું કે, “ગુજરાતના મારા વ્હાલા ભાઈબહેનો, આપ સૌને નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. વિક્રમ સંવત ૨૦૮૦ નું નવું વર્ષ સૌ માટે વિકાસ અને સમૃદ્ધિનું વર્ષ બની રહે તેવી મંગલકામના. વિઝનરી લીડર અને વિશ્વના સર્વાધિક લોકપ્રિય નેતા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યના વિકાસનો એક મજબૂત પાયો નાંખ્યો, જેની પર સૌના સહિયારા પ્રયાસથી આપણે સૌએ સાતત્યપૂર્ણ વિકાસ દ્વારા ગુજરાતને વિકાસનો પર્યાય બનાવ્યું છે. નૂતન વર્ષ રાજ્યના આ વિકાસને નવા શિખરે પહોંચાડી સામાજિક, આર્થિક, વાણિજ્યિક સહિતના બહુવિધ ક્ષેત્રોમાં ગુજરાતના વૈશ્વિક વિકાસનું પર્વ બને તેવી અભિલાષા વ્યક્ત કરું છું.”