Gujarat Budget 2024 : જાણો, શિક્ષણ વિભાગને શું મળ્યું?

ખબરી ગુજરાત ગુજરાત શિક્ષણ અને કારકિર્દી
Spread the love

Gujarat Budget 2024 : ગુજરાત બજેટ 2024 રજુ કરતા નાણા મંત્રી કનુભાઈ દેસાઈએ કહ્યું કે, શિક્ષણમાં ગુણવત્તાયુક્ત પરિવર્તન કરવાની દિશામાં રાજ્ય સરકાર દ્વારા ખૂબ અસરકારક અને પરિણામલક્ષી કામગીરી થઇ રહી છે જેની નોંધ સમગ્ર દેશમાં અને વૈશ્વિક સ્તરે પણ લેવામાં આવી રહી છે.

આ પણ વાંચો : Gujarat Budget 2024 : કૃષિ, ખેડૂત કલ્યાણ માટે કઈ કઈ જાહેરાત થઈ?

Gujarat Budget 2024 : પૂર્વ પ્રાથમિકથી માંડી ઉચ્ચ શિક્ષણ સુધી શૈક્ષણિક માળખાને સુદ્રઢ કરી શિક્ષણની ગુણવત્તા સુધારણા માટેના સુનિયોજિત ધોરણે પગલા લેવામાં આવી રહ્યાં છે. શિક્ષણ વિભાગ માટે વર્ષ 2023-24ની બજેટ જોગવાઇમાં 11,463 કરોડના માતબર વધારા સાથે આગામી વર્ષે 55,114 કરોડ કરવામાં આવી છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ

  • સરકારી અને બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ભણતી દિકરીઓ માટે “નમો લક્ષ્મી યોજના” હેઠળ સહાય આપવા 1250 કરોડની જોગવાઇ.
  • ધોરણ – 11 અને 12માં વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરવા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા “નમો સરસ્વતી યોજના” હેઠળ સહાય માટે 250 કરોડની જોગવાઇ.
  • મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ અંતર્ગત પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડેશન માટે અંદાજે 3000 કરોડની જોગવાઇ.
  • હાલ સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને 130 કરોડના ખર્ચે સ્કૂલ ટ્રાન્‍સપોર્ટ સુવિધા મળી રહી છે. આ યોજનાનો વ્યાપ વધારી ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓના ધોરણ-9 થી 12 ના અંદાજિત 1 લાખ વિદ્યાર્થીઓને પણ ટ્રાન્સપોર્ટ સહાય આપવામાં આવશે. આ યોજના માટે 260 કરોડની જોગવાઇ.
  • વિદ્યાર્થીઓને પૂરક પોષણ અને પૌષ્ટિક ભોજન આપવા પી.એમ.પોષણ યોજના અંતર્ગત 1400 કરોડની જોગવાઇ.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ

  • મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના (MYSY) અંતર્ગત અંદાજે 75 હજાર વિદ્યાર્થીઓને સહાય આપવા 400 કરોડની જોગવાઇ.
  • મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજના (MKKN) અંતર્ગત મેડિકલમાં અભ્યાસ કરતી 4500 વિદ્યાર્થીનીઓને સહાય આપવા 160 કરોડની જોગવાઇ.
  • બિન આદિજાતિ વિસ્તારની 08 અને આદિજાતિ વિસ્તારની 02 એમ કુલ 10 નવી સરકારી કોલેજોના મકાન બાંધકામ અને વર્તમાન કોલેજોમાં વધારાની સુવિધા ઉભી કરવાના કામો, રખરખાવના કામો તથા જૂના અને હેરિટેજ બિલ્ડિંગના રિસ્ટોરેશનના કામો માટે 134 કરોડની જોગવાઇ.
  • રાજ્યની સ્ટેટ યુનિવર્સિટીઓમાં વિવિધ માળખાકીય સુવિધાઓના વિકાસ માટે 101 કરોડની જોગવાઇ.
  • શોધ યોજના અંતર્ગત પી.એચ.ડી. કોર્સમાં સંશોધન કરતાં વિદ્યાર્થીઓને ઉચ્ચ કક્ષાના ગુણવત્તાયુક્ત સંશોધન પ્રત્યે અભિમુખ કરવા માટે 2000 વિદ્યાર્થીઓને સહાય આપવા 40 કરોડની જોગવાઇ.
  • મુખ્યમંત્રી શિષ્યવૃત્તિ યોજના (CMSS) અંતર્ગત 2500 વિદ્યાર્થીઓને સહાય આપવા 30 કરોડની જોગવાઇ.
  • માધ્યમિક શાળા અને કોલેજોના વિદ્યાર્થીઓ સાથે સામાન્ય નાગરિકો માટે ગુજરાત જ્ઞાન ગુરૂ ક્વિઝ અંતર્ગત 30 કરોડની જોગવાઇ.
  • સરકારી ટેકનિકલ સંસ્થાઓનાં આધુનિકીકરણ, માળખાકીય સુવિધાઓ, નવા ભૌતિક સંસાધનો તેમજ હયાત વર્ગખંડો/પ્રયોગશાળાઓને સ્માર્ટ ક્લાસરૂમ અને સ્માર્ટ લેબમાં રૂપાંતરિત કરવા 198 કરોડની જોગવાઈ.
  • સ્ટાર્ટઅપને વધુ વેગ મળે તે માટે નવનિર્મિત i-Hub ખાતેનાં સ્ટાર્ટઅપ વર્ક સ્ટેશન તેમજ સરકારી ટેકનિકલ સંસ્થાઓના વિવિધ ભવનોના સંચાલન અને નિભાવણી માટે 42 કરોડની જોગવાઈ.
  • સરકારી ડીગ્રી ઈજનેરી/પોલીટેકનીક કોલેજો ખાતે ભાવિ ક્ષેત્રો જેવા કે ગ્રીન હાઇડ્રોજન ટેકનોલોજી, ફિનટેક વગેરેના સેન્ટર ઓફ એક્સલન્સની સ્થાપના તેમજ સ્પોર્ટસ ટેકનોલોજી સેન્ટરની સ્થાપના માટે 35 કરોડની જોગવાઈ.
  • ફ્યુચરિસ્ટિક તેમજ ડિસરપ્ટિવ ટેકનોલોજી ક્ષેત્રે સરકારી ઈજનેરી કોલેજો ખાતે રિસર્ચ પાર્ક સ્થાપવા 10 કરોડની જોગવાઈ.