GT vs SRH: હૈદરાબાદના બેટ્સમેન ઘૂંટણીએ, ગુજરાતની 7 વિકેટે જીત

ખબરી ગુજરાત રમતગમત
Spread the love

GT vs SRH:ગુજરાત ટાઇટન્સની ટીમે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 7 વિકેટે જિત મેળવી છે. 163 રનો ટાર્ગેટ ચેઝ કરવા ઉતરેલી ગુજરાત ટાઇટન્સ માટે સાઇ સુદર્શન અને ડેવિડ મિલરે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.

આ પણ વાંચો – રામલીલા મેદાનમાં વિપક્ષ ગઠબંધનની મહારેલી, જાણો કોણે શું કહ્યું?

PIC – Social Media

GT vs SRH:ઈન્ડિયન પ્રીમિયર લીગની 17મી સિઝનની 12મી મેચમાં ગુજરાત ટાઈટન્સની ટીમે સનરાઈઝર્સ હૈદરાબાદ સામે તેના હોમ ગ્રાઉન્ડ પર 7 વિકેટે જીત મેળવી હતી. આ સિઝનમાં પોતાની ત્રીજી મેચ રમવા આવેલી ગુજરાત ટાઇટન્સે શાનદાર બોલિંગ પ્રદર્શન કર્યું હતું જેમાં તેણે સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમના બેટ્સમેનોને મુક્તપણે રમવાની કોઇ તક આપી ન હતી અને 20 ઓવરમાં 162 રનના સ્કોર સુધી રોકી દીધા હતા. મોહિત શર્માએ અદભૂત બોલિંગ પ્રદર્શન કરી ગુજરાત તરફથી 3 વિકેટ લીધી.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

ત્યાર બાદ ટીમ ટાર્ગેટનો પીછો કરવા આવી ત્યારે તેણે 36ના સ્કોર પર પોતાની પહેલી વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી કેપ્ટન શુભમન ગિલ અને સાંઈ સુદર્શનની પાર્ટનરશીપથી ટીમે મેચમાં વાપસી કરી હતી. સુદર્શન અને ડેવિડ મિલર વચ્ચે 50 થી વધુ રનની ભાગીદારીએ મેચને સંપૂર્ણ રીતે ગુજરાતની તરફેણમાં કરવાનું કામ કર્યું હતું. સાઈ સુદર્શન 36 બોલમાં 45 રનની ઈનિંગ રમીને પેવેલિયન પરત ફર્યો હતો, જ્યારે ડેવિડ મિલર 27 બોલમાં 4 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 44 રન બનાવીને અંત સુધી અણનમ રહ્યા બાદ પરત ફર્યા હતા.