પોસ્ટ ઓફિસ (Post Office) દ્વારા નાની બચત માટે ઘણી યોજનાઓ શરૂ છે. જે પોતાના ગ્રાહકોને શાનદાર ફાયદાઓ આપે છે. તેમાંથી એક એટલે કિસાન વિકાસ પત્ર યોજના (Kisan Vikas Patra Scheme), જો તમે પણ બચત કરવાનું વિચારી રહ્યાં છો તો કિસાન વિકાસ પત્ર તમારા માટે સારી યોજના બની શકે છે. આ સ્કીમમાં સરકાર દ્વારા 7 ટકાથી વધુ વ્યાજ આપવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો : UPમાં કાર અને ટ્રક વચ્ચે ટક્કર થતા ભીષણ આગ, 8 લોકોના મોત
દરેક લોકો પોતાની કમાણીમાંથી બચક કરી એવી જગ્યાએ રોકાણ કરવા માંગે છે કે જ્યાં તેના રૂપિયા સુરક્ષિત જ નહિ પણ શાનદાર રિટર્ન પણ મળે, આ મામલે પોસ્ટ ઓફિસની સ્મોલ સેવિંગ સ્કિમ્સ સારો વિકલ્પ છે. જણાવી દઈએ કે Kisan Vikas Patra Scheme અંતર્ગત સરકાર 7.5 ટકા વ્યાજ આપે છે. આ સ્કિમમાં તમે 1000 રૂપિયાથી રોકણ કરવાની શરૂઆત કરી શકો છો.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
કિસાન વિકાસ પત્ર સ્કિમમાં રોકાણની કોઈ મર્યાદા નક્કી નથી એટલે કે તમે જેટલુ ઈચ્છો એટલુ રોકાણ કરી શકો છો. 1000 રૂપિયાથી રોકાણની શરૂઆત કર્યા બાદ તમે 100 રૂપિયાના મલ્ટિપલમાં રોકાણ કરી શકો છે. ખાસ વાત એ છે કે આ સ્કિમમાં તમે જોઇન્ટ અકાઉન્ટ બનાવીને પણ રોકાણ કરી શકો છો. તેની સાથે નોમિનીની સુવિધા પણ કિસાન વિકાસ પત્રમાં ઉપલબ્ધ છે. આમાં 10 વર્ષથી વધુ ઉંમરના બાળકો પણ પોતાના નામે કેવીપી ખાતુ ખોલાવી શકે છે.
હવે વાત કરીએ આ સ્કિમ અંતર્ગત પૈસા ડબલ કરવાના ફોર્મ્યુલા પર, તો આ માટે તમારે 9 વર્ષ 7 મહિના માટે રોકાણ કરવું પડશે. એટલે કે 115 મહિના માટે જો તમે Kisan Vikas Patra Schemeમાં 1 લાખ રૂપિયા મુકો છો, તો આ સમયગાળામાં આ રકમ 2 લાખ રૂપિયા થઈ જશે. જો તમે આમાં 5 લાખ રૂપિયાનું રોકાણ કરો તો તમને 10 લાખ રૂપિયા મળશે. પોસ્ટ ઓફિસ વેબસાઈટ પર જાણકારી અનુસાર, કિસાન વિકાસ પત્રમાં રોકાણની રકમ પર વ્યાજની ગણતરી કમ્પાઉન્ડિંગ આધારે થાય છે. એટલે કે તમે આમાં વ્યાજ પર વ્યાજ કામી શકો છો.
આ પણ વાંચો : Weather Update : હાડ થિજાવતી ઠંડી માટે થઈ જાઓ તૈયાર
પહેલા આ સ્કિમમાં પૈસા ડબલ થવા માટે 123 મહિનાનો સમય લાગતો હતો. જેને આ વર્ષની શરૂઆતમાં એટલે કે જાન્યુઆરી 2023માં સરકારે ઘટાડીને 120 મહિના કર્યા હતા અને તેના થોડા મહિના બાદ રોકાણકારોને વધુ ફાયદો આપવાના હેતુથી આ તેને 115 મહિના કરવામાં આવ્યાં હતા.
કેવીપી ખાતુ કઈ રીતે ખોલાવવું?
કિસાન વિકાસ પત્ર યોજના માટેનું ખાતુ ખોલવવું ઘણું સરળ છે. તેના માટે પોસ્ટ ઓફિસમાં રસિદ સાથે અરજી કરવી પડશે અને પછી રોકાણની રકમ કેશ, ચેક કે ડિમાન્ડ ડ્રાફ્ટમાં જમા કરાવવાની રહેશે. તમારે અરજી સાથે તમારુ ઓળખ કાર્ડ પણ આપવું પડશે. કિસાન વિકાસ પત્ર એક નાની બચત યોજના છે. દર 3 મહિને સરકાર તેના વ્યાજ દરની સમીક્ષા કરે છે અને જરૂરિયાત મુજબ બદલાવ કરે છે.