Juanagadh Republic Day : સિંહ, સંતો અને શૂરાઓની ભૂમિ એવા ગરવા ગિરનારની ગોદમાં જૂનાગઢમાં પોલીસ તાલીમ મહાવિદ્યાલયના ગ્રાઉન્ડમાં 75માં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવી હતી.
આ પણ વાંચો : પરેડમાં જોયી AI ની શક્તિ, AI આ વિસ્તારોમાં અજાયબીઓ કરશે!
Juanagadh Republic Day : જૂનાગઢમાં પોલીસ તાલીમ મહાવિદ્યાલયના ગ્રાઉન્ડમાં 75માં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રાષ્ટ્રધ્વજ ફરકાવીને સલામી આપી હતી. આ તકે વાયુદળના બે હેલિકોપ્ટર દ્વારા ધ્વજવંદન સમયે પુષ્પવર્ષા કરીને તિરંગાને વિશેષ સન્માન આપવામાં આવ્યું હતું. ધ્વજને સલામી બાદ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે પરેડ નિરીક્ષણ કર્યુ હતું. આ તકે વોલિ ફાયરિંગ તેમજ આકાશમાં બલૂન છોડીને હર્ષ ધ્વનિ કરવામાં આવ્યો હતો.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
આ પ્રસંગે શૌર્યની ભૂમિ પર ભારતીય તટ રક્ષક દળ, બોર્ડર સિક્યુરિટી ફોર્સ, મધ્યપ્રદેશ રાજ્ય પોલીસ, ચેતક કમાન્ડો ફોર્સ-ગાંધીનગર, ગુજરાત મરીન કમાન્ડો ફોર્સ, વિવિધ જિલ્લાના પોલીસ દળ, હોમગાર્ડ, એનસીસી કેડેક્ટ, પોલીસ કેડેટ(SPC), એસ.આર.પી. બ્રાસબેન્ડ, ગુજરાત અશ્વદળ, ગુજરાત શ્વાનદળની પ્લાટૂને પરેડ રજૂ કરી હતી, જેણે અનેરું આકર્ષણ જમાવ્યું હતું. ગાંધીનગર એ.એસ.પી. અને પરેડ કમાન્ડર વિવેક ભેડાના નેતૃત્વમાં સમગ્ર પરેડ રજૂ કરવામાં આવી હતી.
પરેડમાં મહિલા શક્તિના પણ દર્શન થયા હતા. જૂનાગઢ જિલ્લા પોલીસ, રાજકોટ શહેર પોલીસ, રાજકોટ જિલ્લા ગ્રામ્ય પોલીસ, ગુજરાત વન વિભાગની મહિલા પ્લાટૂન અને એન.એસ.એસ.ની વિદ્યાર્થીઓની ટીમે જુસ્સાભેર વિવિધ કાર્યક્રમો રજૂ કર્યા હતા. ઉપરાંત 20 જેટલી મહિલાઓ બેન્ડમાં ભાગ લીધો હતો અને સ્ટુડન્ટ પોલીસ કેડેટની 15 જેટલી વિદ્યાર્થિનીઓ પણ જુસ્સા સાથે કાર્યક્રમમાં જોડાઈ હતી.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
સાંસ્કૃતિક કાર્યક્રમમાં ગરબા, મણીયારો, ટીપ્પણી સહિતના નૃત્યોની પ્રસ્તુતિ જોઈને ઉપસ્થિત નાગરિકો આનંદનથી ઝૂમી ઊઠ્યા હતા. આ કલ્ચરલ મેગા ઇવેન્ટમાં ચાર પ્રોફેશનલ ગ્રુપ રાજપુત રાસ મંડળ-બાટવા, ભવાની ટિપ્પણી લોકનૃત્ય – ચોરવાડ, બ્રહ્મપુરી દાંડિયા રાસ મંડળ-માળીયા હાટીના અને ક્ષત્રિય રાજપુત લીંમડા ચોક રાસ મંડળ -માળિયા હાટીના તેમજ જૂનાગઢ જિલ્લાની 9 શાળાના 9 જૂથે પણ ભાગ લીધો હતો. કુલ મળીને 156 વિદ્યાર્થીઓ અને પ્રોફેશનલ 4 જૂથના 56 કલાકારો મળીને કુલ 212 લોકોએ વિવિધ કૃતિઓને રજૂ કરી હતી.
રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમ સંપન્ન થયા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખુલ્લી જીપ્સીમાં સવાર થઈને સમગ્ર પરેડ ગ્રાઉન્ડમાં પ્રજાજનોનું અભિવાદન ઝીલ્યું હતું.
આ તકે ઉત્તમ પ્રદર્શન કરનારી પ્લાટૂન અને જવાનોને રાજ્યપાલના હસ્તે અને મુખ્યમંત્રીની વિશેષ ઉપસ્થિતિમાં ટ્રોફી એનાયત કરીને બિરદાવવામાં આવ્યા હતા. જેમાં એકભારત શ્રેષ્ઠ ભારત અંતર્ગત મધ્યપ્રદેશ બી.એસ.એફ.ની પ્લાટૂનને ઈનામી ટ્રોફી એનાયત કરાઈ હતી.
પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણીમાં અધિકારીઓ, પદાધિકારીઓ, જિલ્લા વહીવટી તંત્ર તેમજ બહોળી સંખ્યામાં જુનાગઢના નાગરિકો ઉપસ્થિત રહી ધ્વજવંદન કરી રાષ્ટ્રીય કાર્યક્રમનો ભાગ બન્યાં હતા