ગુજરાતના વિકાસ મોડલના પાયામાં સુશાસન – ઋષિકેશ પટેલ

ખબરી ગુજરાત ગુજરાત
Spread the love

Gujarat Model : મંત્રી ઋષિકેશ પટેલે સામાન્ય વહીવટ વિભાગની અંદાજપત્રીય માંગણીની ચર્ચામાં સહભાગી થતાં જણાવ્યું હતું કે, ગુજરાતના વિકાસ મોડલના પાયામાં સુશાસન રહેલું છે. વહીવટમાં પારદર્શિતા, ઝડપ અને સરળીકરણ લાવવા સામાન્ય વહીવટ વિભાગ સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

આ પણ વાંચો : જાણો, રોજગારીની શું છે સ્થિતિ, રોજગાર મંત્રીએ આપી માહિતી

PIC – Social Media

Gujarat Model : મંત્રી પટેલે કહ્યુ કે, નાગરિકલક્ષી સેવાઓ ઓનલાઇન અને આંગળીના ટેરવે ઉપલબ્ધ બને તે માટે વિવિધ સરકારી સેવાઓને ઓનલાઇન કરવામાં આવી છે. ઇ-ગવર્નન્સના (E-Governance) ઉપયોગથી પ્રશાસનમાં ટોચથી લઇને પાયાના સ્તર સુધી પારદર્શિતા લાવવા અને સરળીકરણ કરવા રાજ્ય સરકાર હંમેશાથી કાર્યરત છે. રાજ્યની વહીવટી કાર્યપધ્ધતિમાં ઇ-ગવર્નન્સના ભાગરૂપે વહીવટી વિભાગોથી શરૂ કરીને તાલુકા કક્ષાની કચેરીઓ સુધી વ્યાપ ધરાવતું ઇ-સરકારનું સુદ્રઢ માળખું ઊભું કરવામાં આવ્યું છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

ઇ-ગવર્નન્સના ક્ષેત્રે વૈશ્વિક કક્ષાએ ઉપલબ્ધ તકોના મહત્તમ ઉપયોગ દ્વારા રાજ્ય વહીવટને આધુનિક સ્વરૂપ આપવા અને કર્મયોગીઓની ક્ષમતાને સુદ્રઢ કરવા માટે આઇ.ટી. એનેબલ્ડ H.R.નું આયોજન કરાયું છે. માનવ સંશાધન વ્યવસ્થાપન પદ્ધતિ ગુજરાત સરકારના કર્મચારીઓ/અધિકારીશ્રીઓની સેવાપોથી અને સેવાકીય/વહીવટી બાબતો જેમ કે રજા, રજા પ્રવાસ રાહત, વાર્ષિક મિલકત પત્રક, વાર્ષિક કામગીરી મુલ્યાંકન અહેવાલ વિગેરેને ઓનલાઈન એપ્લિકેશનના માધ્યમથી પૂરી પાડવા માટે સરકાર દ્વારા જુલાઈ-2015થી સાથી એપ્લિકેશન કાર્યરત કરાઇ છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

તેમણે ઉમેર્યું કે, દેશના અન્ય રાજ્યોના જે શહેરોમાં ગુજરાતીઓની સંખ્‍યા વધુ હોય ત્યાં બિન-નિવાસી ગુજરાતીઓની યુવા પેઢીને ગુજરાતની સંસ્કૃતિથી માહિતગાર કરવા, બિન-નિવાસી ગુજરાતીઓને પોતાના મૂળ સાથે જોડાયેલા રાખવા તથા સરકારની પ્રવૃતિઓનો પ્રચાર-પ્રસાર કરવા, ગુજરાતી યુવા ધનનો ડેટાબેઝ તૈયાર કરવા વિગેરે જેવા હેતુઓ સાથે સદાકાળ ગુજરાત કાર્યક્રમ યોજવામાં આવે છે. આગામી રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ રાજ્ય ખાતે સદાકાળ ગુજરાત યોજાનાર છે.