Shivangee R Khabri Media Gujarat
સારાંશ- સગીર બાળાનું અપહરણ કરી ખંડણી માંગનાર ખંડણીખોરોને દિલધડક ઓપરેશન કરી ચાર રાજ્યોમાં હોટ પરસ્યુટ(પીછો) કરી ૪૮ કલાકમાં દિલ્હી- લખનઉથી દબોચી લઇ ખંડણીખોર ઓનાં સકંજામાંથી અપહ્યુત બાળાને સલામત રીતે મુક્ત કરાવતી નવસારી પોલીસ.
નવસારી: નવસારી જિલ્લાનાં ગણદેવી પો.સ્ટે.માં સગીર બાળાનું અપહરણ કરી ખંડણી માંગવા અંગેનો બનાવ બનતા તાત્કાલિક ગુનો દાખલ કરી પોલીસ મહાનિરીક્ષક સુરત વિભાગ, સુરતનાં ઓએ આપેલ સુચના અન્વયે સુશીલ અગ્રવાલ, પોલીસ અધિક્ષક, નવસારી નાઓએ ગુનાની ગંભીરતા ધ્યાને લઇ કોઇપણ ભોગે અપહ્યુત બાળાને કોઇપણ નુક્શાન ન થાય તે રીતે ત્વરિત શોધી કાઢી અપહરણકારોને દબોચી લેવા અંગત રસ લઇ જાતેથી જુદી જુદી ટીમો બનાવી ગુનાની તપાસ ડી. એસ. કોરાટ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. નવસારી નાઓને સોંપી સતત જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ.
આ કામનાં ફરિયાદીની સગીર વયની દિકરી ઉં.વ.૧૪ નું અજાણ્યા ઈસમો દ્વારા તા.૧૦/૧૧/૨૦૨૩ નાં રોજ ગણદેવીથી અપહરણ કરી ફરિયાદીને વોટ્સએપ કોલ કરી રૂપિયા એક કરોડની ખંડણી માંગતા તા.૧૧/૧૧/૨૦૨૩ ના રોજ ફરિયાદી દ્વારા પોલીસનો સંપર્ક કરતા પોલીસ અધિક્ષક, નવસારી નાઓએ તાત્કાલિક ગુનાની ગંભીરતા ધ્યાને લઇ ગુનો દાખલ કરી કોઇપણ ભોગે અપહ્વત બાળાને કોઇપણ નુકશાન ન થાય તે રીતે ત્વરિત શોધી અપહરણકારોને દબોચી લેવા સારૂ અંગત રસ લઇ એલ.સી.બી. સ્ટાફનાં અધિકારી પો.સ.ઇ. વાય. જી. ગઢવી તથા પો.સ.ઇ. એસ. વી. આહીર તથા કર્મચારીઓની ફિલ્ડ વર્કની જુદી જુદી ટીમો બનાવી તથા નવસારી સાયબર ક્રાઇમ પો.સ.ઇ. આર. એસ. ગોહીલ તથા સુરત રેન્જ કચેરી સાયબર ક્રાઇમ પો.સ.ઇ. એમ. જી. પાટીલ તથા પો.સ.ઇ. ડી. એસ. લાડ નાઓની સંયુકત ટેકનિકલ ટીમને ત્વરિત કાર્યાન્વિત કરવામાં આવેલ.
ટેકનિકલ ટીમ દ્વારા ગુગલ, વોટ્સએપ, પેટીએમ, વિવિધ બેન્કો તથા મોબાઇલ સર્વિસ પ્રોવાઇડરો સાથે સતત સંકલન કરી, વર્ક આઉટ કરી જરૂરી માહિતી મેળવી ટેકનિકલ સોર્સ દ્વારા અપહરણકારોની ઓળખ ઉત્તરપ્રદેશ રાજ્યનાં હોવાનું અને અપહરણકારો ભોગ બનનારને લઇ ગણદેવીથી સુરત અને સુરતથી દાહોદ તરફ જતા હોવાનું જણાઇ આવતા ત્વરિત ટીમો રવાના કરવામાં આવેલ.
અપહરણકારો ભોગ બનનારને દાહોદથી ટ્રેનમાં બેસાડી રાજસ્થાન રાજ્ય તરફ લઇ જતા હોવાનું જણાતા ત્વરિત રાજસ્થાન રાજ્યનાં જી.આર.પી. પોલીસનો સંપર્ક કરી ગુનાની ગંભીરતાથી વાકેફ કરી રાજસ્થાનથી દિલ્હી સુધીનાં તમામ રેલ્વે સ્ટેશનો ઉપર દિલ્હી તરફ જતી તમામ ટ્રેનોમાં સધન તપાસ કરાવવામાં આવેલ.
અપહરણકારો દ્વારા અપહ્યુત બાળકીનાં પિતાને સતત વોટ્સએપ કોલ કરી બાળકીનાં ફોટા મોકલી ખંડણીના રૂપિયા એક કરોડ તાત્કાલિક આપવા જણાવતા હોય પોલીસ સ્ટાફને સતત બાળકીનાં પરિવાર સાથે રાખી જરૂરી સાંત્વના પુરી પાડી અપહ્યુત બાળકીનાં પિતાને ખંડણી માંગનાર ખંડણીખોરો સાથે કેવા પ્રકારની લાંબી વાતો કરી તેઓને સતત વ્યસ્ત રાખવા જરૂરી માર્ગદર્શન પુરુ પાડવામાં આવેલ.
અપહરણકારોના લોકેશન દિલ્હીનાં મળતા બંને ફિલ્ડ ટીમો ત્વરિત દિલ્હી મોકલી દિલ્હી સ્પેશ્યલ સેલ તેમજ દિલ્હી સ્થાનિક પોલીસનો સંપર્ક કરી મદદ મેળવી દિલ્હી નીહાલ વિહારમાં આવેલ ઝુંપડપટ્ટી વિસ્તારમાં અપહ્યુત બાળકીને રાખેલ હોવાની માહિતી આધારે જુદી જુદી ટીમો બનાવી ઝુંપડપટ્ટી વિસ્તારમાં ઘરે ઘરે સર્ચ કરી અપહરણકારો પૈકીનો એક મોહિત રામસેવક ચૌધરીને દિલ્હી ખાતેથી ઝડપી પાડવામાં આવેલ.
જે આધારે અપહરણકારો અપહ્યુત બાળાને દિલ્હીથી બસમાં લખનઉ તરફ લઇ જતા હોવાનું જણાતા ઉત્તરપ્રદેશ રાજ્યનાં એસ.ટી.એફ ની મદદ મેળવી લખનઉ હાઇવે ઉપર રસ્તા વચ્ચે ચાલતી બસ ઉભી રખાવી અપહ્યુત બાળાનું અપહરણ કરનાર મુખ્ય આરોપી સમીર ખાન પઠાણ તથા પ્રદિપ રાજેશ ચૌધરી તથા અભિષેક છોટેલાલ ચૌધરીને દબોચી લઇ અપહ્યુત બાળાને અપહરણકારો તથા ખંડણીખોર ઓનાં ચુંગાલમાંથી સલામત રીતે મુક્ત કરાવી પરિવારને સહી સલામત સોંપવામાં આવેલ છે અને આગળની તપાસ ડી. એસ. કોરાટ પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. નવસારી નાઓ કરી રહેલ છે.
આમ, ઉપરોકત ચારેય અપહરણકારો તથા ખંડણીખોરો અપહ્યુત બાળકીને ગણદેવીથી સુરત થઇ દાહોદ, રાજસ્થાન, દિલ્હી, લખનઉ લઇ જતા હોય જુદા જુદા ચાર રાજ્યોમાં ત્વરિત જુદી જુદી ટીમો દ્વારા દિલધડક ઓપરેશન હાથ ધરી “HOT PURSUIT” (ઝડપી પીછો) કરી ૪૮ કલાકમાં અપહરણકારો તથા ખંડણીખોરોને દબોચી લેવામાં આવેલ છે.
READ: નેપાળ એ આપ્યો દોસ્તાર ને દગો જાણો શું છે મામલો?
-:ધરપકડ કરવામાં આવેલ આરોપીઓ:-
(૧) સમીર ખાન પઠાણ
(૨) મોહિત રામસેવક ચૌધરી
(૩) પ્રદિપ રાજેશ ચૌધરી
(૪) અભિષેક છોટેલાલ ચૌધરી
એલ.સી.બી. પીઆઈ નવસારી તથા એલસીબી પોલીસ, સાયબર ક્રાઇમ નવસારી ટીમ, સાયબર ક્રાઇમ સુરત ટીમ, સુરત વિભાગ, સુરત ટીમ, રાજસ્થાન રાજ્ય જી.આર.પી.ની ટીમ, દિલ્હી સ્પેશ્યલ સેલની ટીમ, ઉત્તરપ્રદેશ રાજ્ય એસ.ટી.એફ ની ટીમ તથા અન્ય ટીમો દ્વારા સંયુક્ત ઉપરોક્ત કામગીરી કરવામાં આવી હતી