Ghost seen in the universe : નાસા (NASA) દ્વારા બ્રહ્માંડ (universe)ની ભયાવહ તસવીર શેઅર કરવામાં આવી છે. જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ (JWST)માંથી જોવા મળેલું દ્રશ્ય કંઈક એવું છે, કે જાણે કોઈ ભયાનક પિશાચ (Ghost) હોય. આ તસવીર જેટલી સુંદર છે એટલી જ ભયાનક છે.
આ પણ વાંચો : હવે ધાર્મિક ગ્રંથનું અપમાન કરનારની ખેર નહી, અહીં બન્યો કાયદો
કહેવાય છે કે બ્રહ્માંડ રહસ્યોથી ભરેલી જગ્યા છે. તેના વિશે જેટલું જાણીએ તેટલું ઓછું છે. બ્રહ્માંડના ઘણાં રહોસ્યોથી વૈજ્ઞાનિકો હજુ પણ અજાણ છે. બ્રહ્માંડમાં ક્યારેક પ્રકૃતિની સુંદરતા જોવા મળે છે તો ક્યારેક તેનું વિકરાળ રૂપ. હાલમાં જ એરોનોટિકલ્સ અને સ્પેસ રિસર્ચ એજન્સી નાસાએ બ્રહ્માંડની જે તસવીર શેઅર કરી છે તે જેટલી સુંદર છે એટલી જ ભયાનક પણ છે.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
કેટલા સમયથી છે ગેલેક્સીનું અસ્તિત્વ?
આ તસવીરને ઓસ્ટિનમાં ટેક્સાસ યુનિવર્સિટીના ખગોળવિદોનું ધ્યાન ખેંચતા તેઓએ દુરબીનના ડેટાનું વિશ્લેષણ કર્યું. વિશ્લેષણ બાદ તેઓને સમજાયું કે આકાશગંગા AzTECC71 બિગ બેંગ પછી આશરે 900 મિલિયન વર્ષ બાદ અસ્તિત્વમાં આવી હતી. ધ્યાનથી જોઈએ તો આ કોઈ ગેલેક્સી નહિ પણ બ્રહ્માંડમાં ભૂત હોય તેવું દેખાય છે. જાણે તે ચીખો પાડી રહ્યું છે.
આ ગેલેક્સી એક વાસ્તવિક રાક્ષસ છે, કેમે કે…
આ શોધથી પ્રારંભિક બ્રહ્માંડ વિશેની વૈજ્ઞાનિકોની સમજમાં ફેરફાર થઈ શકે છે. કેમ કે, તેઓએ વિચાર્યુ હતુ કે વિશાળ સ્ટાર નર્સરી દુર્લભ છે. પરંતુ આ ગેલેક્સીએ સંકેત આપ્યો છે કે તે હકીકતમાં 3થી 10 ગણી વધુ દુર સુધી વિસ્તરી શકે છે. ઓસ્ટિનમાં ટેક્સાસ યુનિવર્સિટીના પોસ્ટડોક્ટરલ રિસર્ચર જેડ મેકકિની એ કહ્યું કે આ ગેલેક્સી એક વાસ્તવિક રાક્ષસ કહી શકાય. કેમ કે, નાના બિંદુની જેવું દેખાવા છતા તે વર્ષો દરમિયાન સેંકડો તારાઓનું સર્જન કરવા માટે જવાબદાર છે. તેઓએ કહ્યું કે, નવા ટેલિસ્કોપ દ્વારા સૌથી સંવેદનશીલ ઇમેજિંગમાં આટલી સુક્ષ્મ વસ્તુઓ પણ જોઈ શકાય છે તે રસપ્રદ છે. આનાથી આપણને ખ્યાલ આવે છે કે આકાશંગગાઓની એક આખો સમુહ છે જે હજુ પણ આપણી નજરોથી દૂર છે.