“પ્રેગ્નેન્ટ કરો, લાખો કમાઓ”, જોબ ઓફરની હકીકત જાણીને ચક્રી ખાઈ જશો

ખબરી ગુજરાત રાષ્ટ્રીય
Spread the love

Pregnant Karo, Lakho Kamao : પ્રેગ્નેન્ટ કરો અને લાખો રૂપિયાની કમાણી કરો, જો તમને આવી કોઈ જોબ ઓફર મળે તો? પણ આવી ઓફર મળે તો રાજી નહિ પરંતું સાવચેત થવાની જરૂર છે, કેમ કે આ જોબ તમારુ બેન્ક બેલેન્સ વધારવાના બદલે તમારુ બેન્ક બેલેન્સ સાફ કરી શકે છે.

આ પણ વાંચો : FASTagનો ઉપયોગ કરતા લોકો માટે મોટા સમાચાર

PIC – Social Media

Pregnant Karo, Lakho Kamao : સાઇબર ફ્રોડની (Cyber fraud) અવનવી રીતો લોકો સામે આવી ચૂકી છે. સાઇબર ક્રાઇમ પ્રત્યે લોકોની જાગૃકતાના કારણે હવે છેતરપિંડીથી બચી રહ્યાં છે. પરંતું ઠગો પણ દરરોજ ઠગાઇની નવી નવી રીતો શોધતા રહે છે. એમાની જ એક ચોંકાવનારી રીત સામે આવી છે. હવે સુંદર મહિલાઓને પ્રેગ્નેન્ટ કરવાના નામે કરોડો રૂપિયાની છેતરપિંડીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

ઠગ અને છેતરપિંડીના (Fraud) અનેક કિસ્સાઓ તમે સાંભળ્યા હશે. તમે ગમે તેટલી સાવચેતી રાખો છત્તા કોઈને કોઈ પ્રકારે લોકો તેનો શિકાર બની જ જતા હોય છે. ઠગોની નવી જનરેશન માર્કેટમાં બિલકુલ નવી છેતરપિંડીની મોરસઓપરેન્ડસી સાથે સામે આવી છે. “પ્રેગ્નેન્ટ કરો, લાખો કમાઓ”, (Pregnant Karo, Lakho Kamao) જી હા, તમે બિલકુલ સાચુ જ વાંચી રહ્યાં છો, ઠગોના નવા ઉસ્તાદોએ આ નવા ઓર્ગેનાઇઝેશનનું નામ પણ રાખેલુ છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

“ઑલ ઇન્ડિયા પ્રેગ્નેન્ટ જોબ (All India Pregnant Job), ઇન્ટરેસ્ટેડ હૈ, તો અપ્લાઇ કિજિએ,” બસ કરવાનું એટલુ જ છે કે તમારે એવી મહિલાઓને પ્રેગ્નેન્ટ કરવાની છે, જેને સંતાન નથી થઈ રહ્યું. જો તમે આ કામ કરશો તો તમને 10 થી 13 લાખ રૂપિયા મળશે. જો ના કરી શકો તો પણ 5 લાખ રૂપિયા મળવાની ગેરંટી છે. એટલે કે આ પેગ્નન્ટ કરવાની જોબ છે. હવે તમે જ જણાવો, કોઈ પણ થોડુ ગંભીર થઈને આ ઓફર સાંભળશે, તો લૂંટાશે કે નહિ? કેમ કે ઓફરમાં બેવડો ફાયદો છે. એક બાજુ સુંદર મહિલાને પ્રેગ્નેન્ટ (Pregnant) કરવાની છે અને બીજી બાજુ તેને બદલે લાખો રૂપિયા મળી રહ્યાં છે. બસ આ જ ડેડલી કોમ્બિનેશનના ચક્કરમાં સેંકડો લોકો હજારો રૂપિયા ગુમાવી ચૂક્યા છે. તેના દ્વારા ઠગોના આ નવા જૂથે કરોડો રૂપિયા બનાવી લીધા છે.

પટના (Patana) થી આશરે દોઢ સો કિલોમીટર દુર નવાદા (Navada) શહેર આવું છે, આ જ શહેરમાં આશરે 8 કિલોમીટર અંદર એક ગુરમ્હા નામનું ગામ આવેલું છે. પ્રેગ્નેટ કરો અને લાખો કમાઓની (Pregnant Karo, Lakho Kamao) આખી ઇન્ડસ્ટ્રી આ જ ગામમાં છે. આ ઇન્ડસ્ટ્રીનું હેડક્વાટર આ ગામમાં જ આવેલું છે. જેનો પર્દાફાશ થઈ ચૂક્યો છે. તમને જાણીને નવાઇ લાગશે, કે કરોડો રૂપિયાનો ફાયદો મેળવનાર આ કંપની કોઈ ઓફિસમાં નહિ પણ નાનકડી ઝૂંપડીમાં ચાલી રહી હતી. આ કંપનીમાં કર્મચારી તરીકે માત્ર 20 થી 25 યુવાનો કામ કરતા હતા. જેઓની ઉંમર 20 થી 30 વર્ષ છે. કંપનીનું આખુ ટર્નઓવર આ યુવાનોના ખંભા પર જ હતુ. તેને ચલાવામાં સંસાધનના નામે માત્ર એક મોબાઇલ ફોન છે. પરંતું તેને હળવાશમાં લેવાની ભૂલ કરવી નહિ. કેમ કે આ ફોન દ્વારા શરૂ થાય છે લાખોની કમાણીનો ખેલ…

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

PIC – Social Media

બિહારના છોકરાએ રાજસ્થાનમાં શીખી છેતરપિંડી

પાંચ વર્ષ પહેલાની વાત છે. આ ગામનો મુન્ના નામનો એક છોકરો નોકરી માટે રાજસ્થાન પહોંચ્યો. જ્યાં મેવાડમાં એક નોકરીએ લાગ્યો. તે દરમિયાન જમતારા (Zamtara) જેવી ગેંગ સાથે તેની મુલાકાત થઈ. તે આ ગેંગમાં સામેલ થયો. ત્યાર બાદ તેણે સાઇબર ફ્રોડની ટ્રેનિંગ લીધી. એક ફોનની મદદથી કોઈને પણ કંગાળ બનાવી દેવાની કળા, બસ આ જ વિચાર સાથે તે રાજસ્થાનથી પોતાના ગામડે પરત ફર્યો. તેણે ઘરવાળાઓને કહ્યું કે હવે તે માત્સ્ય પાલનનો વ્યવસાય શરૂ કરશે. ગામની નજીક એક કેનાલ હતી. તેમાં તેણે મત્સ્ય પાલનનો વ્યવસાય શરૂ કર્યો. પરંતું એ તેનું અસલી કામ નહોતું.

આ પણ વાંચો : કચ્છની દેશી ખારેકને મળ્યો જીઆઈ ટેગ, 400 વર્ષ પછી મળ્યું સન્માન

માછલી ઉછેરને બહાને ઠગાઈ શરૂ કરી

મત્સ્ય પાલનની જગ્યાએ હવે તેણે પોતાનો અસલી ખેલ શરૂ કર્યો. કેનાલના કાંઠે એક જૂના ખંઢેર જેવા ઓરડાને સાફ કરી તેમાં તેણે પોતાની ઓફિસ શરૂ કરી. તેની સામે એક ટાવર ઉભો કર્યો જેથી ઉંચાઇ પર નેટવર્ક સારુ આવી શકે. તે દરમિયાન તે 20 – 30 છોકરાની પસંદગી કરી ચૂક્યો હતો. હવે તે ગામની બહાર આ યુવાનોને ટ્રેનિંગ આપવા લાગ્યો. ટ્રેનિંગ પૂરી થઈ ગઇ ને કંપની શરૂ કરવાનો સમય આવી ગયો હતો. આ ઓરડામાં કેટલાક પ્રિન્ટર રાખેલા હતા. તેણે કંપનીના નામે કેટલીક તસવીરો, લોભાવનારા સ્લોગનના પ્રિન્ટઆઉટ કાઢ્યા. તેને સોશિયલ મીડિયામાં નાખવાનું શરૂ કર્યું. વ્હોટ્સએપ અને ફેસબુક જેવા પ્લેટફોર્મ પર તેની કંપનીનું કામ દેખાવા લાગ્યું. તે લોકોના ડેટા ખરીદવા લાગ્યાં.

સોશિયલ મીડિયામાં આપતા જાહેરાત

તે ડેટામાં લોકોના ફોન નંબર હોય છે. તેના વ્યવસાય, એડ્રેસ, ઉંમર આ તમામની માહિતી હોય છે. આ જાણકારીના આધારે હવે તેઓએ ગ્રાહકોને ફસાવાનું શરૂ કરી દીધુ. ઓલ ઇન્ડિયા પ્રેગ્નેન્ટ જોબના નામે સોશિયલ મીડિયામાં જાહેરાત કરવામાં આવતી તેમાં લખવામાં આવતું કે કેટલીક એવી મહિલાઓ છે, જે લગ્નના ઘણાં વર્ષો બાદ પણ માં બની શકતી નથી. એવી મહિલાઓ માં બનવા માંગે છે. અમારી સંસ્થા આવી મહિલાઓ માટે કામ કરે છે. આ સમગ્ર કાર્ય કાયદેસર છે. આ એક પુણ્યનું કામ છે. જે પણ ઇચ્છુક છે, તે આવી મહિલાઓને પ્રેગ્નેન્ટ કરી તેને માં બનાવવા માટે આગળ આવી શકે છે. તેના બદલે તેને 10 થી 13 લાખ રૂપિયા પણ મળશે. જો મહિલા પ્રેગ્નેન્ટ ના થાય તો પણ તેને પાંચ લાખ રૂપિયા મળશે જ…

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

લોભામણી ઓફરમાં ફસાતા લોકો

આમાં કંપની પોતાનો મોબાઇલ નંબર પણ આપતી હતી. જે લોકો આ લલચાવનારી ઓફરનો (Tempting offer) શિકાર બનતા, તેઓ મોબાઇલ નંબરને ચેક કરતા. તેના વ્હોટ્સઅપ સ્ટેટસને જોતા. તેમાં ભારતીય સેનાની વર્દીમાં એક તસ્વીર જોવા મળતી. એવા જ એક વ્યક્તિએ તે નંબર પર કોલ કર્યો. કોલ ઉપડ્યો નહિ, પરંતું ફરી તેને એ નંબર પરથી ફોન આવ્યો. કોલ કરનારે પોતાની ઓળખ સંદીપ તરીકે આપી. તેણે આખી ઓફરની જાણકારી આપી. તેણે જણાવ્યું કે તેની સાથે જોડાવા માટે સૌથી પહેલા પોતાનું આધાર કાર્ડ અને અન્ય જરૂરી ડોક્યુમેન્ટ આપવા પડશે. કંપની પાસે રજિસ્ટ્રેશન કરાવું પડશે. તેની ફી 500 રૂપિયા હશે. એકવાર ફી જમા કરાવ્યા પછી તેઓ મેમ્બર બની જશે. પછી તેને આગળની જાણકારી પાછળથી આપવામાં આવશે.

PIC – Social Media

મેમ્બરશિપ, સિમન તપાસના નામે લૂંટતા રૂપિયા

લાખો કમાવવાના લોભમાં લોકો 500 રૂપિયા આપીને સભ્ય બની જતા. રમત અહીંથી શરૂ થાય છે. આ પછી, બધાના નામ અને સરનામાં લીધા પછી, તેઓને નકલી સ્ટેમ્પ પેપર પર એફિડેવિટ મોકલવામાં આવતુ. વીર્ય પરીક્ષણના નામે 2000 રૂપિયાની માંગણી કરવામાં આવતી. જે કોઈ પણ આ તમામ તબક્કા પૂરાં કરતા તેને સુંદર સ્ત્રીઓની તસવીરો મોકલવામાં આવતી. પાંચ-છ તસવીરો મોકલ્યા પછી, વ્યક્તિને પૂછવામાં આવતુ કે આમાથી તે કોને ગર્ભવતી કરશે? પસંદગી કર્યા પછી, તેને કહેવામાં આવતુ કે જો તેના શહેરમાં કોઈ 3 કે 5 સ્ટાર હોટેલ છે, તો તે તેના માટે બુક કરવામાં આવશે. કંપની હોટલનો ખર્ચ ઉઠાવશે. તે મહિલા ત્યાં પહોંચી જશે. ત્યાં સુધીમાં સામેનો વ્યક્તિ સંપૂર્ણપણે ફસાઈ ગયો હોય છે.

છેલ્લી શરતમાં હજારો રૂપિયા ગુમાવતા લોકો

આ પછી, હોટલ પર પહોંચી મહિલાને પ્રેગ્નેન્ટ કરતા પહેલા, એક છેલ્લી શરત પૂરી કરવાની રહેતી. કંપનીનો પ્રતિનિધિ સામેના વ્યક્તિને મેસેજ મોકલે છે. આ મેસેજ બિલકુલ બેન્કમાં પૈસા જમા થવા કે ક્રેડિટ થવા પર મળે છે એવો જ હોય છે. આ મેસેજ મોકલ્યા બાદ પ્રતિનિધિ સામેની વ્યક્તિને કહે છે, કે અમે કહ્યું હતુ એ પ્રમાણે. પ્રેગ્નેન્ટ કરતા પહેલા ઓછામાં ઓછા 5 લાખ રૂપિયા તમને મળશે. તે રકમ તમારા એકાઉન્ટમાં જમા કરી દેવામાં આવી છે. એકાઉન્ટની ડિટેઇલ સામેવાળા પાસેથી પહેલીથી લઈ લેવામાં આવતી હતી. ત્યાર બાદ તેઓને કહેવામાં આવતુ કે એકાઉન્ટ ડિપોઝિટનો મેસેજ તો આવી ગયો છે. પરંતું ખાતામાંથી આ રકમ ત્યારે જ ઉપાડી શકશો જ્યારે તમે તમારા ભાગનો જીએસટી જમા કરાવશો.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

ન મળી મહિલા, કે ન મળ્યા રૂપિયા

આ રીતે 18 ટકાના હિસાબે હવે પાંચ લાખ રૂપિયા પર જેટલો જીએસટી બને છે તે રૂપિયા સામેવાળા પાસેથી માંગવામાં આવતા. ડબલ ડેડલી કોમ્બિનેશનનો શિકાર બિચારો સામેનો વ્યક્તિ જે પણ 80 કે 90 હજાર જીએસટી બનતું તે પણ કંપની દ્વારા આપવામાં આવતા ખાતામાં જમાં કરાવી દેતા. પૈસા જમા કરાવ્યા પછી તે હોટલના રૂમમાં જવા અને પાંચ લાખ ખાતામાં આવવાની રાહ જોવા લાગતો. પરંતુ ત્યાં સુધીમાં સામેવાળી વ્યક્તિએ ખેલ પાડી દીધો હોય છે. હવે સામેવાળી વ્યક્તિનો ફોન બંધ થઈ ગયો હોય છે. વારંવાર પ્રયત્ન કરવા છત્તા બીજીવાર કોલ લાગતો નથી. ત્યારે છેતરપિંડીનો ભોગ બનનારને ખ્યાલ આવે છે કે, તે એક એવી છેતરપિંડીનો શિકાર બન્યો છે કે જેના વિશે તે નતો તે પોતાના પરિવાર કે નતો પોતાના મિત્રોને જણાવી શકે છે.

આ રીતે કરોડોની છેતરપિંડીનો થયો પર્દાફાશ

પ્રેગ્નેન્ટ કરવાનો અને લાખો કમાવાનો આ ધંધો ધોમધોકાર ચાલી રહ્યો હતો. ત્યારે જ ગામના કેટલાક લોકોને આટલા બધા છોકરાઓ એક સાથે મોબાઇલમાં જ પડ્યા રહેતા હોવાનું જોઈ અજીબ લાગ્યું. આ વાત પોલીસ સુધી પહોંચી. જમતારા પોલીસના મગજમાં હતુ. એક દિવસ ચુપચાપ પોલીસ આ જગ્યાએ પહોંચી ગઈ. જેમાં આઠ લોકોની ધરપકડ કરવામાં આવી જ્યારે અન્ય ફરાર થઈ ગયા. જાણવા મળ્યું કે આ ધંધામાં 18 બીજા લોકો પણ સંકળાયેલા છે. જ્યારે તેઓની પૂછપરછ કરવામાં આવી, ઝૂંપડી અને ખંઢેરમાં ચાલી રહેલા ઓફિસની તપાસ કરવામાં આવી તો ઠગાઈની કમાલ અને આ સૌથી લેટેસ્ટ ઓઇડિયાનો પર્દાફાશ થયો. થોડીવાર માટે તો પોલીસ પણ માથુ ખંજવાળતી રહી કે આ વળી ક્યો નવો ધંધો હતો.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

પોલીસ સામે છે આ પડકાર

પોલીસ સામે સમસ્યા એ છે કે આઠ યુવાનો તો તેની પાસે છે, પણ જે લોકોને તેઓએ બેથી અઢી લાખનો ચૂનો લગાડ્યો છે. તેમાંથી બે ને બાદ કરતા એકપણ પોલીસની સામે આવી ફરિયાદ કરવા માટે તૈયાર નથી. હવે આ મુદ્દો પોલીસ માટે પડકાર બની ગયો છે કે કઈ રીતે ફરિયાદીને શોધે અને કેસની તપાસ આગળ વધારે. જો કે પોલીસની પ્રાથમિક તપાસ અનુસાર પ્રેગ્નેન્ટ કરવાના નામે જે મહિલાઓના વિડિયો અને ફોટા આ ગેંગ સામેવાળાને ફંસાવવામાં ઉપયોગ કરતા હતા. તેમાંથી કેટલીક બનાવટી હતી તો કેટલી નાની મોડલને પૈસા આપીને આ એડ શૂટ કરવામાં આવી હતી.