Milind Deora Resigns : મિલિંદ દેવરાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. તેઓએ પાર્ટીની પ્રાથમિક સદસ્યતા છોડી છે. આ પહેલા મિલિંદ દેવરા પાર્ટી છોડી એકનાથની નેતૃત્વવાળી શિવસેનામાં જોડાઈ શકે એવું અનુમાન લગાવામાં આવી રહ્યું હતુ.
આ પણ વાંચો : ઘાયલ પશુ પક્ષીઓ માટે કરૂણા અભિયાનનો અનોખો સેવાયજ્ઞ
Milind Deora Resigns : મહારાષ્ટ્રમાં કોંગ્રેસ (Maharashtra Congress) પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. કોંગ્રેસ નેતા મિલિંદ દેવરાએ (Milind Deora) પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું (Resigns) આપી દીધું છે. તેણે સોશિયલ મીડિયા દ્વારા આ માહિતી આપી હતી. તેણે એક પોસ્ટ કરીને કહ્યું કે તેનો એક મહત્વપૂર્ણ અધ્યાયનો અંત આવ્યો છે.
કોંગ્રેસના ભૂતપૂર્વ નેતાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું, “55 વર્ષ જૂના સંબંધોનો અંત આવ્યો. હું તમામ નેતાઓ, સહકાર્યકરો અને કાર્યકરોનો વર્ષોથી તેમના અતૂટ સમર્થન માટે આભારી છું.”
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
મિલિંદ દેવરા (Milind Deora) આજે મુખ્યમંત્રી એકનાથ શિંદેના (CM Eknath Shinde) નિવાસસ્થાન પર બપોરે દોઢ વાગ્યે પહોંચશે. ત્યાર બાદ સીએમ શિંદેની હાજરીમાં પાર્ટીમાં જોડાશે. મિલિંદ દેવરા ઉપરાંત 10 ભૂતપૂર્વ કાઉન્સિલર, 20 અધિકારીઓ, 15 વેપારી સંગઠનો અને 450 કાર્યકરો શિંદેની શિવસેનામાં જોડાશે. આ પહેલા શનિવારે મિલિંદ કોંગ્રેસ છોડશે તેવા સમાચારોનું ખંડન કર્યું હતુ. તેઓએ એકનાથ શિંદેની શિવસેનામાં સામેલ થવાના સમાચારને અફવા ગણાવ્યાં હતા. હાલમાં જ જ્યારે કોંગ્રેસ વર્કિંગ કમિટીએ જાહેરાત કરી હતી. ત્યારે મલ્લિકાર્જુન ખરગેએ મિલિંદ દેવરાને સંયુક્ત કોષાધ્યક્ષની જવાબદારી સોંપી હતી. પરંતું 20 દિવસ પછી તેઓએ કોંગ્રેસ પાર્ટી છોડવાનો નિર્ણય લીધો છે.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
શિવસેનામાં જોડાશે
મિલિંદ દેવરા (Milind Deora) આજે રવિવારે (14 જાન્યુઆરી) એકનાથ શિંદે જૂથની શિવસેનામાં (Shivsena) જોડાશે. તેમનું જોડાણ મુખ્યમંત્રી નિવાસસ્થાને થશે. જો કે અગાઉ પણ એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે તેઓ કોંગ્રેસ છોડીને શિંદે સેનામાં જોડાઈ શકે છે, પરંતુ એક દિવસ પહેલા જ તેમણે આ અટકળોનો અંત લાવી દીધો હતો.
CWCના સંયુક્ત ખજાનચી બનાવવામાં આવ્યા હતા
તાજેતરમાં, જ્યારે કોંગ્રેસ કાર્યકારી સમિતિની જાહેરાત કરવામાં આવી હતી, ત્યારે પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ મિલિંદ દેવરાને સંયુક્ત ખજાનચીની જવાબદારી સોંપી હતી, પરંતુ થોડા દિવસો પછી, તેમણે રાજીનામું આપી દીધું હતું અને કોંગ્રેસ પાર્ટી છોડવાનો નિર્ણય લીધો હતો. મિલિંદ દેવરાએ કોંગ્રેસ છોડવાનું કારણ ભારત ગઠબંધન હોવાનું કહેવાય છે.
આ પણ વાંચો : 14 January : જાણો, આજનો ઈતિહાસ
મિલિંદ દેવરાએ કોંગ્રેસ કેમ છોડી?
મિલિંદે કોંગ્રેસ છોડવાનું કારણ ઈન્ડિયા ગઠબંધનને ગણાવી રહ્યાં છે. મિલિંદ મુંબઈ સાઉથ સીટ પરથી ચુંટણી લડી રહ્યાં છે. તે સીટ પર ઉદ્ધવ ઠાકરેની શિવસેનાએ ચુંટણી લડવાનો દાવો કર્યો હતો. તેથી મિલિંદ ચુંટણી ન લડી શકવાને કારણે તેઓએ પાર્ટીને છોડવાનો નિર્ણય લીધો છે. જો કે ગત બે ચૂંટણીમાં તેઓએ હારનો સામનો કરવો પડ્યો છે.