Gandhinagar : 4,159 નવ નિયુક્ત કર્મીઓને નિમણુંક પત્રો એનાયત કરાયાં

ખબરી ગુજરાત ગુજરાત
Spread the love

Jagdish, Khabri Media Gujarat

Gandhinagar : ગુજરાત રાજ્યમાં પસંદગી પામેલા 3,014 તલાટી કમ મંત્રી સહિત 4,159 નવ નિયુક્ત યુવાકર્મીઓને નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યાં છે. ગાંધીનગર ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે 4159 નવનિયુક્ત કર્મચારીઓને નિમણુક પત્ર એનાયત કર્યાં હતા. સાથે જ નાનામાં નાના માનવીને વિકાસની મુખ્યધારામાં લાવવા મુખ્યમંત્રી દ્વારા નવનિયુક્ત કર્મીઓને આહવાન કરાયું હતુ.

આ પણ વાંચો : 6 આદતોને અપનાવો, પૈસા આવશે, કરોડપતિ બનતા સમય નહીં લાગે

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, GPSC તથા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આયોજિત સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા પસંદગી પામેલા 3,014 તલાટી કમ મંત્રી, 998 જુનિયર ક્લાર્ક, 72 નાયબ સેક્શન ઓફિસર, 58 અંગ્રેજી સ્ટેનોગ્રાફર તથા 17 હવાલદાર મળીને કુલ 4159 નવ યુવાઓને નિમણૂંક પત્રો આપવામાં આવ્યાં હતા. તેમજ મુખ્યમંત્રીએ નવી નિમણુંક મેળવી રહેલા કર્મીઓને દિવાળીના દિવાસોમાં રોજગારના અવસરનો આર્થિક ઉજાસનો આધાર બન્યાં તે માટે અભિનંદન પાઠવ્યાં હતા.

આ પણ વાંચો : મુકેશ અંબાણીને ધમકી આપનાર નીકળ્યો પોલીસપુત્ર

આ તકે મુખ્યમંત્રી જણાવ્યું કે, સરકારી નોકરી, પદ કે હોદ્દાને માત્ર આર્થિક લાભ કે આધાર તરીકે જોવાને બદલે જન સેવાની મળેલી તક તરીકે સ્વીકારીને કાર્યરત રહેવાથી અન્યનું ભલું કરવાનો, સારું કરવાનો ભાવ આપોઆપ ઉજાગર થશે. તેઓએ જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ માટે ઊંચા લક્ષ્ય, નિષ્ઠા અને કર્તવ્ય પરાયણતાથી પ્રતિબદ્ધ રહેવાની શીખ આપતા કહ્યું કે, તમારા કામથી લોકો તમને યાદ કરવા જોઈએ.

આ પણ વાંચો : પાકિસ્તાનમાં પણ મનાવાય છે દિવાળી

રાજ્ય અને પંચાયત સેવામાં નવનિયુક્ત થયેલા ઉમેદવારોને શુભેચ્છાઓ પાઠવતા પંચાયત રાજ્યમંત્રી શ્રી બચુભાઇ ખાબડે જણાવ્યું હતું કે, આઝાદીના અમૃતકાળમાં ગુજરાતની પંચાયત સેવાને વધુ સબળ, સુગમ અને મજબૂત બનાવવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ સંપૂર્ણ ભરતી પ્રક્રિયાને પારદર્શિતા સાથે ખૂબ જ ટૂંકા ગાળામાં પૂર્ણ કરી. આજે સૌને નિમણુંક પત્રો એનાયત કરવામાં આવ્યા છે.

ખબરી મીડિયાના Whatsapp ચેનલને ફૉલો કરવા માટે tau.id/2iy6f લિંક પર ક્લિક કરો.